મિત્રો હાલમાં આ ખબર બધી જ જગ્યાએ ફેલાઈ ગઈ છે કે ભારતનું મિશન ચંદ્રયાન-2 સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. માત્ર 2.1 કિમીનું અંતર બાકી હતું ચંદ્ર પર પહોંચતા અને અચાનક જ સંપર્ક તૂટી ગયો હતો. પરંતુ તમને જણાવી દઈએ કે આ સમયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઈસરોના મુખ્યાલયમાં હજાર હતા. પરંતુ સવારે પણ નરેન્દ્ર મોદી બધા જ વૈજ્ઞાનિકોની હિંમત વધારવા માટે ફરી બેંગ્લોર સ્થિત ઈસરોના મુખ્યાલય ગયા હતા.
પરંતુ મિત્રો નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યાલયથી જઈ રહ્યા હતા તે સમયે એક ઘટના બની હતી જેણે બધાની આંખમાં આંસુ લાવી દીધા હતા. કેમ કે આ ઘટના ખુબ જ હૃદયસ્પર્શી હતી. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બધા વૈજ્ઞાનિકોને સંબોધીને પરત ઈસરોમાંથી પરત જઈ રહ્યા હતા ત્યારે ઈસરોના ચીફ કે. સિવન પીએમને ગળે મળીને રડવા લાગ્યા હતા. સિવન એ સમયે ખુબ જ ભાવુક બની ગયા હતા અને ખુબ જ રડવા લાગ્યા હતા. પરંતુ નરેન્દ્ર મોદીએ ઈસરોના ચીફની પીઠ થબથબાવી હતી અને હિંમત આપી હતી.
જ્યારે નરેન્દ્ર મોદી સવારે બીજી વાર ઈસરો પહોંચ્યા ત્યારે વૈજ્ઞાનિકોને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, “આપણે નિશ્વિત રૂપે સફળ થઇ ગયા છીએ. આ મિશન માટે આગળના પ્રયાસમાં અને તેના પછીના પ્રય્સમાં પણ કામયાબી આપણી સાથે જ રહેશે.” પીએમ મોદી દ્વારા બધા જ વૈજ્ઞાનિકોને ખુબ જ હિંમત આપી હતી અને બધાનો હોંસલો વધાર્યો હતો.
#WATCH PM Narendra Modi hugged and consoled ISRO Chief K Sivan after he(Sivan) broke down. #Chandrayaan2 pic.twitter.com/bytNChtqNK
— ANI (@ANI) September 7, 2019
પીએમ દ્વારા જાણવામાં આવ્યું કે, દરેક સંઘર્ષ, દરેક મુશ્કેલીઓ, આપણને કંઈક નવું શીખવી જાય છે, કંઈક નવા આવિષ્કાર અને નવી ટેકનોલોજી માટે પ્રેરિત કરી જાય છે અને તેનાથી આપણી આગળની સફળતા નક્કી થાય છે. જ્ઞાનનો જો કોઈ મોટો શિક્ષક હોય તો એ વિજ્ઞાન છે. વિજ્ઞાનમાં નિષ્ફળતા નથી હોતી માત્ર પ્રયોગ અને પ્રયાસ હોય છે.
પીએમ મોદી બોલ્યા કે, હું બધા અંતરીક્ષના વૈજ્ઞાનિકોના પરિવારને પણ સલામ કરું છું. તેવો મૌન છે પરંતુ તેનું સમર્થન ખુબ જ મહત્વપૂર્ણ છે અને તેનું સમર્થન પણ આપણી સાથે રહ્યું છે. આપણે કદાચ અસફળ થઇ શકીએ પરંતુ આપણા જોશમાં ઉર્જાની કમી નહિ આવે. આપણે ફરી વાર પૂરી ક્ષમતાથી આગળ વધશું.
પીએમ મોદીએ કહ્યું કે, આપણા વૈજ્ઞાનિકોને હું કહેવા માંગું છું કે ભારત તમારી સાથે છે, તમે બધા મહાન પ્રોફેશનલ છપ. જેણે દેશની પ્રગતિ માટે એક મહત્વપૂર્ણ જીવન આપ્યું અને દેશને મુસ્કુરાહટ અને ગર્વ કરવાનો મોકો આપ્યો. તેમ બધા જ માખણ પર લકીર કરવાવાળા લોકો નથી, પરંતુ પથ્થર પર લકીર કરનારા લોકો છો.
પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, સાથીઓ હું કાલે રાત્રે તમારી મનઃસ્થિતિ સમજી રહ્યો હતો. તમારી આંખો ઘણું બધું કહી રહી રહી. તમારા ચહેરાની ઉદાસી હું વાંચી રહ્યો હતો. હું તમારી વચ્ચે વધારે વાર રોકાઈ ન શક્યો. તમે ઘણી રાતોથી સુઈ નથી શક્યા. એટલા માટે મારું મન કહેતું હતું કે હું ફરીવાર તમને સવારે બોલવું અને તમારી સાથે વાત કરું. આ મિશન સાથે જોડાયેલા દરેક વ્ય્ટકી અલગ જ વ્યવસ્થામાં હતા, ઘણા બધા સવાલ હતા. ખુબ મોટી સફળતાની સાથે આગળ વધતા ગયા અને અચનાક જ બધું દેખાતું બંધ થઇ ગયું. મેં પણ તે પળને તમરી સાથે જીવ્યો છે.
મિત્રો જ્યારે આ સંબોધન કરીને પીએમ મોદી જઈ રહ્યા હતા ત્યારે કે. સિવન ખુબ જ ભાવુક થઇ ગયા હતા અને નરેન્દ્ર મોદીને મળીને રડવા લાગ્યા હતા. આ દ્રશ્ય ખુબ જ ગંભીર હતું. કેમ કે વર્ષોથી ચાલી રહેલી મહેતન પર કોઈ પરિણામ ન હતું. પરંતુ નરેન્દ્ર મોદી દ્વારા બધા જ વૈજ્ઞાનિકોને હિંમત આપી હતી અને ઈસરોના ચીફને ગળે લગાવ્યા હતા અને તેમની પીઠ થાબડી હતી. આ દ્રશ્ય જોઇને બધા જ લોકો ભાવુક બન્યા હતા. આપણા દેશના વૈજ્ઞાનિકોને સલામ છે દોસ્તો…. જય હિન્દ…..
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google