Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Inspiration

સફળતાના 15 સુત્રો (ભાગ-૨)… જરૂર વાંચો તમને એક સફળતા મેળવવા નવી દિશા મળશે… યોગ્ય લાગે તો જરૂર શેર કરજો.

Social Gujarati by Social Gujarati
June 13, 2018
Reading Time: 2 mins read
1
સફળતાના 15 સુત્રો (ભાગ-૨)… જરૂર વાંચો તમને એક સફળતા મેળવવા નવી દિશા મળશે… યોગ્ય લાગે તો જરૂર શેર કરજો.

આગળના ભાગ – ૧ માં આપને સફળતાના 15 સુત્રો માંથી 7 સુત્રો જોયેલા.. હવેના આર્ટીકલમાં આપને બાકીના સુત્રો 8 થી 15 આપને આ ભાગમાં જોઈશું..

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

⛳ પગલું – ૮ [પગાર કરતા વધુ કામ કરવાની આદત.]

આજકાલ સૌ નોકરિયાતોને કે યુવાનોને પૂછાતો પ્રશ્ન છે કે “તમારી સેલેરી કેટલી? કે કેટલો પગાર તમારા હાથ માં આવે?”

ખુદ નોકરિયાતો પણ આવો સવાલ કેટલાક બીજા સાથીદારોને કરતા હોય છે. આ સવાલ કરતા પણ એક મહત્વનો સવાલ એ છે કે તમે ખુદ જે કામ કરો છો તેમાં કેટલો સમય આપો છો?  તમે એ તમારા કામને ખરેખર ધગશથી અથવા મહેનત થી કરો છો? તમને તમારું કામ ખરેખર ગમે છે?

ખેર, આવા સવાલો કોઈ નથી પૂછતા હોતા બધાને બસ રસ પોતાના પગારમાં જ હોય છે. તેનો મતલબ એ નથી કે પગારમાં રસ ના રાખવો, કે યોગ્ય સેલેરી ની ઈચ્છા ના રાખવી પણ સેલેરી કરતાય જો કામને મહત્વ આપો અને મારું કામ બેસ્ટ જ હોય એવો અભિગમ અપનાવો તો સેલેરી જ નહિ તમારો આત્મવિશ્વાસ, અનુભવ અને તમારું મન પણ બીજા કરતા વધી જશે.

 

⛳ પગલું – ૯ [આકર્ષક વ્યક્તિત્વ]

આકર્ષક વ્યક્તિત્વનો મતલબ તમે મોંઘા કપડા, મોંઘા બુટ, ઘડિયાળ, મોબાઈલ જેવી વસ્તુ સાથે જો સરખાવતા હોય તો તમે સદંતર ખોટા છો. હા, મોંઘા અને સારા કપડા બાહ્ય વ્યક્તિત્વને આકર્ષક કરી શકે પરંતુ આંતરિક વ્યક્તિત્વ આપણને વધુ આકર્ષક બનાવતું હોય છે.

એક સાદગીભર્યા પણ સાફ કપડા,યોગ્ય રીતે સાફ બુટ, સાદી પણ સમયસર રહેતી ઘડીયાર, યોગ્ય વાતચીત થઈ શકે તેવો સાદો મોબાઈલ અને ખિસ્સામાં રાખેલી સસ્તી પેન તમારા બાહ્ય વ્યક્તિત્વ માટે યોગ્ય છે. તમારા વ્યક્તિત્વને તમારે સુગંધિત કરવું હોય તો થોડા સુગંધી અત્તરનો છંટકાવ સાથે તમારી અંદરથી ઉદ્દભવેલા આત્મવિશ્વાસ, દ્રઢ મનોબળ, ખડતલ શરીર અને વાંચાળ બોલીની સુગંધ પણ જરૂરી છે.

હવે તમે એક સાદા કપડામાં હોવા છતાં, તમારામાં આંતરિક વ્યક્તિત્વનું તેજ હોય તો તે તમારા બાહ્ય વ્યક્તિત્વના તેજમાં બમણો વધારો કરી દે છે. એટલે હંમેશા જેટલું ધ્યાન તમે તમારા બાહ્ય વ્યક્તિત્વ પર આપો એટલું જ ધ્યાન તમારા આંતરિક વ્યક્તિત્વ પર પણ આપો.

