મિત્રો આજે અમે તમને એક એવા બાળક વિશે જણાવશું જે માત્રને માત્ર આઠ વર્ષની ઉંમરમાં જ અબજો રૂપિયાની કમાણી કરે છે. તે બાળક એવું તો શું કરે છે કે આટલી બધી કમાણી કરે છે. એવો પ્રશ્ન આપણને તરત જ થાય કે આટલા બધા રૂપિયા એક આઠ વર્ષનો બાળક કેવી રીતે કમાઈ શકે ? પરંતુ મિત્રો આં વાત સત્ય છે. તો ચાલો જાણીએ તે બાળક વિશે.
મિત્રો આ બાળકનું નામ છે રાયન. જ્યારે 2015 નું વર્ષ હતું ત્યારે રાયનને સવાલ થાય છે અને તેની માતાને પૂછે છે, કે આ દુનિયાના ઘણા બધા બાળકો એવા છે જે રમકડાંના રીવ્યુ યુટ્યુબ ચેનલ પર આપે છે અને પોતાની ચેનલ ચલાવે છે, તો કેમ ન ચલાવી શકું ? તે દિવસે દીકરાની આ વાત માતાના હૃદયને સ્પર્શી ગઈ.
રાયનની માતા કેમિસ્ટ્રીના ટીચર હતા, પરંતુ તેણે નોકરી છોડી દીધી અને રાયનની યુટ્યુબ ચેનલને ફૂલ સમય આપવાનું શરૂ કર્યું. રાયનની યુટ્યુબ ચેનલનું નામ છે, “રાયન્સ વર્લ્ડ.” રાયને 2019 ના વર્ષમાં 1.84 અબજ રૂપિયાની કમાણી કરી હતી. ફોર્બ્સ મેગેઝીન અનુસાર આ વર્ષે યુટ્યુબના પ્લેટફોર્મ પર આ આઠ વર્ષના રાયને સૌથી વધારે કમાણી કરી છે. વર્ષ 2019 ની રાયનની આવક 26 બિલિયન યુએસ ડોલર એટલે કે 1,84,80,28,000 રૂપિયા થઇ.
મિત્રો રાયનનું પૂરું નામ છે રાયન ગુઆન. રાયને પોતાની ચેનલ 2015 માં શરૂ કરી હતી અને તેની ચેનલનું નામ “રાયન્સ વર્લ્ડ” રાખવામાં આવ્યું. પરંતુ 2015 માં આ ચેનલ શરૂ કર્યા બાદ અત્યાર સુધીમાં તેના 2.29 કરોડ ફોલોવર્સ છે. રાયન આ ચેનલ પર, ટોય રિવ્યૂ, ફની વિડીયો, મ્યુઝિક વિડીયો, સાયન્સ એક્સપરિમેન્ટ, ચેલેન્જ, ક્રાફ્ટ્સ અને સ્કિટ્સને લગતા વિડીયો અપલોડ કરે છે.
પરંતુ તમને જણાવી દઈએ કે જે રમકડાંના રીવ્યુ રાયન તેની યુટ્યુબ ચેનલ પર આપે છે તે રમકડું લોકલ ચેરિટીને દાનમાં કરી દે છે. રાયનના વિડીયોના વ્યુઝ તો આરામથી 10 લાખના આંકડાને વટાવી જાય છે. રાયણના પરિવારમાં તેના માતા-પિતા અને બે જોડિયા બહેન પણ છે જેનું નામ છે એમા-કેટ. રાયન તેના વિડીયોમાં માત્ર અંગ્રેજી ભાષામાં જ બોલે છે અને તે લગભગ એક અઠવાડિયાની અંદર 7 થી આઠ જેટલા વિડીયો બનાવે છે અને તેની ચેનલ પર મુકે છે.