મિત્રો આ દુનિયાના દરેક દેશ હાલ કોરોનાના સંક્રમણથી પીડાય રહ્યા છે. દિવસે દિવસે આ મહામારીના કારણે મૃત્યુ દર પણ વધી રહ્યો છે. જેના કારણે આપણા દેશના લોકો પણ ભયભીત જોવા મળી રહ્યા છે. તો હાલ લોકડાઉનના કારણે લોકો ઘરમાં અકળાઈ પણ રહ્યા છે. પરંતુ હાલ ઘરની અંદર રહેવા સિવાય કોઈ પાસે કોઈ ઓપ્શન્સ નથી. પરંતુ આજે અમે તમને સુરતની એક એવી સ્ત્રી વિશે જણાવશું, જે આજે આવી વિષમ પરિસ્થિતિમાં પણ જે કાર્ય કરી રહી છે તેને જોઇને કોઈ પણ વ્યક્તિ દંગ રહી જાય. તો ચાલો જાણીએ તેના વિશે.
કોરોના વાયરસની મહામારીની વચ્ચે એક પ્રેગનેન્ટ મહિલા સુરતમાં રોજ પોતાનું સ્વચ્છતા અભિયાન કરે છે. તે ભારતના સાફ રાખવા માટેના નારાને સિદ્ધ કરવા માટે શહેરને સાફ કરવા, પ્રેગનેન્ટ હોવા છતાં રોજ પાંચ કલાક શહેરની સફાઈ કરે છે. તો ચાલો જાણીએ એ મહિલા વિશે.
કેનાલ રોડ પાલનપુર ટોલ નાકા પર ગણેશ કૃપા સોસાયટીમાં રહેતી 27 વર્ષીય નયનાબેન રમેશભાઈ પરમાર જણાવે છે કે, કોરોના વાયરસના ત્રીજા ચરણમાં પહોંચવા છતાં તે બિન્દાસ થઈને પોતાનું કામ કરી રહી છે. તેની પાંચ વર્ષની દીકરી પણ છે અને તે સંયુક્ત પરિવારમાં રહે છે, પતિ સ્કુલ વાન ચલાવે છે, ઘરમાં છ લોકો રહે છે, તે પીએમ મોદીથી ખુબ જ પ્રભાવિત છે. જ્યારે મોદી કહે છે કે એક કદમ, સ્વચ્છ ભારત તરફ અને તે ખુબ જ ખુશ થઇ જાય છે. તેના આ વાક્યથી ખુબ જ પ્રેરણા મળે છે. તે સુરતને સાફ રાખીને લોકોને બીમારીઓથી બચવાનું કામ કરવાનું કરી રહી છે.
નયનાબેન પ્રેગનેન્ટ છે અને તે જણાવે છે કે, સંતાનનું આગમન થવાનું છે. જોનલ ઓફીસ બંધ થવાના કારણે રજા લેવા માટે જઈ ન શકી. તેનું કહેવું છે કે આ સમયમાં હું મારા સંતાન સામે જોવ કે દેશ સામે. આખું વિશ્વ આ મહામારી સામે લડી રહ્યું છે, ત્યારે આ દેશને સફાઈની ખુબ જ જરૂર છે. નયનાબેન જણાવે છે કે, આપણા પ્રધાનમંત્રી લોકોને તે અપીલ કરી રહ્યા છે કે, ઘર પર જ રહો. પરંતુ જ્યારે લોકોને બહાર જોવ છું ત્યારે ખુબ જ દુઃખ થાય છે. પરંતુ હું લોકોને અપીલ કરું છું કે, પોતાના ઘરોમાં જ રહો. ઘરમાં રહેવાથી કોરોના જ નહિ હારે, પરંતુ આપણે ખુદ પણ જીતી જશું. માટે લોકોને અપીલ છે કે પોતાના ઘરમાં જ રહો.
નયનાબેને કહ્યું કે, હું આપણી બધાની બીમારીથી બચવા માટે પોતાનું કામ કરી રહી છું. હું તો મજબુર છું, પણ તમે મજબુત છો, તમે મજબુત બની રહો, તો જ દેશનું ભલું થશે. કેમ કે તમારી સુરક્ષા દેશની સુરક્ષા છે. તો એક ગર્ભવતી મહિલા પણ આ દેશની સેવા માટે અદ્દભુત કામ કરી છે.