સવારે ઉઠીને હથેળી જોઈ ને બોલા આ મંત્ર થશે ધનલાભ … જાણો આ મંત્ર ને

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

ભૂલથી પણ સવારે ઉઠીને આ વસ્તુઓ ક્યારેય ન જૂઓ નહિ તો થશે ભારે નુકશાન…પણ જો સવાર સવાર માં જાગીને તરત બોલવામાં આવે આ મંત્ર તો એ તમારી જીંદગી બદલી નાખશે . ચાલો જાણીએ

મિત્રો આજે અમે વાસ્તુ જ્ઞાન વિશે એવી ટીપ્સ જણાવશું કે જેના વિશે જાણવું તમારા માટે ખુબ જરૂરી છે. આજે અમે તમને વાસ્તુ શાસ્ત્ર અનુસાર જણાવશું કે સવારે ઉઠીએ ત્યારે ભૂલથી પણ કંઈ વસ્તુઓ ન જોવી જોઈએ કે જેનાથી નુકસાન થાય છે. તેમજ કંઈ વસ્તુઓ જોવી જોઈએ. મિત્રો આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે કે જો તમારી સવારની શરૂઆત સારી થાય તો તમારો આખો દિવસ સારો રહે છે. પરંતુ કંઈક ખોટી વસ્તુ જોવાય જાય તો આખો દિવસ બગડે છે. પછી એવું થાય કે ઝડપથી હવે આ દિવસ વીતી જાય તો સારું.

આપણા જીવનમાં ઘણી એવી નાની નાની વસ્તુઓ હોય છે જેના પર આપણે ધ્યાન આપતા નથી. પરંતુ તેનો સીધો પ્રભાવ આપણા જીવનમાં કોઈને કોઈ રીતે પડતો જ હોય છે. વાસ્તુશાસ્ત્રમાં એવા નિયમો અને ઉપાયો જણાવ્યા છે કે તેને તમે સવારે અપનાવીને તમે  તમારી સવારની સાથે સાથે આખો દિવસ શ્રેષ્ઠ બનાવી શકો છો. તો ચાલો જાણીએ તે ઉપાયો વિશે.

 

મિત્રો સૌથી પહેલો નિયમ વાસ્તુશાસ્ત્રમાં છે કે સવારે ઉઠતાની સાથે ક્યારેય અરીસામાં ન જોવું જોઈએ. જો તમે સવારે ઉઠતાની સાથે અરીસામાં જોયું તો દિવસ દરમિયાન તમારી સાથે નકારાત્મક વસ્તુઓ થશે. જે તમને દુઃખી કરે છે. માટે ક્યારેય ભૂલથી પણ સવારે ઉઠીને તરત જ અરીસામાં ન જોવું જોઈએ.

બીજો ઉપાય છે કે બની શકે તો સવારે ઉઠીને તરત જ કોઈનો પણ ચહેરો ન જોવો. ક્યારે કોઈનો ચહેરો તમારા માટે અશુભ સાબિત થાય અને શુભ સાબિત થાય તે કંઈ નક્કી નથી હોતું. તો શું કરવું??? જેનાથી આપણો દિવસ પણ સારો જાય અને ધન પ્રાપ્તિ પણ થાય એ માટે સવારમાં જાગીને તરત  હથેળી ભેગી કરી આ મંત્ર બોલો  “કરાગ્રે વસતે લક્ષ્મી કર મધ્યે સરસ્વતી, કરમૂલે તૂ ગોવિંદ પ્રભાતે કર દર્શનમ”

તમારા દિવસની શરૂઆત તમારા ઇષ્ટ દેવના દર્શન અને ધ્યાનથી કરવી જોઈએ. તેનાથી તમારા પર સકારાત્મક પ્રભાવ પડશે અને તે સાથે તમારો દિવસ પણ સારો જશે.

સવારમાં ઉઠીને શંખ અથવા મંદિરના ઘંટ સંભળાય તો તેને ખુબ જ શુભ માનવામાં આવે છે તેનાથી આપણામાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે. તમારે એવો પ્રયત્ન કરવો કે તમે સવારમાં ઉઠીને એવી વસ્તુઓ જૂઓ કે જેનાથી સકારાત્મકતા આવે જેમ કે નારીયેલ, શંખ, મોર, ફળ, ફૂલ વગેરે.

સવારે નાસ્તો કરતા પહેલા કે કરતી વખતે કોઈ ગામ કે પશુ વગેરેનું નામ ન લેવું જોઈએ કારણ કે તેનાથી દિવસ સારો નથી જતો.

સવારે પથારીમાંથી ઉઠતાની સાથે આપણે આપણા બંને હાથની હથેળીને જોવી જોઈએ. તેનાથી આપણા જીવનમાં ખુબ સારો પ્રભાવ પડે છે. આ કામ તો કોઈ લોકોની નિયમિત દિનચર્યાનો એક ભાગ પણ હોય છે. આપણે સૌથી પહેલા પથારી પરથી ઉઠીને હાથ જોઇને પ્રાત: સ્મરણ મંત્ર બોલવો જોઈએ. ત્યાર બાદ હાથને ખોલીને હથેળીઓને ધ્યાનથી જોવી જોઈએ.

પરંતુ તમને એવો વિચાર આવે કે સૌથી પહેલા હાથોને શા માટે જોવા જોઈએ ? તો તેનું ખુબ સરસ કારણ છે અને એ કે આપણે આપણા હાથોથી કર્મ કરીએ છીએ અને તે જ આપણને આપણા કર્મોનું ફળ અપાવે છે અને તે જ કારણ છે કે આપણે આપણા હાથોને જોઈએ તો આખો દિવસ સારો જાય છે.

તો મિત્રો આ હતી વાસ્તુશાસ્ત્ર અનુસાર કે સવારમાં ઉઠીને આપણી સવાર અને આખો દિવસ શુભ રહે તે માટે કંઈ વસ્તુ જોવી જોઈએ અને કંઈ વસ્તુ ન જોવી જોઇએ તેના વિશે. તો મિત્રો આમાંથી અમુક વસ્તુ જે ન કરવી જોઈએ તે તમે પણ કરતા હોય તો આજે જ છોડી દેજો.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

 

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment