એક શિક્ષક આવો પણ : આ શિક્ષક લીમડાના વૃક્ષ પર માંચડો બનાવીને વિદ્યાર્થીઓને ભણાવે છે.

મિત્રો શિક્ષક તો આપણે બધાએ જોયા હોય છે, પરંતુ આજે અમે તમને આ લેખમાં એક એવા શિક્ષક વિશે જણાવશું જેણે વિદ્યાર્થીનો અભ્યાસ ન અટકે માટે જે કર્યું તે હેરતઅંગેઝ હતું. તો ચાલો જાણીએ કે શું કર્યું એ શિક્ષકે વિદ્યાર્થીઓના અભ્યાસ માટે. 

સુબ્રત કોલકત્તાના બે શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરાવે છે. તે સંસ્થાઓમાં હિસ્ટ્રી એટલે કે ઈતિહાસ વિષયના ટીચર છે. વીતેલા માર્ચ મહિનાથી દેશભરમાં મહામારીના કારણે લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. લોકડાઉનની ઘોષણાના સમયે સુબ્રતે પશ્વિમ બંગાળમાં બાંકુરા જીલ્લામાં પોતાના અહાંદામાં હતા. સુબ્રત આજકાલ સોશિયલ મીડિયામાં કાફી ચર્ચામાં આવ્યા છે. તેની પાછળની કહાની છે કે, તે રોજ વૃક્ષ પર ચડીની વિદ્યાર્થીઓના ક્લાસ લઇ રહ્યા છે. 35 વર્ષના સુબ્રત પાતીએ એક લીમડાના વૃક્ષ પર માંચડો બનાવીને તેને પોતાનો ક્લાસ રૂમ બનાવી લીધો છે. 

જણાવી દઈએ કે લોકડાઉન દરમિયાન તે ગામમાં જ હતા. હવે તેને ગામમાં ઓનલાઈન ક્લાસ લેવાના હતા. પરંતુ ગામમાં નેટવર્કની ખુબ જ સમસ્યા આવતી હતી. જો કે સુબ્રત ઈચ્છે તો આ સમસ્યાની સામે પોતાની હાર માની શકે અને ક્લાસ લેવાની ના કહી શકતા હતા. પરંતુ તેમને આવું ન કર્યું. પરંતુ તેણે તેની સમસ્યાનું નિવારણ શોધી કાઢ્યું. 

સુબ્રતે પીટીઆઈને જણાવ્યું હતું કે, જ્યારે મેં વૃક્ષ પર ચડીને મોબાઈલમાં જોયું તો નેટવર્ક બરાબર કામ આપી રહ્યું છે. ત્યાર બાદ સુબ્રતે DIY (Do it Yourself) ટેકનીક અપનાવી. ગામમાં તેના મિત્રોની મદદથી સુબ્રતે વાંસની પટ્ટીઓ અને દોરડા વડે બાંધીને એક પ્લેટફોર્મ બનાવ્યું છે. તે પ્લેટફોર્મને તેણે ઘરની બાજુમાં આવેલા એક લીમડાના વૃક્ષની ડાળી પર બાંધીને સેટ કરી દીધું. 

હવે સુબ્રત રોજ ક્લાસના ટાઈમેં વૃક્ષની ડાળીઓની વચ્ચે ફસાવેલ પ્લેટફોર્મ પર ચડીને બેસે છે અને વિદ્યાર્થીઓના ઓનલાઈન ક્લાસ લે છે. તેને કલાકો સુધી ત્યાં બેસીને વિદ્યાર્થીઓના ક્લાસ લેવાના હોય છે. તેના માટે સુબ્રત ખાવા-પીવાનું પણ પોતાની સાથે વૃક્ષ પર જ લઇ જાય છે. 

સુબ્રત કહે છે કે, ‘વધતી ગરમીથી પરેશાની થાય છે. ઘણી વાર શૌચાલય પણ નથી જઈ શકતો. ક્યારેક વરસાદની સમસ્યા થાય. પાણી, વરસાદથી વાંસનું બનેલું પ્લેટફોર્મ પણ ખરાબ થઇ જાય. પરંતુ હું ફરીવાર તેને ઠીક કરીને એડજસ્ટ કરવાની કોશિશ કરું છું. સુબ્રત હસતા હસતા જણાવે છે, ‘મારા ક્લાસમાં બાળકોની એટેન્ડન્સ પણ સારી રહે છે, તેનાથી મારો કોન્ફિડન્સ ખુબ જ વધી રહ્યો છે. એટલા માટે હું નથી ઈચ્છતો કે વિદ્યાર્થીના અભ્યાસમાં કોઈ સમસ્યા ન આવે. 

મહામારી અને લોકડાઉનની વચ્ચે ઈન્ટરનેટની સમસ્યા સાથે લડતા સુબ્રત જેવી રીતે પોતાના જજ્બાથી બાળકોના અભ્યાસનું નુકશાન ન થાય તેના માટે જે કરે છે, તેને લઈને બધા જ તેના વખાણ કરે છે. જણાવી દઈએ કે અડામાસ યુનિવર્સિટીના ચાંસલર સમિત રે એ જણાવ્યું હતું સંસ્થાનને સુબ્રત પાતી પર ગર્વ છે. 

સુબ્રત આ વાતનું ઉદારહણ છે કે, કડી મહેનત અને દ્રશ નિશ્વયથી કોઈ પણ બાધાને દુર કરી શકાય છે. સુબ્રત જેવા શિક્ષક જ આવનારી પેઢીની સામે મિસાલ રાખે છે કે, શિક્ષક બનાવાનો અર્થ કડી પરીક્ષાથી પસાર થવું અને પોતાના વિદ્યાર્થી માટે સંપૂર્ણ સમર્પિત થવું. 

Leave a Comment