 

⛳ પગલું – ૧૦ [સચોટ વિચાર.]

સચોટ વિચાર એ તમારા ભવિષ્યના ભાગ્યનું ઘડતર કરે છે. જો તમે સચોટ વિચારને જીવનમાં જ્યાં સુધી નથી અપનાવતા ત્યાં સુધી તમે તમારા જીવનધોરણને નથી સુધારી શકતા.

દુનિયાની બધી શોધો શરૂઆતમાં ઘણી વખત અસફળ થાય છે પરંતુ શોધકનો તેની પાછળ સચોટ વિચાર હોવાથી અંતે તે શોધ સફળતા સુધી પહોચે જ છે. દુનિયામાં તમામ મોટા બીઝનસ પણ સચોટ વિચારના જ પરિણામ છે. પછી ભલે તે રિલાયન્સ, તાતા, અદાણી, વિપ્રો કે ઈન્ફોસીસ હોય. માણસ પોતાના મંતવ્ય જણાવવામાં પણ સચોટ ના હોય તો સામેના માણસ સુધી તેની વાત યોગ્ય રીતે પહોચતી નથી.

એટલા માટે એક સચોટ વિચાર કરનારા બનો તો, આજે નહી તો કાલે તમે સફળ બનશો જ.

 

⛳ પગલું- ૧૧- [એકાગ્રતા]   

આજના માતાપિતા, શિક્ષકો અને વડીલોની એક જ ચિંતા રહેલી હોય છે કે વિદ્યાર્થીઓ એકાગ્રતા જાળવતા જ નથી હોતા. તે એકાગ્ર થઈને અભ્યાસમાં ધ્યાન નથી આપતા પણ હા, એકાગ્ર થઇ મોબાઈલ કે સોશિયલ મીડિયામાં રચ્યા પચ્યા રહે છે. આ પ્રશ્ન વિદ્યાર્થીઓનો જ નથી પરંતુ યુવાનો, નોકરિયાતો તેમજ ધંધાકીય વર્ગનો પણ છે.

તમે પહેલી વખત પ્રયાસ કરો ત્યારે એકાગ્રતામાં પારંગત થઇ જવાની અપેક્ષા ના રાખશો. પહેલા તો તમે જે નાના કામો કરો છો, જેમ કે પેન્સિલની અણી કાઢવી, એક પેકેટને કાગળ માં વીંટવું, એક પત્ર પર સરનામું લખવું વગેરે પર એકાગ્ર થતા શીખો. તમે જે શરુ કર્યું છે તેને પૂરું કરવાની આ અદ્દભુત કળામાં પરફેક્શન લાવવાની રીત છે, તમે કરો છો તે દરેક કામ સાથે આને જોડીને કરવાની ટેવ પડવી, ભલે તે ગમે તેટલું નાનું કામ હોય. તમે જે સૌપ્રથમ જાણશો તે એ છે કે આ નિયમિત આદત બની જશે અને તમે કોઈ પ્રયાસ વગર તે આપોઆપ કરશો. આવી નાની નાની આદતોનું મહત્વ સફળતા અને નિષ્ફળતા વચ્ચે નું છે.

એકાગ્રચિત્ત એ સફળતાના આ પગલામાં અત્યંત મહત્વ ધરાવે છે કેમ કે એકાગ્રતા વગર કોઈ પણ કાર્ય કે નિર્ણય યોગ્ય રીતે નથી લઇ શકતા.

 

⛳ પગલું – [૧૨ દ્રઢનિશ્વય]

સચોટ વિચાર પછીના આ પગલામાં દ્રઢનિશ્વયનો સમાવેશ થાય છે, દ્રઢનિશ્વય એ ખુબ જ જરૂરી પગલું છે. દ્રઢનિશ્વય વડે આપણે કોઈ પણ કામ તેના અંજામ સુધી પહોંચાડી શકીએ છીએ. કોઈ કામમાં ઢીલ કરવી એ દ્રઢનિશ્વયના અભાવને આપણે સચોટ વિચાર અને એકાગ્રતા જેવા પગલાઓ વડે ટાળી શકીએ.

આજનો યુવાન જો દ્રઢનિશ્વય કરીને કોઈ પણ કાર્ય કરવાનું વિચારે તો તે કામમાં આજે નહિ તો કાલે સફળતા ચોક્કસ મેળવે છે.

