અંતિમયાત્રામાં “રામ નામ સત્ય હે” અથવા “હે રામ” શા માટે ફરજીયાત બોલવામાં આવે છે | 99% લોકો નથી જાણતા આ કારણ

અંતિમયાત્રા “રામ નામ સત્ય હે” અથવા “હે રામ” શા માટે બોલવામાં આવે છે….. જાણો તેના તથ્યો….

મિત્રો આજે અમે એક એવું તથ્ય જણાવશું જેને જાણીને તમે ખુબ જ ચોંકી જશો. કેમ જેના વિશે આજે અમે તમને જણાવશું તે ઘટના લગભગ બધા જ લોકોએ જોઈ હશે અને તેમાંથી ઘણા બધા લોકોએ અનુભવી પણ હશે. તો મિત્રો આ તથ્યને જાણો અને તેની મહત્વતાને પણ આ લેખમાં જાણો.

આપણા હિંદુધર્મમાં બધા જ લોકો જાણે છે કે રામ નામનું ખુબ જ મહત્વ રહેલું છે. માત્ર ત્રણ જ વાર રામ નામનો જાપ કરવામાં આવે તો એક હાજર મંત્ર જાપ બરોબર માનવામાં આવે છે. આપણા ભારતમાં જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે અને તેના અંતિમ સંસ્કારમાં પણ લોકો દ્વારા “રામ નામ સત્ય હે” અથવા “હે રામ” વગેરે કોઈ પણ ભગવાનનું નામ બોલવામાં આવે છે. પરંતુ જ્યારે કોઈ ખુશીનો સમય કે કોઈ પ્રસંગ હોય ત્યારે “રામ નામ સત્ય હે” અથવા “હે રામ” નામ નથી બોલવામાં આવતું. તો મિત્રો ત્યારે આપણને સવાલ થાય કે કોઈ શુભ કામમાં કેમ “રામ નામ સત્ય હે” અથવા “હે રામ” નહિ બોલવામાં આવતું હોય, અને માત્ર વ્યક્તિના મૃત્યુ બાદ જ શા માટે બોલવામાં આવે છે.

તો આજે અમે તમને જણાવશું કે શા માટે વ્યક્તિની અંતિમ યાત્રામાં રામ નામ બોલવામાં આવે અથવા “રામ નામ સત્ય હે” અથવા “હે રામ” નો ઉચ્ચાર કરવામાં આવે છે. તો ચાલો જાણીએ તેની પાછળના રહસ્ય અને તેનું સાચું કારણ.

જીવની મુક્તિ. કોઇપણના મૃત્યુ પછી અંતિમ યાત્રામાં રામનું નામ એટલા માટે લેવામાં આવે છે કે જ્યારે વ્યક્તિનું મૃત્યુ બાદ જીવને મુક્તિ મળી ગઈ છે તેવું માનવામાં આવે છે, હવે આત્મા આ સંસારના ચક્રમાંથી આઝાદ થઇ ગઈ છે અને તેનો સંસાર સાથે હવે કોઈ સંબંધ નથી. એટલે કે મોહમાયાથી પર થઈને તે જીવ ભગવાનના ચરણમાં જાય છે. એટલા માટે રામ નામ લેવામાં આવે છે. તેનો અર્થ થાય છે કે “હે ભગવાન સંસારમાંથી છૂટી ગયેલા આ જીવને તમે શરણાગતિ આપો.”

બ્રહ્મશક્તિની અભિવ્યક્તિ. “રામ નામ સત્ય હે” અથવા “હે રામ” નો મતલબ થાય છે સત્ય અને સાચું ભગવાનનું નામ છે. એ સમયે ઈશ્વરની પરમ શક્તિનો માણસને અહેસાસ થાય છે. બ્રહ્મ શું છે પરમાત્મા શું છે તેનું અભિવ્યક્તિને તેના મૃત્યુ બાદ થાય છે. જો ભગવાન આપણામાંથી માત્ર શ્વાસ ખેંચી લે ત્યાર બાદ આપણા શરીરનું કોઈ મહત્વ નથી રહેતું. આપણી આત્મા બધું જ છોડીને ભગવાન પાસે જતી રહે છે અને આ એક બ્રહ્મસત્ય છે. જેને દરેક વ્યક્તિએ સ્વીકારવું પડે છે. આપણું મૃત્યુ એ ઈશ્વરીય શક્તિનું દર્શન છે. એટલા માટે મૃત્યુ બાદ અંતિમ યાત્રામાં “રામ નામ સત્ય હે” અથવા “હે રામ” નામનો ઉચ્ચાર કરવામાં આવે છે.

“રામ નામ સત્ય હે” અથવા “હે રામ” નામનો જાપ કરવાથી આ મંત્ર મનુષ્યને એ પ્રતીતિ કરાવે છે કે મૃત્યુ બાદ તે આ દુનિયામાં નથી. તેના કોઈ પણ સંબંધો હવે આ પૃથ્વી સાથે જોડાયેલા નથી એટલા માટે એક સમયે તે મનુષ્ય જીવંત હતો એ એક ભ્રમ છે એવું સાબિત થઇ જાય છે. આપણા શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે કે “ઈશ્વર નામ સત્ય છે.” બાકી આખી દુનિયા એક કલ્પના અને જીવંત ભ્રમ પર ચાલે છે.

એક અક્ષર બીજ છે. હિંદુ શાસ્ત્રો અનુસાર “રામ નામ સત્ય હે” અથવા “હે રામ” એક બીજ અક્ષર છે. આ નામ અંતિમયાત્રા સમયે લોકો દ્વારા જપવાથી મૃત્યુ પામેલા વ્યક્તિને ખરાબ કર્મોમાંથી મુક્તિ મળે છે. અને બીજા કોઈ સંસારમાં ફરી તેની આત્મા જીવંત થાય છે. રામ નામને અક્ષર બીજ કહેવામાં આવે છે.

ઘણા લોકોનું માનવું છે કે મૃત્યુ બાદ અંતિમયાત્રા દરમિયાન “રામ નામ સત્ય હે” અથવા “હે રામ” જપવામાં આવે તો પરિવારના સભ્યોને ખુબ જ શાંતિ મળે છે. કેમ કે વ્યક્તિનું જ્યારે મૃત્યુ થાય ત્યારે તેનો પરિવાર વેદનામાં ડૂબી જાય છે અને તે દરમિયાન જો રામ નામ જપવામાં આવે તો મનને શાંતિ મળે છે અને મૃતકના આત્માને પણ શાંતિ મળે છે.

તો મિત્રો “રામ નામ સત્ય હે” અથવા “હે રામ” શબ્દ અંતિમયાત્રામાં બોલવા પાછળ ઘણી બધી લોકવાયકા પણ રહેલી છે પરંતુ આપણા શાસ્ત્રોમાં ભગવાનના નામનો મહિમા તેની અભિવ્યક્તિ છે કે આ જગતના ઈશ્વર છે.

તો મિત્રો તમારું શું કહેવું છે તે કોમેન્ટ કરીને જણાવો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Leave a Comment