આજે આખા વિશ્વમાં એક મહામારીએ હાહાકાર મચાવી દીધો છે. આ મહામ્રી સામેની લડાઈમાં દુનિયાની સારી અને સદ્ધર વ્યવસ્થાઓ પણ હાથ ઊંચા કરી દીધા છે. પરંતુ તેની વચ્ચે ભારત દેશ દ્વારા જે નિર્ણય અને અનુશાસન ગોઠવવામાં આવ્યું તેના વખાણ આખી દુનિયાના મોટાભાગના દેશો કરી રહ્યા છે. કેમ કે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા મહામારીને રોકવા માટે ખુબ જ કારગર ઉપાયો શોધી કાઢ્યા છે. તેને લઈને દરેક લોકો વખાણ કરી રહ્યા છે.
તો તેવી રીતે માઈક્રોસોફ્ટ કંપનીના ફાઉન્ડર બિલ ગેટ્સ દ્વારા પણ મહામારી સામે લડાઈમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લેવામાં આવેલા નિર્ણયોની સરાહના કરી છે. તેમણે પીએમ મોદીને પત્ર લખ્યો અને કહ્યું છે લે, મહામારી સામે લડાઈમાં તમારી સરકાર દ્વારા ડિઝીટલ ક્ષમતાઓનો પૂરો ઉપયોગ કરવામાં આવ્યો છે. માઈક્રોસોફ્ટના ફાઉન્ડરે મોદી દ્વારા કરવામાં આવેલ લોકડાઉનના ફેસલાને યોગ્ય જણાવ્યો છે.
બિલ ગેટ્સે તેના પત્રમાં લખ્યું છે કે, અમે તમારા નેતૃત્વ અને તમારી સરકારના સક્રિય પગલાની સરાહના કરીએ છીએ. તમારા આ પગલાથી ભારતમાં આ મહામારીના સંક્રમણને રોકવામાં કામયાબી મળી રહી છે. તેમાં નેશનલ લોકડાઉન હોટસ્પોટ વિસ્તારોમાં ટેસ્ટિંગ પર ફોકસ કરવું, ક્વોરોંટાઈન સુવિધાઓ સહીત સ્વાસ્થ્ય સુવિધાઓને વધારવી. તેને મજબુત કરવા જેવા ઘણા નિર્ણયો વખાણવા યોગ્ય છે.
તેનાથી રીચર્સ અને ડેવલપમેન્ટ ગતિવિધિઓ અને ડિઝીટલ ઇનોવેશનમાં પણ વધારો થયો છે. તે જોઇને ખુબ જ સારું લાગી રહ્યું છે કે, તેમ બધા જ ભારતીઓની સામાજિક સુરક્ષા અને સ્વાસ્થ્યની સુરક્ષા કરી રહ્યા છો. આ ગંભીર મહામારી સામે લડવા માટે ડિઝીટલ ક્ષમતાઓનો સંપૂર્ણ ઉપયોગ થયો છે. આરોગ્ય સેતુ ડિઝીટલ એપ તેનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. તેનાથી તમે મહામારીના સંક્રમણને ટ્રેક કરી શકો છો અને સામાન્ય લોકો સાથે જોડાઈ શકો છો.
તમને જણાવી દઈએ કે, બિલ ગેટ્સ મહામારી વિરુદ્ધની જંગમાં 750 કરોડ રૂપિયાનું દાન કરી ચુક્યા છે. તેના સિવાય પણ તેમણે અલગ અલગ દેશોને કરોડો રૂપિયાનું દાન આપીને મદદ કરી છે. બિલ ગેટ્સે છેલ્લા અઠવાડિયે મહામારીની વેક્સિન બનાવવાનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવવાનું એલાન કર્યું હતું. “ધ ડેલી ” ના હોસ્ટ નૂહને આપેલ ઈન્ટરવ્યુંમાં તેમણે આ ઘોષણા કરી હતી. તેમણે કહ્યું કે, આ મહામારીની સાત વેક્સિન બનાવવામાં આવશે અને અને તેમાં સર્વશ્રેષ્ઠ બે વેક્સિનનું ટ્રાયલ કરવામાં આવશે. વેક્સિન ટીયર કરનારી દરેક કંપનીને બિલ ગેટ્સ ફંડિંગ કરી રહ્યા છે.