પી.એમ. મોદીના ઉપહારોની હરાજી | તમે પણ ખરીદી શકો છો | જાણો તે પૈસાનું શું થશે.

મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આજે લોકો ખુબ જ ચાહે છે. તો તમને દેશ થતા વિદેશના લોકો દ્વારા ઘણી બધી વસ્તુઓ ઉફરમાં આપવામાં આવી છે. જેમાં હાથ બનાવટથી લઈને ઘણી બધી અમુલ્ય વસ્તુઓ ભેટમાં આવતી હોય છે. જેમાં અલગ અલગ મોકા પર જે પ્રધાનમંત્રીને ગીફ્ટ મળેલી છે તેને તમે પોતાની પણ બનાવી શકો છો. તો આજે અમે તમને તેના વિશે થોડી જાણકારી જણાવશું. જે ખુબ જ અગત્યની છે. કેમ કે કોઈ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળેલા ઉપહારને ખરીદી શકે છે. તો ચાલો જાણીએ તેની વિગતો. 

હાલમાં જ પર્યટક મંત્રાલય તરફથી પીએમ મોદીને મળેલા 2,772 ઉપહારોને ઈ-નીલામી દ્વારા વહેંચવાનું એલાન કરવામાં આવ્યું છે. જેની જાણકારી ખુદ પર્યટક મંત્રી પ્રહલાદ પટેલ દ્વારા આપવામાં આવી છે. 

તમે પીએમ મોદીને મળેલા દેશના અને વિદેશના ઉપહારોને ઈ-નીલામીમાં ખરીદીને પોતાના ઘરે લાવી શકો છો. જેમાં બીજા ભાગની નીલામી 14 સપ્ટેમ્બરના રોજ શરૂ થવા જઈ રહી છે અને 3 ઓક્ટોબર સુધી ચાલશે. જેમાં પ્રધાનમંત્રીને મળેલા તમામ ગીફ્ટ માંથી તમને જે પસંદ આવે તેને તમારે ઈ-નીલામી માં સૌથી ઉંચી બોલી લગાવીને ખરીદવામાં અને પોતાના ઘરે તમે તેને લાવી શકો છો. 

આ ઈ-નીલામીને લઈને સંસ્કૃતિ અને પર્યટક મંત્રી પ્રહલાદ પટેલે જણાવ્યું હતું કે, ઈ-નીલામીને 14 સપ્ટેમ્બરથી લઈને 3 ઓક્ટોબર વચ્ચે પ્રાસ્તાવિક રાખવામાં આવી છે. આ દિવસે પીએમ નરેન્દ્ર મોદીને મળેલા ગીફ્ટને સામાન્ય લોકો પણ ખરીદી શકે છે. મંત્રી પ્રહલાદ પટેલ મુતાબિક પીએમ નરેન્દ્ર મોદીને મળેલા સ્મૃતિ ચિહ્નની ઓછામાં ઓછી કિંમત 200 રૂપિયાથી હશે. અને ઊંચામાં ઊંચી કિંમત અઢી લાખ રૂપિયા નિશ્વિત કરવામાં આવી છે. આ બંને કિંમત શરૂઆતી કિંમત છે.

તમને જણાવી દઈએ કે આ વર્ષે જાન્યુઆરી મહિનામાં પણ પીએમ મોદીને લગભગ 1800 કરતા પણ વધારે ઉપહારોને નીલામી દ્વારા વહેંચવામાં આવ્યા હતા. 2019 ના જાન્યુઆરી મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળેલા જે પણ ઉપહાર હતા તેને નીલામ કરવામાં આવ્યા હતા. જેમાં એક પેન્ટિંગ અને છોકરીની બાઈકની પ્રતિકૃતિને નીલામીમાં 5 – 5 લાખ રૂપિયામાં વહેંચવામાં આવ્યા હતા. 

જાન્યુઆરી મહિનામાં આ નીલામી કરવામાં આવી હતી જે બે દિવસ સુધી ચાલી હતી. નીલામીના છેલ્લા દિવસે 1900 વસ્તુમાંથી 270 વસ્તુઓની નીલામી થઇ હતી. છેલ્લી વાર જે નીલામી થઇ હતી તેમાં પીએમ મોદીને મળેલા ઉપહારમાં ભગવાન શિવજીની પેન્ટિંગ 10 લાખ રૂપિયામાં વહેંચાય હતી. જેની શરૂઆત કિંમત 5 હજાર રૂપિયા રાખવામાં આવી હતી. 

આ ભેટમાં ઘણી બધી વસ્તુઓનો સમાવેશ થાય છે. જેમાં 576 શોલ છે, ૯૬૪ અંગવસ્ત્ર, 88 પાઘડી અને આપણા દેશમાં વિવિધ પ્રદેશો પ્રમાણેને જેકેટ છે. આ બધી જ વસ્તુઓ ખુબ જ અમુલ્ય ભેટ છે. આ બધી ભેટને વહેંચીને તેની જે રકમ જમા થશે તેમાંથી ગંગા નદીની સફાઈ કરવામાં આવશે. જેનું ટોટલ ફંડ માત્ર ગંગા નદીના સફાઈ કામ માટે જ ઉપયોગમાં લેવાશે.  

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment