બોલીવુડની આ સુંદર અભિનેત્રી પર આવી ગયું હતું નાના પાટેકરનું દિલ | પણ આ કારણે લગ્ન ના થયા

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

💁 બોલીવુડની આ સુંદર અભિનેત્રી પર આવી ગયું હતું નાના પાટેકરનું દિલ અને કરવા માંગતા હતા તેની સાથે લગ્ન… 💁

🤵 મિત્રો નાના પાટેકરની ગણતરી બોલીવુડના એક સારા અભિનેતા તરીકે કરવામાં આવે છે. તેઓ પોતાના કામ પ્રત્યે ખુબ પ્રમાણિક નજર આવે છે અને તેઓ પોતાના ડાઈલોગ અને એક્ટિંગના કારણે વધારે પ્રખ્યાત થયા છે. મિત્રો ગમે તે હોય પણ નાના પાટેકર જેવી ડાઈલોગ બોલવાની એક અનોખી છટા અને સ્ટાઈલ બોલીવુડમાં બીજા કોઈ અભિનેતાની નથી.

Image Source :

🤵 એટલું જ નહિ પરંતુ મિત્રો નાના પાટેકર પોતાની એક્ટિંગમાં  ક્યારેક એટલા ઘુસી જતા હોય છે કે દર્શકોને ક્યારેક એવું લાગે છે કે ફિલ્મમાં થતી બધી જ વસ્તુ હકીકતમાં થઇ રહી છે. તેઓ હિન્દી અને મરાઠી ફિલ્મોમાં અભિનય કરે છે. નાના પાટેકરે પોતાના ફિલ્મી કરિયરમાં ઘણી સુપર હિટ ફિલ્મો આપેલી છે. અને આ સાથે સાથે નાના પાટેકર તેવા અભીનેતોમાંથી એક છે, જે જરૂરીયાત વાળા લોકોની સહાય કરવામાં સૌથી આગળ હોય છે.

🤵 પરંતુ મિત્રો નાના પાટેકરની આ બધી વાતો તો લગભગ લોકો જાણતા જ હશે. પરંતુ આજે અમે તમને તેની લવ સ્ટોરીની વાત કરવા જઇ રહ્યા છીએ જેની ઘણા ઓછા લોકોને ખબર હોય છે. મિત્રો બોલીવુડની ખુબ સુંદર અભિનેત્રી પર નાના પાટેકરનું દિલ આવી ગયું હતું. એટલું જ નહિ પરંતુ નાના પાટેકર તેમની સાથે લગ્ન પણ કરવા માંગતા હતા. તો ચાલો જાણીએ કે કોણ હતી તે સુંદર અભિનેત્રી જે એક સમયે લાખો દર્શકોના દિલો પર રાજ કરતી હતી અને નાના પાટેકર તેમને પ્રેમ કરતા હતા. તો શા માટે ન થયા તેમના લગ્ન તે અભિનેત્રી સાથે.

Image Source :

👰 મિત્રો જે અભિનેત્રી પર નાના પાટેકરનું દિલ આવી ગયું હતું તેનું નામ છે મનીષા કોયરાલા. તે એક સમયની ખુબ જ પ્રખ્યાત અભિનેત્રી રહી ચુકેલ છે. તમને જણાવી દઈએ કે મનીષા કોયરાલા નેપાળની રહેવાસી છે. મનીષા તેમની સુંદરતા અને તેના અભિનયના કારણે બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં પોતાની એક આગવી ઓળખ બનાવી છે.

👰 તમને જણાવી દઈએ કે મનીષા કોયરાલા અને નાના પાટેકરે ઘણી ફિલ્મોમાં સાથે કામ કરેલું છે. અને તે ફિલ્મોમાં સાથે કામ કરતા સમયે તેઓ એકબીજાના ઘણા નજીક આવી ચુક્યા હતા. એક જાણકારી અનુસાર એવું પણ કહેવાય છે કે નાના પાટેકર પોતાના જીવથી પણ વધારે પ્રેમ મનીષા કોયરાલાને કરતા હતા. નાના પાટેકર તેમની સાથે લગ્ન પણ કરવા માંગતા હતા.

Image Source :

👰 પરંતુ મિત્રો તમને એ પણ જણાવી દઈએ કે નાના પાટેકરનો આ પ્રેમ એક તરફનો ન હતો. બંનેએ અગ્નિસાક્ષી ફિલ્મમાં સાથે કામ કર્યું ત્યાર બાદ તેમની લવ સ્ટોરી ચાલુ થઇ હતી. પરંતુ અફસોસ કે તે સ્ટોરી અધુરી જ રહી ગઈ હતી. તેમની આ સ્ટોરી અધુરી રહેવાના ઘણા કારણો સામે આવેલા છે. જેમાંથી એક એ છે કે જ્યારે તેઓ બંને એકબીજાના પ્રેમમાં પડ્યા ત્યારે નાના પાટેકર પહેલેથી જ પરણિત હતા અને જ્યારે નાના પાટેકર લગ્નની વાત કરતા ત્યારે મનીષાએ પહેલી પત્નીથી તલાખ લેવા કહ્યું. પરંતુ નાના એ તલાખ લેવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. ત્યાર બાદ બંને વચ્ચેનો સંબંધ ખતમ થવા લાગ્યો હતો.

Image Source :

👰 તો એવું પણ કારણ ચર્ચામાં રહ્યું હતું કે નાના પાટેકર મનીષાને લઈને ખુબ જ પઝેસીવ રહેતા હતા અને તેના કારણે નાના પાટેકર મનીષા પર ગુસ્સો પણ કરતા. જેના કારણે તેઓ એકબીજા સાથેનો સંબંધ આગળ ન વધારી શક્યા.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

Leave a Comment