પાલનપુરના રાજુભાઈ જોશી માત્ર 2 રૂપિયામાં રોજે જમાડે છે 8000 લોકોને…. જાણો તેમની દરિયાદિલી વિશે …

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

💁 પાલનપુરના રાજુભાઈ જોશી માત્ર 2 રૂપિયામાં રોજે જમાડે છે 8000 લોકોને…. જાણો તેમની દરિયાદિલી વિશે… 💁

💁 મિત્રો લોકો પુણ્ય કમાવા માટે 20 – 25 કે 100  બ્રાહ્મણોને જમાડતા હોય છે. પરંતુ પાલનપુરમાં એક સુખી બ્રાહ્મણ જે માત્ર બે રૂપિયા જેવી નજીવી રકમ લઈને રોજના 8000 જેટલા ગરીબ લોકોને ભરપેટ જમાડે છે. મિત્રો આ વ્યક્તિનું નામ છે રાજેન્દ્ર જોશી છે અને  તેમની ખુબ જ રસપ્રદ વાત છે. માટે આ લેખ આખો વાંચજો.Image Source :

🤵 મિત્રો રાજુભાઈ ટાટા અને અંબાણીના બાળકોની જેમ ચાંદીની ચમચી લઈને જન્મ નથી લીધો. પરંતુ તેનો જન્મ એક ગરીબ ઘરમાં થયો હતો એટલું જ નહિ મિત્રો તેમના માતાપિતા તેઓ જ્યારે ગરીબ હતા ત્યારે ગામડેથી ઈલાજ કરાવવા માટે આવતા લોકોના પરિવારજનોને પેટે પાટા બાંધીને ટીફીન પહોંચાડતા હતા. માટે કહી શકાય કે સેવા તો રાજુભાઈના ખૂનમાં જ છે.

🤵 અત્યારે રાજુભાઈના માતા પિતા તો સ્વર્ગવાસ સિધાવી ચુક્યા છે. પરંતુ તેમના પૂત્ર રાજુભાઈમાં સેવાના બીજ રોપતા ગયા. રાજુભાઈ ખુબ ગરીબી વેઠ્યા બાદ એક સફળ રાજકારણી બન્યા ત્યારબાદ વર્ષ 2016 માં પોતાની માતાપિતાના શ્રાધ વિશે વિચારતા હતા ત્યારે તેમને વિચાર આવ્યો કે ખરેખર જો તેમના માતાપિતાની આત્માને શાંતિ મળે તેવું કાર્ય કરવું હોય તો તેમણે કંઈક સેવા કરવી પડશે માત્ર કાગવાસ દેવાથી કશું નહિ વળે.

Image Source :

🍛 અને તેમણે એક અન્નપૂર્ણા રથની શરૂઆત કરી એટલે કે હરતું ફરતું રસોડું. તેમાં રસોઈની સુવિધા હોય છે અને લોકોને માત્ર બે રૂપિયાની રકમમાં ભરપેટ કઢી ખીચડીનું ભોજન કરાવામાં આવે છે. આ રથની શરૂઆત એક યુનિટથી કરી હતી જ્યારે તેનો લાભ 1000 લોકો ઉઠાવતા હતા અને આજે તે 5 યુનિટ છે અને રોજના 8000 જેટલા લોકો લાભ લે છે. જેમાં દાડિયા, મજુરો, સાધુ સંતો, ગામડેથી આવતા લોકો અને ગ્રામવાસીઓ તેનો લાભ લે છે. તેમના યુનિટ પાલનપુર, ડીશા અને અમદાવાદ સુધી આ સેવા આપે છે અને રાજુભાઈનો હજુ આગળ સુધી પહોંચવાનો વિચાર છે.

🍛 સવારે 10 થી 2 વાગ્યા સુધી ભોજન અપાય છે. મિત્રો આશ્ચર્યની વાત તો એ છે કે અહીં રસોઈયાથી માંડીને વાસણ સુધી બધી જ વસ્તુ ફાઈવ સ્ટાર હોટલ જેટલી જ ચોખી હોય છે. ભોજન પણ એટલું જ પૌષ્ટિક હોય છે. જમ્યા બાદ તે વાસણો પણ ગરમ પાણીથી ધોવામાં આવે છે અને ત્યાં રસોયા પણ ગ્લવ્સ પહેરીને જમવાનું પીરસે છે.

Image Source :

🍛 રાજુભાઈનું કહેવું છે કે તેઓ કઢી ખીચડીના બદલે સારા સારા વ્યંજનો પણ પીરસી શકે તેમ છે પણ તેવું કરવાથી ગરીબો કરતા અન્ય લોકો વધુ ફાયદો ઉઠાવી જાય છે માટે તેઓ પોતાના રસોડામાં કઢી અને ખીચડીની સેવા પીરસીને પોતાની સેવા આપે છે.

🍛 એટલું જ નહિ રાજુભાઈ ઉનાળાની ગરમીમાં વલખા મારતા લોકોને છાશ પીવડાવીને લોકોને ઠંડક પહોંચાડવાનું પુણ્ય પણ કરે છે તેમજ મૃત્યુ બાદ અંતિમ યાત્રાની કીટ માત્ર 251 રૂપિયામાં વહેંચે છે જે બજારમાં લેવા જાવ તો 2000 રૂપિયા જેટલું થઇ જાય.

Image Source :

🍛 મિત્રો કહેવાય છે ને કે દેશને ઘડવામાં ઘણા લોકો ઉપદેશો આપતા હોય છે જ્યારે તેનો અમલ રાજુભાઈ જેવા સામાન્ય લોકો કરી દેતા હોય છે. અડધા માંથી અડધું આપી દેવું તે તો તેમના માતાપિતા પાસેથી જ શીખ્યા છે અને આશા છે કે તેઓ આજ રીતે પોતાની સેવા વધુને વધુ લોકો સુધી પહોંચાડતા રહે અને પુણ્ય કમાતા રહે. રાજેશભાઈ નું આ સેવાભાવી કામ આગળ બીજા લોકો સુધી પણ પહોચાડ્જો શેર કરો બને એટલું અને કોમેન્ટ કરો …

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

Leave a Comment