10 એવા સેલેબ્રીટી કે જેમની સગાઇ તો થઇ હતી પરંતુ લગ્ન થયા નહિ. આ વાત તમને નહિ ખબર હોય

10 એવા સેલેબ્રીટી કે જેમની સગાઇ તો થઇ હતી પરંતુ લગ્ન ક્યારેય થયા નહિ.

મિત્રો આપણી બોલીવુડ ઇન્ડસ્ટ્રી અને તેમાં છવાયેલા લોકો વિશે ચર્ચાઓ અવારનવાર ચાલતી જ હોય છે. કોઈ હીરો હિરોઈન સાથે લગ્ન કરે અથવા તો તલાક, તેઓ ખુબ ચર્ચામાં રહે છે. પરંતુ આજે અમે દસ એવી સેલેબ્રીટી વિશે જણાવા જઇ રહ્યા છીએ કે જેમની સગાઇ તો ખુબ જ ખુશી પૂર્વક અને આનંદ દાયક થઇ હતી. પરંતુ તેમના તેમના લગ્ન ક્યારેય થયા જ નહિ.

સૌથી પહેલા વાત કરીએ તો તે છે અભિષેક બચ્ચન અને કરિશ્મા કપૂર.અભિષેક અને કરિશ્માની સગાઇ અમિતાભ બચ્ચાંના 60 માં જન્મ દિવસે થઇ હતી.પરંતુ તેમની સગાઈના થોડા મહિના બાદ બંને વચ્ચે બ્રેક અપ થઇ ગયું જેના કારણે તેમના લગ્ન થયા નહિ.

બીજા અભિનેતા છે આપણા બોલીવુડના ખિલાડી કુમાર એટલે કે અક્ષય કુમાર. જેની પત્ની હાલમાં ટ્વિન્કલ ખન્ના છે. પરંતુ અક્ષયની  સગાઇ પાહેલા રવિના ટંડન સાથે થઇ હતી. તે બંને પોતાના રોમાંસ સંબંધના લીધે સ્ક્રીન પર અને હકીકતમાં પણ ખુબ ચર્ચિત હતા. તેમનો સંબંધ બરાબર ચાલી રહ્યો હતો પરંતુ થોડા સમય પછી રવીનાને તે સંબંધમાં રસ ન રહ્યો.

ત્યાર બાદ અક્ષય કુમારના શિલ્પા શેટ્ટી સાથે પણ સંબંધો રહેલા હતા. તેઓ વચ્ચે પણ સીરીયસ રીલેશનશીપ હતી. શિલ્પા શેટ્ટીને અક્ષય કુમાર ખુબ જ પસંદ હતો અને તે ખુબ જ ચાહતી હતી. પરંતુ તેઓએ ક્યારેય લગ્ન કર્યા નહિ અને બંને સંબંધમાંથી મુક્ત થઇ ગયા.

ત્યાર બાદ છે ખુબસુરત અભિનેત્રી ગોહર ખાન અને સાજીદ ખાન. ફિલ્મ નિર્માતા સાજીદ ખાનના અભિનેત્રી ગોહર ખાન સાથે સંબંધો હતા. પરંતુ તેઓના લગ્ન પણ શક્ય બન્યા નહિ.

ત્યાર પછી આવે છે મીડિયામાં ખુબ જ ચર્ચિત અભિનેત્રી રાખી સાવંત અને એલેશ પર્જુનવાલા. રાખી સાવંતે એલેશને પોતાના એક રીયાલીટી શોમાં પસંદ કર્યો હતો. જે શો નું નામ હતું રાખી કાં સ્વયંવર. પરંતુ શો ખતમ થયા બાદ બંને વચ્ચે બ્રેક અપ થઇ ગયું હતું. જેથી સ્વયંવરમાં પસંદ કરાયેલ છોકરા સાથે રાખીના લગ્ન થયા જ નહિ.

પછી આવે છે અભિનેતા વિવેક ઓબેરોય અને ગુરપ્રીત ગીલ. અભિનેતા વિવેક ઓબેરોયએ ગુરપ્રીત ગીલ સાથે સગાઇ તો કરી પરંતુ તેમના લગ્ન થયા નહિ.

ત્યાર બાદ છે બોલીવુડની હોટેસ્ટ અભિનેત્રી મલિકા શેરાવત અને વિજય. તેઓ બંને પહેલી વાર એક શો માં મળ્યા હતા જેનું નામ હતું મેરે ખયાલોકી મલ્લિકા. ત્યાર બાદ તેઓ વચ્ચે મળવાનું વધ્યું અને તેમણે પોતાનો સંબંધ આગળ વધાર્યો. પરંતુ થોડા સમય બાદ તેમની વચ્ચે બ્રેકપ થઇ ગયું જેથી તેમના લગ્ન થયા નહિ.

મિત્રો બધાના ચાહિતા સલમાન ખાનનું નામ પણ આ લીસ્ટમાં આવે છે. સલમાન ખાન અને સંગીતા બીજલાણી બંને એક બીજા સાથે ખુબ સીરીયસ રીલેશનશીપમાં હતા.એટલું જ નહિ મિત્રો બંનેના વેડિંગ કાર્ડ પણ છપાઈ ગયા હતા પરંતુ સંગીતા બીજલાણીએ લગ્નની નાં પાડી દીધી. જો ત્યારે તેમણે હા પાડી દીધી હોત તો સલમાન આજે કુવારા ન હોત.

પ્રખ્યાત સીરીયલ એકટર સાક્ષી તનવારે વિશાલ દાદલાણી સાથે સગાઇ કરેલી હતી પરંતુ કોઈ કારણોસર તેમના લગ્ન થયા નહિ.

તો મિત્રો આ હતા બોલીવુડના એવા અભિનેતાઓ કે જેમની સગાઇ તો રાજીખુશી થઇ પરંતુ ક્યારેય તેમના લગ્ન શક્ય થયા નહિ.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Leave a Comment