⛳ પગલું –  ૧૩ – [નિષ્ફળતામાંથી શીખવું.]

કહેવાય છે કે એક સફળતા સો નિષ્ફળતા માંથી પસાર થઈને આવે છે, હા, એનો મતલબ એ નથી કે, દર વખતે સો નિષ્ફળતા પછી જ સફળતા મળે પણ સફળતા મેળવતી વખતે નિષ્ફળતાનો સામનો કરવો પડે છે પણ યાદ રાખો કોઈ નિષ્ફળતાએ કાયમી નથી પણ દરેક નિષ્ફળતા માંથી નીકળવાનો રસ્તો આપણે શોધી કાઢવો પડે છે. આ રીતે આપણે નિષ્ફળતાને પણ સફળતા મેળવવાના હથિયાર તરીકે વાપરી શકીએ છીએ.

આમ, જોઇએતો નિષ્ફળતાએ માનવી ની સાચી પ્રકૃતિ બહાર લાવતી એક પ્રક્રિયા છે. તેનાથી ખબર પડી જાય છે કે માણસ ખરેખર કઈ પ્રકૃતિ ધરાવે છે. “ નિષ્ફળતાને ધિક્કારો નહિ તેમના વજન હેઠળ તમારી ચકાસણી નો અધિકાર આપવા માટે ઈશ્વરનો આભાર માનો.

 

⛳ પગલું – ૧૪ – [સહિષ્ણુતા]

આ એક એવી તાકાત છે જેને યોગ્ય રીતે ઉપયોગ માં લેવાય તો દુનિયામાં ઘણા બધા ફેરફાર કરી શકાય છે. એક અસંસ્કૃત બાળકને તેના જન્મ પછી તરત જ તેના માં-બાપ થી દુર કરી દો અને એક સંસ્કૃત વાતાવરણમાં તેને આધુનિક ઘરમાં તેને ઉછેરો તો તે બાળક બધીજ લાક્ષણિકતાઓ ગ્રહણ કરી લે છે અને આ વરસો હંમેશા તેની સાથે જ રહેશે.

એક વાત યાદ રાખો તમે જેની પુરતી તપાસ નથી કરી તેને ન વખોડવું જ ઉત્તમ છે. કારણ કે આ આદત એવા મગજનો નિષ્કર્ષ છે જેના પર અસમજણ તથા પૂર્વ ગ્રહનું શાસન છે.

જે લોકો તમને નથી ગમતા તેમની તમારે નિંદા જ કરવી પડે એમ હોય તો તમારી ફરિયાદને વાચા ન આપવાની કાળજી રાખો પરંતુ તેમને લખી લો અને તે એવી જગ્યાએ લખો કે જલ્દીથી પરિસ્થિતિ સારી થતા તેને ભૂસી પણ શકો.

⛳ પગલું – ૧૫ – [ગોલ્ડન રૂલ ને લાગુ કરવો]

આ ગોલ્ડન રૂલ એ વસ્તુ છે કે જેના વડે આગળના ૧૪ પગલાઓને વ્યવસ્થિત ગોઠવી તેનું જીવનમાં અવલોકન કરી તેનામાંથી મળતી શક્તિઓ અને સિદ્ધિને સાથે લઇ જીવનમાં વધુ આગળ વધવું. વ્યક્તિ આગળના ૧૪ પગલાઓને તેના એકદમ નિયંત્રણમાં લઇ શકે પરંતુ ૧૫માં પગલા વડે જો તેના પ્રયાસોને માર્ગદર્શન આપવામાં નિષ્ફળ જાય તો તે કાયમી સફળતા મેળવી ન શકે.

 

આગળ ના ૧૪ પગલા એના મિશ્રણથી શક્તિ વિકસાવી શકાય પરંતુ આ ગોલ્ડન રૂલના સિધ્ધાંત વડે માર્ગદર્શન ન અપાય તો તે શક્તિ સફળતાના બદલે નિષ્ફળતામાં પણ પરિવર્તિત થઇ શકે.

આમ, નેપોલિયન હિલ દ્વારા લાખાયેલ આ ૧૫ સફળતાની નિશાનીઓ જો આપણે લાઈફમાં અપનાવીએ અને તેના પર અડગ રહીએ તો સફળતા આજે નહિ તો કાલે ચોકક્સ મળશે જ.

જો આ ૧૫ નિશાની તમને પસંદ પડતી હોય તો તમારા મિત્રોને પણ જણાવજો જેથી તે તેમના જીવનમાં જૂની અને અઘરી સફળતાની વ્યાખ્યા બદલીને સફળતાની એક નવી અને સરળ વ્યાખ્યા સમજી તેને મેળવવા આગળ વધી શકે.    

⛳ પાછળ ના પગલા ભાગ – 1  વાંચવા માટે અહી ક્લિક કરો -> સફળતાના 15 સુત્રો (ભાગ- ૧)

મિત્રો, કેવો લાગ્યો આ આર્ટીકલ, તમે આ આર્ટીકલ “ગુજરાતી ડાયરા”ના માધ્યમથી વાંચી રહ્યા છો. એકદમ સચોટ અને અવનવી માહિતી વાળા આવા જ આર્ટીકલ વાંચવા માટે અમારા ફેસબુક પેઈજને લાઇક કરો.

આ રહી અમારા પેઇજની લીંક.www.facebook.com/gujaratdayro

 મિત્રો, આર્ટીકલ વાંચવા માટે ધન્યવાદ.

Tags: BEST MOTIVATIONBEST TIPSFOCUSGOOD THOUGHTMotivationSUCCSuccess
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
તથ્યો અને હકીકતો

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

January 17, 2024
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
Next Post
લોહીની કમીને ઝડપથી પૂર્ણ કરતુ કંદમૂળ એટલે “બીટ”.- લોહીની કમી વાળા લોકોએ જરૂર બીટનું સેવન કરવું…

લોહીની કમીને ઝડપથી પૂર્ણ કરતુ કંદમૂળ એટલે "બીટ".- લોહીની કમી વાળા લોકોએ જરૂર બીટનું સેવન કરવું...

રવિવારે રજા કેમ રાખવામાં આવે છે….શું તમને આ પાછળનો ઈતિહાસ ખબર છે? જરૂર જાણો આ પાછળનું કારણ.

રવિવારે રજા કેમ રાખવામાં આવે છે....શું તમને આ પાછળનો ઈતિહાસ ખબર છે? જરૂર જાણો આ પાછળનું કારણ.

Comments 1

  1. Dipakkumar RAIJIBHAI PARGI says:
    5 years ago

    Nice

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ફક્ત આ 1 ગ્લાસ બદલી દેશે તમારા સફેદ વાળની કિસ્મત… તમામ સફેદ વાળને કરી દેશે એકદમ ચમકદાર, સુંદર અને કાળા ભમ્મર…. જાણો ઉપયોગની રીત…

ફક્ત આ 1 ગ્લાસ બદલી દેશે તમારા સફેદ વાળની કિસ્મત… તમામ સફેદ વાળને કરી દેશે એકદમ ચમકદાર, સુંદર અને કાળા ભમ્મર…. જાણો ઉપયોગની રીત…

September 10, 2022
ગાડીનું એર ફિલ્ટર જામ થાય તો થઈ જજો સાવધાન, નહિ તો ગાડી થશે ખરાબ અને આવશે 7 મોંઘા ખર્ચા… એવરેજ પણ થઈ જશે ઓછી…

ગાડીનું એર ફિલ્ટર જામ થાય તો થઈ જજો સાવધાન, નહિ તો ગાડી થશે ખરાબ અને આવશે 7 મોંઘા ખર્ચા… એવરેજ પણ થઈ જશે ઓછી…

October 26, 2023
રોજિંદા ભોજન બનાવવા ખાવું જોઈએ આ ખાસ તેલ. કોલેસ્ટ્રોલ, કેન્સર બચી જશો ગંભીર બીમારીઓથી. કફ-શરદી અને ત્વચાના રોગો પણ નાબુદ થઈ જશે…

રોજિંદા ભોજન બનાવવા ખાવું જોઈએ આ ખાસ તેલ. કોલેસ્ટ્રોલ, કેન્સર બચી જશો ગંભીર બીમારીઓથી. કફ-શરદી અને ત્વચાના રોગો પણ નાબુદ થઈ જશે…

January 13, 2023

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.