ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની યુવાનો માટે ખુબ જ માર્મિક વાર્તા, “ઘરડા ગાડા વાળે”….. દરેક યુવાનોએ જરૂર વાંચવી.

ઘરડા ગાડા વાળે….

મિત્રો, આજકાલની યુવાપેઢીને વડીલો સાથે રહેવામાં સમસ્યાઓ ઉભી થતી હોય છે. વડીલો દ્વારા અપાયેલી સલાહો તેમને ખિતપીટ લાગે છે. તેથી તે વડીલો પાસે થી તેનો ચુપ રહેવાનો આગ્રહ રાખે છે.

પરંતુ વડીલો માત્ર પોતાના સંતાનના હિત માટે જ સલાહ આપતા હોય છે. જયારે તે સંતાનોને વ્યર્થ લાગે છે. સંતાનોને વડીલો નડતર રૂપ લાગે છે. વડીલ દ્વારા કહેવાયેલી વાતો પ્રમાણે અનુસરવું સંતાનોને યોગ્ય નથી લાગતું. પરિણામે ઘણા ખરા સંતાનો વડીલો સાથે ગુસ્સા ભર્યું વર્તન કરતા હોય છે અને તેની લાગણી ને ઠેસ પહોંચાડતા હોય છે.

ઘણા નાદાન સંતાનો પોતાના વડીલોને ગાર્બેજ સમાન ગણતા હોય છે. પરંતુ તે ગાર્બેજ નહિ પણ ઘરની શીભા છે.ખરા અર્થમાં તમે જોવો તો ઘરમાં વડીલ ન હોય તો ઘર ફિક્કું લાગે છે. જયારે જે ઘરમાં વડીલ હોય તે ઘર વજનદાર લાગે છે. ઘરમાં વડીલોનું હોવું આવશ્યક છે. જે ફરજ આપણે સમજવી જોઈએ . મિત્રો,” એ ઘર, ઘર નથી જ્યાં વડીલો અને અનુભવી લોકો ન બેઠા હોય.”

આજ કાલ વૃદ્ધાશ્રમમાં વૃદ્ધ ની સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે.જે ખુબ જ શરમજનક બાબત છે. મિત્રો જે વડીલો પાચ બાળકોને એક ઓરડામાં સાચવી તેનું ભારણ પોષણ કરી પેટે પાટા બાંધીને મોટા કરે છે તે જ સંતાન, પોતાના મોટા મોટા બંગલામાં માતા પિતાને સાચવી નથી શકતા. જયારે તેને ખાસ પોતાના સંતાનો ની જરૂર હોય છે. ત્યારે જ સંતાનો છોડી દે છે.

મિત્રો, ગુજરાતીમાં એક કહેવત છે, “ ઘરડા ગાડા વાળે” આ કહેવત કેટલી સાચી છે તે આ વાર્તા વાંચ્યા પછી તમને જાણવા મળશે. આ કથા દરેક સંતાનને એક સંદેશ આપી જાય છે.જે વડીલોનો અનુભવ અને અંદાજો લગાવી જાય છે. જે વડીલોની વાત વ્યર્થ લાગે છે, તે જ વડીલોની વાતની કેટલી યથાર્થતા રહેલી છે તે વિષે આ વાર્તા માં આપણને જાણવા મળશે.

એક ગામ હતું. ત્યાં એક ભાઈને ત્યાં લગ્ન નો અવસર હતો. છોકરાવ તેના મિત્રોમાં અને વડીલો તેના દાયરામાં બેઠા હતા. યુવાનો પોતાના મિત્રો જોડે ગપ્તા મારતા હતા ત્યારે, એક યુવાન ને વિચાર આવ્યો કે કાલે આપણે વડીલોને જાનમાં ન લઇ જઈએ તો. અને બધા મિત્રો સહમત થયા અને સાથે મળીને વડીલો પાસે ગયા.

જુવાનીયા વડીલો પાસે ગયા અને જણાવ્યું કે કાલે તમારે લોકોને જાનમાં નથી આવવાનું ત્યાં તમારું કઈ કામ નથી. ઉલટાનું આમરે તમને ગાડામાં ચડાવવા અને ઉતારવા પડશે .

