શિલ્પી સિન્હા ઝારખંડના ડાલ્ટનગંજથી 2012 બેંગ્લોર અભ્યાસ કરવા માટે આવી હતી. ત્યાં તેને ગાયનું શુદ્ધ દૂધ લેવા માટે ખુબ જ તકલીફ પડતી હતી અને ઘણી પરેશાનીનો સામનો કરવો પડતો. ત્યારે શિલ્પીએ એક વિચાર કર્યો અને એવું નક્કી કર્યું કે, તે દૂધનો બિઝનેસ કરશે. પરંતુ એક મહિલા અને કંપનીની એક એવી સ્થાપક તરીકે ડેરી ક્ષેત્રમાં કામ કરવું આસાન ન હતું. શિલ્પીને ન તો કન્નડ આવડતું હતું અને ન તો તમિલ આવડતું. પરંતુ તેમ છતાં ત્યાંના કિસાનો પાસે ગઈ અને ગાયના ચારાથી લઈને ગાયની દેખભાળ કરવા માટે સમજાવ્યું.
શરૂઆતમાં દુધની સપ્લાય માટે કર્મચારી મળતા ન હતા, તો સવારે ત્રણ વાગ્યે ખેતરમાં જવું પડતું. ત્યારે શિલ્પી તેની સુરક્ષા માટે ચાકુ અને મિર્ચી સ્પ્રે પણ સાથે લઇ જતી. ધીમે ધીમે તેના ગ્રાહકોની સંખ્યા 500 સુધી પહોંચી કે તરત જ શિલ્પીએ 11 હજાર રૂપિયાનું શરૂઆતી ફંડીગ 6 જાન્યુઆરી 2018 થી ધ મિલ્ક ઇન્ડિયા કંપની શરુ કરી દીધી. પહેલા બે વર્ષમાં જ તેનું ટર્નઓવર એક કરોડ રૂપિયા કરતા પણ વધી ગયું.
શિલ્પી જણાવે છે કે કંપની 62 રૂપિયા પ્રતિ લિટરમાં ગાયનું શુદ્ધ કાચું દૂધ ઓફર કરે છે. તેના જણાવ્યા અનુસાર આ દૂધ પીવાથી બાળકોના હાડકાં મજબુત બને છે અને તે કેલ્શિયમ વધારવામાં પણ મદદ કરે છે. એટલા માટે માત્ર એક થી નવ વર્ષ સુધીના બાળકો પર પણ તેનું ફોકસ હોય છે. તેને ગુણવત્તાપૂર્ણ બનાવવા માટે કંપની ગાયોની દૈહિક કોશિકાઓની ગણના માટે મશીનનો ઉપયોગ કરે છે. દૈહિક કોશિકા જટેલી ઓછી હોય, દૂધ એટલું જ સ્વસ્થ હોય છે.
શિલ્પીનું કહેવું છે કે, કોઈ પણ ઓર્ડરને સ્વીકારતા પહેલા માત પાસેથી તેના બાળકની ઉંમર વિશે પૂછવામાં આવે છે. જો બાળક એક વર્ષથી ઓછી ઉંમરનું હોય, તો ડિલીવરી આપવામાં નથી આવતી. શિલ્પીના જણાવ્યા અનુસાર એક વાર તેણે જોયું કે, કિસન ગાયોને ચારાની ફસલ ખવડાવવાની જગ્યાએ રેસ્ટોરન્ટમાંથી બહાર આવતો કચરો ખવડાવતા હતા. તો એવું દૂધ ક્યારેય પણ સ્વસ્થ નથી હોતું. એટલા માટે શિલ્પીએ બધી જ પ્રક્રિયા પૂરી રીતે કિસાનોને સમજાવી કે, આ દૂધ બાળકોને કેવી રીતે નુકશાન કરે છે, જે તેને પીવે છે. તેની સાથે જ તેને મનાવવા માટે સ્વસ્થ દૂધના બદલે વધારે બહેતર અને કિંમતી દૂધ આપવાનું વચન આપ્યું છે. હવે તે તેની ગયોને મકાઈ પણ ખવડાવે છે.