ભગવાન શ્રી કૃષ્ણ એ પાંડવોને કહી હતી આ 5 કડવી વાતો… જે આજે બિલકુલ સત્ય સાબિત થાય છે …

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

🤴 કળિયુગની 5 વાતો….. 🤴

🤴 મિત્રો ભગવાન શ્રી કૃષ્ણએ મહાભારત કાળમાં જ કળિયુગનું વિસ્તાર પૂર્વક વર્ણન કરી દીધું હતું. કળિયુગમાં લોકો કેવા હશે ? જીવન કેવી રીતે વિતાવશે ? લોકોનો વ્યવહાર એક બીજા પ્રત્યે કેવો હશે ? આ બધું તે જ કાળમાં બતાવી દેવામાં આવ્યું હતું.Image Source :

🤴 આજે આ લેખમાં વાત કરીશું કે ભગવાન શ્રી કૃષ્ણએ પાંડવોને કળિયુગ વિશેની  5 ખુબ જ કડવી વાત કહી હતી. જે આજે બિલકુલ સાચી પડી રહી છે.

મહાભારત કાળમાં પાંચ પાંડવોના મનમાં કળિયુગની વિશે જાણવાની ખુબ જ  જીજ્ઞાસા હતી. પાંડવોએ એક વાર ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું પણ હતું કે કળિયુગમાં મનુષ્ય કેવો હશે ? લોકોના વિચાર કેવા હશે અને મોક્ષ પ્રાપ્તિ કેવી રીતે થશે. ? આ પ્રશ્ન સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણએ પાંચ પાંડવોને વનમાં જવા માટે કહ્યું. અને તે પણ કહ્યું કે જે કંઈ પણ તમે ત્યાં જોવો તે આવીને  મને વિસ્તાર પૂર્વક જણાવજો.

Image Source :

🤴 પાંચેય પાંડવો વનમાં જવા માટે નીકળી ગયા અને જંગલમાં જઈને ઘણા દ્રશ્યો જોવે છે. અને ખુબ જ સમય પસાર કર્યા પછી તે જંગલમાંથી પરત ફરે છે. ભગવાન શ્રી કૃષ્ણને શું જણાવે છે તે ચાલો જાણીએ.

🤴 યુધિષ્ઠિર મહારાજે  બે સૂંઢ વાળા એક હાથીને જોયો. તે હાથીને જોઇને યુધિષ્ઠિર ખુબ જ આશ્વર્ય ચકિત થઇ ગયા. જ્યારે તેને ભગવાન શ્રી કૃષ્ણને તે હાથી વિશે જણાવ્યું અને પછી ભગવાને તેને ઉત્તર આપ્યો કે, “કળિયુગમાં એવા લોકો રાજ કરશે જે લોકો બોલશે કંઈક અલગ અને કરશે પણ અલગ. આ લોકો બંને બાજુથી પ્રજાનું શોષણ કરશે.”

Image Source :

🤴 ભીમે એક ગાયને જોઈ જે પોતાના બચ્ચાને એટલી ચાટતી હતી કે તેનાથી બચ્ચાને લોહી નીકળવા લાગ્યું. ભીમ આ દ્રશ્ય જોઇને દંગ રહી ગયો. અને ભગવાન શ્રી કૃષ્ણ પાસે તેનો ઉત્તર માંગે છે. ભગવાને જણાવ્યું કે કળિયુગનો મનુષ્ય પોતાના બાળક પાસેથી એટલો આસક્ત હશે અને એવી મમતાના કારણે બાળકનો વિકાસ જ ઉભો રહી જશે. કોઈકનો પુત્ર સાધુ બન્યો હોય તો બધા તેના દર્શન કરશે અને જો પોતાનો પુત્ર સાધુ થઇ જશે તો તે દુઃખી થશે અને રડશે કે મારો પુત્ર ક્યાં રસ્તા પર જઈ રહ્યો છે અને આનું શું થશે. કળિયુગમાં લોકો બાળકોને મોહમાયા અને પરિવારમાં બાંધીને રાખશે ત્યાં જ તેનું જીવન નષ્ટ થઇ જશે.”

