અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
💁 જાણો શા માટે માધુરી દીક્ષિત સંજય દત્ત સાથે લગ્ન ન કરી શકી… તેનું કારણ જાણીને તમે પણ અચરજ પામશો…. 💁
💃 બોલીવુડની ધક ધક ગર્લ માધુરી દીક્ષિત એવી અદાકારા છે જે પોતાની સાદગીથી લોકોનું દિલ જીતી લે છે. ભલે આજે તે ઉંમરના એ પડાવ પર આવી ગઈ જેના કારણે તેને જે રોલ પ્લે કરવા હોય એ ન મળે, પરંતુ એક સમય હતો જ્યારે બોલીવુડમાં માધુરી દીક્ષિતના નામનો સિક્કો ચાલતો હતો. ફિલ્મ મેકર્સ માધુરી દીક્ષિતને સૌથી પહેલા કામ માટે પૂછતાં હતા.
💃 મિત્રો એટલું જ નહિ પણ એવું પણ કહેવાય છે કે, ફિલ્મ મેકર્સ માધુરી દીક્ષિતની ખુબસુરતી અને એક્ટિંગ પર એટલા ફિદા થઇ ગયા હતા કે પોતાના ફિલ્મમાં હિરોઈન માટેની પહેલી પસંદ માધુરી દીક્ષિત જ થતી હતી. પરંતુ ભલે તેનની થોડી ઉંમર વધી ગઈ છે પરંતુ આજે પણ માધુરી દીક્ષિતના ચાર્મિંગ લુકને જોવા લોકો આતુર હોય છે. અને તેમની અદાઓ તો હજુ જોવા મળે છે.
💃 સામાન્ય રીતે આપણે માધુરી દીક્ષિતની અદાકારી અને ફિલ્મો વિશે ઘણું સાંભળતા આવ્યા છીએ. પરંતુ તેમના જીવનમાં થયેલ પ્રેમના કિસ્સાઓને તમે ઘણા ઓછા સાંભળ્યા હશે. પરંતુ એક વાત તો છે કે મિટ ડાઉનની અધુરી લવ સ્ટોરીની વાત આવે ત્યારે માધુરી દીક્ષિત અને સંજય દત્તનું જ નામ યાદ કરવામાં આવે છે.
👫 એક સમય એવો પણ હતો જ્યારે માધુરી દીક્ષિત અને સંજય દત્તની પ્રેમ કહાનીની ચર્ચાઓ ચરમ સીમા પર હતી. બંનેએ ફિલ્મ થાનેદારમાં સાથે કામ કર્યું હતું ત્યારબાદ બને એક બીજાના પ્રેમમાં ગિરફ્તાર થઇ ગયા હતા. તે સમયના એક રીપોર્ટ પ્રમાણે સંજય દત્ત કલાકો સુધી માધુરી દીક્ષિત સાથે ફોન પર વાતો કરતા હતા અને આ ફોનનું બીલ ફિલ્મ મેકર્સે ભરવું પડતું હતું.
👫 ફિલ્મ થાનેદાર પછી ફરી પાછી બંનેની કેમેસ્ટ્રી ફિલ્મ સાજનમાં જોવા મળી હતી. ખબર અનુસાર આ ફિલ્મ દરમિયાન સંજય દત્ત અને માધુરી દીક્ષિત એકબીજાની ખુબ નજીક આવવા લાગ્યા હતા. પરંતુ સંજય દત્ત તે સમયે વિવાહીત હતા. પરંતુ તેમની પત્ની તેમને છોડીને અમેરિકા જતી રહી હતી. ત્યારબાદ બંનેનો પ્રેમ સતત વધતો જ રહ્યો.
👫 પરંતુ મિત્રો કદાચ ભગવાનને તેની લવ સ્ટોરી મંજુર નહિ હોય. કારણ કે ત્યારબાદ બંને વચ્ચે એક એવી સુનામી આવી જેમાં બંનેનો પ્રેમ તહેસનહેસ થઇ ગયો હતો. એ સમય હતો જ્યારે સંજય દત્ત આર્મ્સ એકટ અંતર્ગત જેલમાં ચાલ્યા ગયા હતા. ત્યારે માધુરી એક પણ વાર સંજય દત્તને જેલમાં મળવા માટે ગઈ ન હતી અને આ વાતથી સંજય દત્ત ખુબ જ ખફા થઇ ગયા હતા.
👩✈️ રીપોર્ટ અનુસાર એવું સામે આવ્યું હતું કે છે કે સંજય દત્ત જ્યારે જેલમાંથી બહાર આવ્યા ત્યારબાદ પણ માધુરી દીક્ષિત તેમને મળવા ગઈ ન હતી. ત્યારબાદ સંજય દત્ત માધુરી દીક્ષિતથી એટલા ખફા થઇ ગયા કે તેમણે માધુરી દીક્ષિત સાથે ફિલ્મ કરવાનું પણ બંધ કરી દીધું.
👩✈️ કહેવાય છે કે સંજય દત્ત માધુરી દીક્ષિત સાથે લગ્ન પણ કરવાના હતા. પરંતુ સંજય દત્તના જેલ ગયા બાદ માધુરી દીક્ષિતનો રવૈયો બદલાઈ ગયો, જેના કારણે બંને વચ્ચેના સંબંધો તૂટી ગયા હતા. એક રીપોર્ટ અનુસાર એવું પણ કહેવાયું છે કે માધુરી દીક્ષિત તે સમયે ટોપ લીસ્ટમાં આવતી હતી અને તેને લાગ્યું કે સંજય સાથે લગ્ન કર્યા બાદ તેનું કરિયર ખતમ ન થઇ જાય. કારણ કે સંજય દત્ત પર એક ગંભીર આરોપ લાગેલો હતો.
👩✈️ પરંતુ આજે તેઓ બંને પોતાની જિંદગીમાં વ્યસ્ત છે અને તેઓ પોતાના પરિવાર સાથે ખુબ ખુશીથી જીવન ગાળી રહ્યા છે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી