4 વર્ષની છોકરીએ કર્યા 30 વર્ષના છોકરા સાથે લગ્ન | ઘરનાએ પણ આપી પરવાનગી | પાછળ રહેલું છે આ ખાસ કારણ…

4 વર્ષની છોકરીએ કર્યા 30 વર્ષના છોકરા સાથે લગ્ન… જાણો એક અદ્દભુત જ લવ સ્ટોરી….

મિત્રો આપણે બધા એવું સાંભળતા આવ્યા છીએ કે પ્રેમ ક્યારેય ઉંમર, રંગ, રૂપ કે જાત-પાત અને પૈસા જોવાતા નથી. પરંતુ આજે અમે આ લેખમાં એક અજીબ પ્રેમ કહાની વિશે તમને જણાવશું. આ સત્ય ઘટના વાંચીને કદાચ તમને વિશ્વાસ પણ ન આવે. આ વાત છે એક નાની છોકરીની અને ડોક્ટર વચ્ચે થયેલા પ્રેમની.

અમે જે છોકરીની વાત કરી રહ્યા છીએ તેનું નામ એબી છે. મિત્રો એબી જ્યારે 4 વર્ષની હતી ત્યારે તેના નસીબમાં અન્ય બાળકોની જેમ રમવાની બદલે કંઈ અલગ જ લખાયેલું હતું. સામાન્ય રીતે 4 વર્ષનું બાળક બેદરકાર રહેતું હોય છે. તેને કોઈ પણ વસ્તુ કે સમાજ વિશેનું ભાન કે ચિંતા હોતી નથી. પરંતુ એબીનો કેસ આ બાબતથી બિલકુલ વિપરીત છે. કારણ કે ત્યારે એબીને લ્યુકેમિયા નામની ખતરનાક બીમારી હતી. જેના કારણે મિત્રો સાથે બહાર રમવાની બદલે તેણે હોસ્પીટલની ચાર દિવાલની વચ્ચે જ કેદ થઈને રહેવું પડતું હતું.

ત્યારે હોસ્પીટલમાં જ્યારે પણ એબીની રીપોર્ટ કરવામાં આવતો તો તેનો રીપોર્ટ ગંભીર જ આવતો. તેમ છતાં પણ એબી હંમેશા હસતી રહેતી. તે જ્યારે હોસ્પીટલમાં જ સારવાર માટે હતી ત્યારે ઓપરેશન દરમિયાન એબીની મુલાકાત એક વ્યક્તિ સાથે થઇ. તે વ્યક્તિ રોજે એબીને મળવા આવવા લાગ્યો. જેનું નામ મેટ હેક્લીન હતું. મેટ તે હોસ્પીટલમાં એક નર્સ બોયનું કાર્ય કરતો હતો. એબીને પણ મેટ ખુબ જ પસંદ કરવા લાગ્યો.

કોઈ આ વાત પાછળનું કારણ ન જાણતા હતા. એબીએ મેટને જ પોતાની દુનિયા માની લીધી હતી અને સારવાર દરમિયાન બંને વચ્ચેનો સંબંધ પ્રેમમાં બદલવા લાગ્યો. ત્યાર બાદ એબીએ પોતાની માતાને જણાવ્યું કે તે મેટ સાથે લગ્ન કરવા માંગે છે. મિત્રો આ કોઈ મજાક કે કહાની નથી, પરંતુ આ એકદમ સત્ય વાત છે. જો તમને વિશ્વાસ ન આવતો હોય તો તમે ઈન્ટરનેટ પર પણ સર્ચ કરી શકો છો. તમને તેના પર પણ આ વાતની વાસ્તવિકતાનો ખ્યાલ આવી જશે.

થોડા દિવસો બાદ મેટને એક કોલ આવ્યો અને તે કોલથી એકદમ દંગ રહી ગયો. કારણ કે તે કોલ એબીની માતાએ કર્યો હતો અને તેણે મેટને એબી સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મુક્યો હતો અને હોસ્પીટલનો સ્ટાફ પણ એબીની આ ઈચ્છા પૂરી કરવા માટે તૈયાર થઇ ગયો. મેટને પણ લાગ્યું કે એબી ખરેખર તેની સાથે લગ્ન કરવા માંગે છે અને આખરે એ દિવસ પણ આવી ગયો જ્યારે આખી હોસ્પિટલને સજાવવામાં આવી અને અને હોસ્પીટલના સ્ટાફે એબીને દુલ્હનના કપડાં પહેરાવ્યા.

અન્ય લગ્નની જેમ જ એબી અને મેટે પણ લગ્ન કર્યા. આ ખરેખર ગજબની ઘટના હતી. એબી અને મેટે એક બીજાને વીંટી પહેરાવી અને કેક કાપી. મેટે જણાવ્યું કે તેને આ લગ્નમાં કંઈ પણ અજીબ નથી લાગ્યું. મેટ અને એબીના લગ્ન આખી દુનિયામાં વાયરલ થઇ ગયા. મેટે જણાવ્યું કે તે ખરેખર ખુશ છે અને એબીને સપોર્ટ કરવા માટે મેટથી જે થઇ શકતું હતું તે કર્યું. મિત્રો મેટ એક સારો વ્યક્તિ હતો કે જેણે એબીની ખુશી માટે અને તેની ઈચ્છા પૂરી કરવા માટે એબી સાથે લગ્ન કર્યા.

તો મિત્રો આવી ઘટનાઓ પરથી ખરેખર એવું સાબિત થાય છે કે જ્યારે આપણી અંદર કોઈના માટે સાચા પ્રેમ અને પસંદની ભાવના જાગે છે ત્યારે આપણે તે વ્યક્તિની ઉંમર, રંગ, રૂપ, જાત, પાત કે પૈસા કંઈ પણ નથી મહત્વ નથી રાખતું. મેટે એબી સાથે માત્ર એટલા માટે લગ્ન કર્યા હતા કેમ કે એબી મેટને પ્રેમ કરતી હતી અને તે બીમાર પણ હતી. મેટે તેની લાગણીઓ અને પ્રેમનું સમ્માન સાચવ્યું અને એબી સાથે લગ્ન કર્યા.

તો મિત્રો આ સત્ય ઘટના પરથી એવું સાબિત થાય છે કે જ્યારે સામેની વ્યક્તિ પ્રેમ કરતી હોય તો તેની લાગણીઓ માટે પણ લગ્ન કરવા જોઈએ. શું ખબર તેના જીવનમાં બદલાવ આવી જાય. તો મિત્રો કોમેન્ટ કરો અને અમને જણાવો તમારો અભિપ્રાય….

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Leave a Comment