આજકાલ લોકો પનીરનું સેવન વધુ કરતા થયા છે. સામાન્ય રીતે પનીરની કિંમત 1 કિલોના 300 થી 600 રૂપિયા હોય છે. પરંતુ ભારતમાં એક એવી જગ્યા પણ છે જ્યાં પનીર માત્ર 5 રૂપિયા કિલોમાં મળતું હતું. મિત્રો અમે વાત કરી રહ્યા છીએ કે ઉતરાખંડમાં મસુરી નજીક આવેલા રૌતુના બેલી ગામની. જ્યાં એટલું બધું પનીર બનાવવામાં આવે છે કે, આ ગામનું નામ પનીર વાળું ગામ રાખવામાં આવ્યું છે. 1980 માં જ્યારે કુંવરસિંહ પંવાર નામના વ્યક્તિએ પનીર વેંચવાનું શરૂ કર્યું પછી પનીર ચારથી પાંચ રૂપિયામાં 1 કિલોમાં વેંચાતું હતું. આ પનીરની માંગ એટલી છે કે, દૂર-દૂરથી લોકો અહિયાં પનીર લેવા માટે આવે છે.
પનીર ખાવાથી ઘણા ફાયદા પણ થાય છે. જો તમને કામના દબાણથી ટેન્શન થતું હોય તો તે પનીર ખાવાથી ટાળી શકાય છે. પનીરમાં પ્રોટીન ઉપરાંત, એવા ઘણા બધા તત્વો છે કે, જે આરોગ્ય માટે ફાયદાકારક છે. જાણીતા આયુર્વેદ નિષ્ણાંતોએ તેના લાભ પણ જણાવ્યા છે. જો તમને રાત્રે ઊંઘ ન આવતી હોય અથવા તણાવથી પીડિત છો, તો ઊંઘ પહેલા પનીરનું સેવન કરો. ઊંઘ સારી આવશે. પનીરમાં ટ્રીપટો ફન એમીનો એસિડ હોય છે, જે તણાવ ઘટાડવા અને ઊંઘ વધારવામાં મદદરૂપ થઈ શકે છે.
પનીરનો વપરાશ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. જો રોગ પ્રતિકારક શક્તિ મજબૂત હોય તો રોગ સામે લડવા માટે શરીરની ક્ષમતા વધે છે. સાંધાના રોગોમાં પણ પનીરની વપરાશ ફાયદાકારક છે. પનીરમાં પ્રોટીન, કેલ્શિયમ અને વિટામિન્સ અને ખનીજ ખુબ જ માત્રામાં હોય છે. દાંતને મજબુત કરવા કેલ્શિયમ ખુબ જ મહત્વપૂર્ણ છે. પનીરમાં કેલ્શિયમ ઉંચી માત્રામાં જોવા મળે છે. પનીર સેલ્વિઆના પ્રવાહમાં વધારો કરે છે અને દાંતથી એસિડ અને શર્કરાને સાફ કરે છે. એટલા માટે પનીર સ્વાસ્થ્ય માટે ખુબ જ ઉપયોગી છે.
કોઈ સામાન્ય પનીર નથી પણ પનીર ગામનું ખાસ પનીર છે. સ્વાદ અને સ્વાસ્થ્યમાં આશ્ચર્યજનક, આ પનીર ઉતરાખંડના લોકોમાં એકદમ લોક પ્રિય છે. આ પનીર કોઈ ફેક્ટરી અથવા મોટી ડેરીમાં બનાવવામાં આવતું નથી, પરંતુ તે મસૂરી નજીક ટિહરી જીલ્લાના રૌતુના બેલી ગામમાં ઘરે ઘરે બનાવવામાં આવે છે. પનીર વેંચવાનું અહિયાં લોકોનું મુખ્ય કામ છે. 250 પરિવારના આ ગામના દરેક ઘરમાં માત્ર પનીર બનાવીને વેંચવામાં આવે છે.
એક સમય હતો જ્યારે ગામના લોકોની આવકનું એકમાત્ર સાધન ખેતી અને પશુપાલન હતું. અહિયાં લોકો દૂધ વેંચવા માટે મસૂરી અને દેહરાદૂન જતા હતા, જે ખુબ જ કઠોર કામ કરતા હતા અને વધારે કામ કરતા ન હતા. આ દરમિયાન ગામના લોકોએ કેટલાક લોકોને મસૂરીમાં પનીર વેંચતા જોયા, તો તેઓએ વિચાર્યું કે તેઓએ દૂધને બદલે પનીર વેંચવું જોઈએ.
1980 માં કુંવરસિંહ પંવારએ પ્રથમ પનીર બનાવવાનું અને વેંચવાનું શરૂ કર્યું. પછી પનીર ચારથી પાંચ રૂપિયા એક કિલોમાં વેંચાતું હતું. પરંતુ આજે આ પનીરની કિંમત 220 થી વધીને 240 રૂપિયા થઈ ગઈ છે, તેમ છતાં અહીંનું પનીર બજાર કરતા વધુ તાજું અને સસ્તું છે. ઓછી વસ્તી ધરાવતા આ ગામના લોકો ફક્ત મસુરીને જ નહિ પરંતુ દહેરાદૂન અને દિલ્હીના લોકોને પણ વેંચે છે. શરૂઆતમાં ગામના 35 થી 40 પરિવારો પનીરનું ઉત્પાદન કરતા હતા, પરંતુ હવે ગામના તમામ પરિવારો આ કામ કરે છે અને દરરોજ 2 થી 4 કિલો પનીર બનાવે છે.
સમજો કે 250 પરિવારવાળા આ ગામની વસ્તી લગભગ 1500 લોકોની છે. પરંતુ આ નાનકડા ગામને આજે દેશભરમાં પનીર વાળા ગામ તરીકે ઓળખવામાં આવે છે. અહીં રહેતા ગ્રામજનોનું કહેવું છે કે, દૂધ વેંચવા કરતા પનીર વેંચવાથી વધારે ફાયદો છે. પહેલા તેઓ સ્થળાંતરની સમસ્યાથી પરેશાન હતા, પરંતુ હવે ગામના યુવાનો રોજગાર માટે શહેરમાં જતા નથી અને પનીરના વ્યવસાયમાં રોકાયેલા રહે છે, જે ગામ માટે સારો સંકેત છે.
અવાજ સરસ લેખો માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવી બીજી મહત્વની જાણકારી તમને મળી શકે
ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી..