મિત્રો એવું કહેવાય છે કે કોઈ પણ કામ નાનું નથી હોતું, પરંતુ માણસના વિચાર નાના અને મોટા હોય છે. દરેક કાર્ય મોટું જ હોય છે, પરંતુ તેના વિશે વિચારનાર વ્યક્તિના મનમાં નાના મોટાનો ભાવ હોય છે. તો મિત્રો એક એવો જ કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સો તમિલનાડુમાં બન્યો છે. જ્યાં એક નાના એવા ચા ના સ્ટોલ પર કામ કરતા સેલ્વારાજે ખુબ જ શાનદાર કાર્ય કર્યું છે. પરંતુ મિત્રો તેમનું દુઃખ જાણીને કોઈ પણ વ્યક્તિ દુઃખી બની જાય. અને તેમના દ્વારા કરવામાં આવેલ કાર્યથી તમને પણ તેના માટે સમ્માન ઉદ્દભવે.
આ લેખમાંથી તમને ખુબ જ સારી શીખ મળશે. મિત્રો સેલ્વારાજને બે બાળકો હતા. પરંતુ એક ઘટનામાં દીવાલ ખસી જવાથી બંને બાળકોના મૃત્યુ થઇ ગયા. ત્યાર બાડ તેના પિતાએ પોતાના બંને મૃત બાળકોની આંખો દાન કરવાનો ફેંસલો કર્યો. આ કાર્ય ખુબ જ ઉમદા કરવામાં આવ્યું હતું. જે દરેક લોકોને એક પ્રેરણા પૂરી પાડે છે.
25 લોકોના થયા મૃત્યુ :
મિત્રો તમિલનાડુ વેટલા દિવસોમાં ખુબ જ ભારે વરસાદ થયો હતો, જેમાં ઘણા બધા વિસ્તારોમાં એવી ઘટનાઓ બની હતી જે ખુબ જ જોખમી સાબિત થઇ હતી. તેમાં ઘણા અલગ અલગ વિસ્તારોમાં બનેલી ઘટનામાં 25 લોકોના મૃત્યુ થઇ ગયા હતા. તો તેમાંથી 17 લોકોના મૃત્યુ કોઇમ્બતુરની પાસે એક દીવાલ પડી જવાના કારણે થયા હતા. જેમાં આ બંને બાળકો પણ શામેલ હતા. સેલ્વારાજનેએક દીકરી અને એક દીકરો હતો. સેલ્વારાજના દીકરાની ઉમર 15 વર્ષ હતી અને તેની દીકરીની ઉમર 18 વર્ષ હતી. આ બનાવ ત્યારે બન્યો જ્યારે બંને બાળકો તેની ચાચીના ઘરમાં સુતા હતા અને ત્યારે જ બંનેના મૃત્યુ થઇ ગયા હતા.
સેલ્વારાજે શું કહ્યું :
સેલ્વારાજનું કહેવું હતું કે તેના બાળકોનું શરીર તો માટીમાં મળી જશે અથવા સળગાવી દેવામાં આવશે. જો તે બંને બાળકોની આંખ કોઈના કામમાં આવી શકે તો તેનાથી સારું કોઈ પણ કામ ન હોય શકે. પરંતુ મિત્રો તમને જણાવી દઈએ કે સેલ્વારાજની પત્નીનું પણ વર્ષો પહેલા નિધન થઇ ગયું છે અને તેના બાળકોની સંભાળ પણ સેલ્વારાજ જ રાખતો. સેલ્વારાજની દીકરી બીકોમનો અભ્યાસ કરતી હતી અને દીકરો દસમાં ધોરણમાં અભ્યાસ કરતો હતો.
પરંતુ મિત્રો ભાવુક બનીને સેલ્વારાજે જણાવ્યું હતું કે, તેની દીકરી ભણીગણીને પોલીસ ઓફિસર બનવા માંગતી હતી. તે અભ્યાસમાં ખુબ જ સારી હતી. મિત્રો સેલ્વારાજ પર આટલું બધું દુઃખ પડ્યું હોવા છતાં પણ તેને એ વાતની ખુશી છે કે તેના બંને બાળકોની આંખો આ દુનિયામાં કોઈકને રોશની આપશે. તો સેલ્વારાજે બાળકોની આંખો દાન કરીને પોતાની માણસાઈનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પડ્યું હતું.