 🤴 પછી ભગવાને વાસ્તવિકતા જણાવતા કહ્યું, “તમારા પુત્ર તમારા નહિ પરંતુ તેની પત્નીની અમાનત થઇ જશે અને પુત્રી પોતાના પતિની અમાનત થઇ જશે. આ શરીર મૃત્યુની અમાનત હશે અને આત્મા પરમાત્માની અમાનત હશે.”

Image Source :

🤴 અર્જુને એક પક્ષી જોયું જેની પાંખમાં વેદની રૂચાઓ લખેલી હતી. પરંતુ તે એક મનુષ્યનું માંસ ખાઈ રહ્યું હતું. આ જોઇને અર્જુન આશ્વર્ય ચકિત થઇ જાય છે. આ વાત પર ભગવાન શ્રી કૃષ્ણએ જણાવ્યું કે, “કળિયુગમાં એવા લોકો હશે જેને વિદ્વાન કહેવામાં આવશે પરંતુ તેની ઈચ્છા એવી જ હશે કે કોનું જલ્દી મૃત્યુ થાય અને તેની સંપત્તિને પડાવી લઈએ. વ્યક્તિનો હોદ્દો ગમે તેટલો મોટો કેમ ન હોય પરંતુ તેની નજર બીજાની સંપત્તિ પર જ હશે. એવા લોકો ખુબ વધારે હશે જે બીજાના ધનને પડાવવા માટે ખુબ જ આતુર હશે. વાસ્તવિક સંત તો કોઈક જ હશે.” પોતાનું છે તેની ખુશી નહિ હોય અને બીજાના જીવનને જોઇને બળતો હશે.

🤴 એક ખુબ જ ભારે પર્વત હતો તે પડ્યો અને મોટા મોટા વૃક્ષો પણ તેને રોકી ન શક્યા. આ દ્રશ્ય નકુલે જોયું. પરંતુ તે ચટ્ટાન એક નાના એવા છોડ પર અટકી ગઈ. આ દ્રશ્યનો અર્થ જણાવતા ભગવાન શ્રી કૃષ્ણે જણાવ્યું, “કળિયુગમાં મનુષ્યની બુદ્ધિ ક્ષીણ હશે. તેનું જીવન પતન હશે અને આ પતનને ધન અથવા સત્તાના વૃક્ષ રોકવા માટે સક્ષમ નહિ હોય. પરંતુ હરીનામ રૂપી નાના એવા છોડ દ્વારા મનુષ્યનું જીવન પતન થતા અટકી જશે. હરી કીર્તનથી મનુષ્યની બુદ્ધિ પ્રબળ હશે. “

Image Source :

🤴 સહદેવે વનમાં ઘણા બધા કુવાઓ જોયા. જેમાંથી એક વનની વચ્ચેનો કુવો જ ખાલી હતો. જે સૌથી ઊંડો હતો. ભગવાન શ્રી કૃષ્ણે તેનો પણ અર્થ જણાવ્યો, “ભગવાન શ્રી કૃષ્ણએ તેનો અર્થ જણાવ્યો કે કળિયુગમાં ધનિક લોકો પોતાના શોખ માટે પુત્રી વિવાહમાં, ઉત્સવોમાં ખુબ જ ધનનો ખર્ચ કરશે પરંતુ જો કોઈ ભૂખ્યાને જોશે તો તેની સહાયતા કરવામાં તેને કોઈ પણ રૂચી નહિ હોય. ઇન્દ્રિયની સતુષ્ટિ, મદિરા પાન, માંસ ભક્ષણ અને વ્યસનમાં ધન ખર્ચ કરવામાં આવશે. જે લોકો આવી આદતોથી દુર હશે તેની ઉપર કળિયુગનો નહિ પરંતુ પરમાત્માનો પ્રભાવ હશે.”

તો મિત્રો આ હતા કળિયુગના મુખ્ય  5 કડવા સત્ય જે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા પાંડવોને બતાવવામાં આવ્યા હતા. અને આજે આપણે જોઈએ પણ છીએ કે તે બધી વાતો સાચી પણ પાડવા લાગી છે.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

Leave a Comment