તેના કરતા તમે ઘરે જ રહો તે વધારે સારું. કારણ વગરના તમને ટેકા આપવા પડે અને તમરી સેવામાં રહેવું પડે માટે આમરે તમારી સેવામાં રહેવું કે લગનમાં રહેવું . એટલે તમે બધા ઘરે જ રહેજો અને ભગવાનનું નામ લઈને આનંદ કરજો. આમે કાલે જાન લઈને જઈએ અને અમારા મિત્રને પરણાવીને આવીશું અને તમે વરઘોડીયાને સાંજે આશીર્વાદ આપી દેજો.

વડીલોએ દુખી થઈને જવાબ આપ્યો કે ચાલો જેવી તમારી મરજી પણ લઇ ગયા હોત તો વધારે સારું હોત. જુવાનીયા ગુસ્સે થઈને બોલ્યા ત્યાં તમારે શું કામ છે? ઉલટાના આમરે તમને ચડાવવા અને ઉતારવા, ધ્યાન રાખવું, બાપા નાહ્યા કે નહિ, ઝભ્ભો ક્યાં ? વગેરે બાબતોનું ધ્યાન અમારે રાખવાનું… ના તમે ઘરે જ રહજો. પછી વડીલોએ નિરાશ થઇ ને કહ્યું જેવી તમારી મરજી, નહિ આવીએ જાનમાં બસ.

બધા જુવાનીયા બીજા દિવસે સવારે જાન માં જવા માટે ત્યાર થઇ ગયા. અને એક બાપા થી આ બધું જોવાયું નહિ અને તે વિચારવા લાગ્યા કે, આ જુવાનીયા કઈક ઊંધું વળવાના છે. અને તે પાછળ થી જાનના ગાડામાં એક ટીપણું હતું તેમાં સંતાયને ટીપણાને ઢાકી ને બેસી ગયા.પણ, બાપાને ભરોસો હતો કે જુવાનીયા કઈક ભૂલ કરવાના છે. અને વેવાઈ પ્રશ્ન પૂછશે, કે રીત- રીવાજની કોઈ વાત આવશે તો આ જુવાનીયા બાફી મારશે. એમ કરીને સંતાય ગયા.

પછી જામ ઉઘલી અને થોડા સમય પછી જાન વેવાઈને ગામે પહોંચી. વેવાઈવેલાએ તેમનું સ્વાગત કર્યું પછી તે સમય પ્રમાણે વેવાઈએ કીધું કે માંડવે આવતા પહેલા તમારે એક કામ કરવું પડશે. આમ પણ જુવાનીયાઓ તો ખુશ હતા અને તેને હોશે હોશે હા પાડી દીધી. અને પૂછ્યું કે કયું કામ કરવાનું છે. રીવાજ પ્રમાણે અમારા ગામને ઝાંપે એક તળાવ છે તે ઘી થી ભરવાનું.

જુવાનીયાને પેલા તો મજાક લાગી અને કહ્યું વેવાઈ આવી રમત નો હોય અને વેવાઈએ કીધું કે, તમારે શરદને પૂરી કરવી પડશે. એમ કહીને જુવાનીયાઓને વેવાઈ તળાવ પાસે લઇ ગયા. તે તળાવનું પાણી જોઈ જુવાનીયાઓની આંખો પહોળી થઇ ગઈ, નાનકડા સમુદ્ર જેવા આ તળાવ જોઇને, જુવાનીયાઓ વિચારવા લાગ્યા કે, આટલું બધું ઘી કાઢવું ક્યાંથી. પછી જુવાનીયા ગુસ્સે ભરણા અને કહેવા લાગ્યા કે તળાવમાં આટલું બધું ઘી લાવવું ક્યાંથી એ તો વિચારો.

વેવાઈએ ચોખવટ કરી ને કહી દીધું કે તળાવમાં ઘી ભરાશે તો જ આમારી દીકરીના લગ્ન થશે. નહીતર જાનને પાછી લઇ જાવ. જુવાનીયાઓ માથાકૂટ કરવા લાગ્યા અને ઝગડો કર્યો. પણ વેવાઈ મક્કમ થઈને કહ્યું કા તો તળાવ ભરો અથવા તો વિલા મોઢે પાછા જાવ. જુવાનીયા પાછા જવા માટે તૈયાર થઇ ગયા.

ત્યાં બાપા ટીપણા માંથી બહાર આવ્યા અને પૂછ્યું કે કેમ જાન લઈને પાછા ચાલ્યા. લગ્ન થઇ ગયા કે શું ? જુવાનીયા તો બાપાને પુછવા લાગ્યા ને કહેવા લાગ્યા બાપા તમે અહિયાં ક્યાંથી આવ્યા. ત્યારે બાપા એ કહ્યું કે અમે ભણ્યા નથી પણ બુદ્ધિ તમારી કરતા વધારે છે. કેમ ખાલી હાથે પાછા ફરો છો. જુવાનીયા આખી ઘટના કહી સંભળાવી અને કહ્યું કે વેવાઈને બોલાવો મારે કામ છે. ત્યારે જુવાનીયા કહે , વેવાઈ તો આખું તળાવ ઘી નું ભરવાનું કહે છે. ત્યારે બાપા કહે, આપણે ભરી નાખીએ તળાવ ઘી નું. જુવાનીયા કહે, પણ તમે આટલું ઘી લાવશો ક્યાંથી ? બાપા એ કઈ કહ્યું નહિ અને એટલું બોલ્યા કે, તમે વેવાઈને બોલાવો.

પછી વેવાઈને બોલાવ્યા, વેવાઈએ આવીને પેલા તો વડીલને નમન કર્યું અને પૂછ્યું, બોલો શું કામ છે.? ત્યારે વડીલે પૂછ્યું કે તમારી શરદ કહો શું છે. ત્યારે વેવાઈ કહ્યું આમારા ગામના ઝાંપે એક તળાવ છે તે ઘી નું ભરવાનું છે. ત્યારે વડીલે જુવાનીયાઓને કહ્યું છોકરાવ ચાલો ઘી ની તૈયારી કરો આપણે એ તળાવ ભરી દેવું છે ઘી નું અને ત્યારે જુવાનીયાવ પાછા ગુસ્સે થઈને કહેવા લાગ્યા બાપા ઘી ક્યાંથી કાઢશું. તમે છાના બેસો હું કહું એટલું કરો. ત્યાર પછી વડીલ અને વેવાઈ વાત કરતા હતા અને વડીલે માત્ર એટલું જ કહ્યું કે, “ આમે ઘી ગોતી કાઢશું તમે માત્ર તળાવને ખાલી કરી આપો” કેમ કે, તળાવ ખાલી થશે ત્યારે જ અમે ઘી તેમાં નાખી શકીશુ ને….. આ સાંભળી વેવાઈ થોડા ડઘાઈ ગયા, અને પછી ખુશ થઇ બોલ્યા, ચાલો જાનને માંડવે લઇ લો… આપણી દીકરીને યોગ્ય જગ્યા જ સસરા તરીકે મળી છે. અને વાજતે ગાજતે લગ્ન કરાવી દીધા.

આવી રીતે પહેલાના લગ્નમાં ફટાણા સામે સામે ગવાતા, તેના દ્વારા ખ્યાલ આવતો કે, સામે પક્ષ વાળા લોકો કેવા છે, ગુસ્સા વાળા છે, કે શાંત અને ચતુર છે…. આપણી દીકરી સાસરે ખુશ રહેશે કે, દુખી થશે આ બધી વાતની ખબર લોકો આવી રીતે મેળવતા…. પણ હવેના પશ્વિમના વાયરામાં ફટાણા પણ ખોવાઈ ગયા છે અને ફટાણા ગાવા વાળા પણ વૃધ્ધાશ્રમમાં બેસીને જીવનના અંતિમ શ્વાસ ગણે છે…

પછી જુવાનીયાવને ખબર પડી કે વડીલો નું શું મહત્વ હોય છે. તેમ આપણે પણ ક્યારેક આપણા જીવન રૂપી જાનને ખાલી હાથે ન લાવવી હોય તો વડીલોની સલાહો અને તેનો આદર સત્કાર કરવો.

અને જીવનમાં બધું જ શરુ કરજો સ્કુલ, મંદિર, હોસ્પિટલ, કે લાઈબ્રેરી પણ એક વસ્તુ જ્યાં એક વસ્તુ જુઓ તો હંમેશા તેને બંધ કરાવવાની કોશિશ કરજો, અને એ છે વૃધ્ધાશ્રમ…

મિત્રો, કેવો લાગ્યો આ આર્ટીકલ, તમે આ આર્ટીકલ “ગુજરાતી ડાયરાના માધ્યમથી વાંચી રહ્યા છો. એકદમ સચોટ અને અવનવી માહિતી વાળા આવા જ આર્ટીકલ વાંચવા માટે અમારા ફેસબુક પેઈજને લાઇક કરો.

આ રહી અમારા પેઇજની લીંક.www.facebook.com/gujaratdayro                 

મિત્રોઆર્ટીકલ વાંચવા માટે ધન્યવાદ. 

 

 

Leave a Comment