🐄 ગૌ માતા નો પૌરાણિક ઈતિહાસ. 🐄
હિંદુ ધર્મમાં ગાયના શરીરમાં બધા દેવી દેવતા નો વાસ છે. એવું માનવામાં આવે છે. તેથી જ હિંદુ ધર્મમાં ગાય ખુબજ પૂજનીય છે. તેને વિશે વિસ્તારથી જાણો આ લેખમાં.
“ભારત એક કૃષિપ્રધાન દેશ છે. ગાય આપણી માતા છે.” આ વાર્તા આપણે નાનપણ થી જ સંભાળતા આવ્યા છીએ. પરંતુ તેની સત્યતા જાણવા ખુબજ ઓછા લોકોએ જાણવાનો પ્રયાસ કર્યો છે. ગાય વગર માત્ર કૃષિ જ નહિ પરંતુ પૃથ્વી પર જીવનની કલ્પના જ અસંભવ છે. આ વાત ને સૌથી પહેલા ભગવાન શ્રીકૃષ્ણ સમજી ગાય હતા તેથી તેને ગૌ પાલકનું રૂપ લઇ ને ગાયોનું સંરક્ષણ કરવા તેમજ પાલન કર્યું . ગાયને અન્ય પશુઓની સરખામણી માં આટલું મહત્વ કેમ આપવામાં આવે છે? અને આપને હિંદુ ધર્મમાં ગાય શા માટે પૂજનીય છે?
ગાય પાછળની પૌરાણિક કથા તથા હિંદુ ધર્મમાં ગાયના સ્થાન વિષે જાણીએ.
🐄 પૌરાણિક કથા પ્રમાણે ગાયનું મહત્વ.
સમુદ્ર મંથનમાં ઘણા બધા અનમોલ રત્ન અને બીજી અમુલ્ય ચીજવસ્તુ ઓ મળી હતી. તેમાંથી એક કામધેનું ગાય પણ હતી જે ગુરુ વસિષ્ઠ દેવને આપવામાં આવી તેમની પાસે ૮ થી ૯ પ્રકારની ગાયો હતી. જેમાં કામધેનું, કપિલા, દેવની, નંદની અને ભૌમા વગેરે ખુબ જ મહત્વની અને પ્રમુખ ગાયો હતી. ઘણા ઋષિ મુનિઓએ અને રાજાઓએ કામધેનું ગાય માટે યુદ્ધ કર્યું પરંતુ ગુરુ વશિષ્ઠે 100 પુત્ર ગુમાવ્યા પણ કામધેનું ના આપી. આથી કહેવાય છે કે, પછીથી રાજા ઇન્દ્રે ગુરુ વશિષ્ઠની કામધેનું ગાય ચોરી લીધી. આમ પૌરાણિક કથા અનુસાર ગાય ખુબ જ મહત્વ ધરાવે છે.
🐄 હિંદુધર્મ માં ગાયનું સ્થાન.
મિત્રો એવું કહેવાય છે કે ગાય નું પૂરું શરીર દેવ ભૂમિ છે. જ્યાં તમામ 33 પ્રકારના દેવી દેવતાઓ નિવાસ કરે છે. પુરાણોમાં એક પુરાણ છે ભવિષ્ય પુરાણ. જેમાં ગાયમાં ક્યાં ક્યાં દેવતાઓ નો વાસ થાય છે તે સ્પષ્ટ રીતે લખાયું છે.
ગાયના પીઠના ભાગમાં બ્રમ્હદેવ કંઠમાં વિષ્ણુ ભગવાન અને મુખ પ્રદેશમાં ભગવાન શિવનો વાસ થાય છે. બાકી બધા દેવી દેવતાઓ ગાયના મધ્ય ભાગમાં નિવાસ કરે છે. ગાયના દરેક રોમમાં ઋષિમુનીઓ તો, પુંછમાં અનંત નાગનો નિવાસ થાય છે. ગાયના નેત્રમાં સૂર્ય અને ચંદ્રનો નિવાસ બતાવવામાં આવ્યો છે. તેમજ ગૌમૂત્રમાં બધી પવિત્ર નદીઓ અને અશ્વિની કુમારોનો અને ગૌમય(ગાયના છાણ)માં લક્ષ્મીનો નિવાસ માનવામાં આવે છે. આપ્રકારે ગાય એ પૃથ્વી, બ્રમ્હાણ અને દેવ ગણનું પ્રતિક માનવામાં આવે છે.
હવે તમને એમ લાગે કે, આ બધું સાવ અંધવિશ્વાસ જેવું લાગે, તેમાં થોડા કોઈ દેવી-દેવતાનો વાસ થતો હશે….. તો અમે તમને આજના આધુનિક વિજ્ઞાન પ્રમાણે સાબિત કરી દઈએ..
(૧) ઉપર આપણા ભવિષ્ય પુરાણમાં કહ્યું તેમ કે, ગૌમૂત્રમાં પવિત્ર નદીઓ અને અશ્વિની કુમારોનો વાસ થાય છે. અશ્વિની કુમારોએ દેવતાઓના વૈદ્ય એટલે કે, ડોક્ટર છે. તે વાત તો બધા જનતા જ હશે. હવે ગૌ મૂત્રમાં તેનો વાસ થાય છે એટલે કે, ગૌમૂત્ર આપણા શરીર માટે એટલું બધું ફાયદા કારક છે કે, જાણે કોઈ અમૃત.
સ્વર્ગસ્થ રાજીવ દીક્ષીતજી હંમેશા કહેતા કે, ગૌમૂત્ર જેવું કોઈ ઔષધ છે જ નહી. અને આ વાત આધુનિક વિજ્ઞાન પણ માને છે કે, ગૌમૂત્રનું નિયમિત પણે જો સેવન કરવામાં આવે તો શરીરમાં કેન્સર જેવા પ્રાણઘાતક રોગો પણ થતા નથી અને શરીર એકદમ નીરોગી રહે છે.
માટે ગૌમુત્રના આટલા ઔષધીય ગુણો હોવાથી કહેવાય છે કે, દેવતાઓના વૈદ્ય સ્વયં અશ્વિની કુમારોનો વાસ ગૌમૂત્રમાં રહેલો છે.
(૨) બીજી વાત એ કે, ગૌમય એટલે કે, ગાયના છાણમાં સ્વયં લક્ષ્મીજીનો વાસ રહેલો છે, આ વાત પણ એમ સાબિત કરે છે, કે ગાયનું છાણ જયારે સુકાઈ જાય ત્યારે તેનો ઉપયોગ ખેતી માં કરવામાં આવે છે. અને પૂરી દુનિયાને ખબર છે કે, ગાયના છાણના ખાતર જેવું બીજું કોઈ ઉપયોગી ખાતર પૂરી દુનિયામાં નથી.
અને તે ખાતર દ્વારા ખેડૂતો પાકનું ઉત્પાદન વધુ કરી શકે છે અને તેનાથી તે પાક વેચીને વધુ પૈસા કમાઈ શકે છે. અને આપણા કૃષિ પ્રધાન દેશમાં ખેતી દ્વારા જ મોટા ભાગના વ્યાપાર થાય છે.
તેથી સાબિત થઇ શકે કે ગાયના છાણમાં લક્ષ્મીજીનો વાસ થાય છે. હિંદુધર્મના પુરાણોમાં કહેવાયેલી હજારો વર્ષો પહેલાની પણ કોઈ વાતમાં ક્યારેય કોઈ વાત ખોટી કહેવામાં નથી આવતી. તેથી જ હિંદુધર્મને સૌથી પ્રાચીન અને ઋષિમુનીઓ દ્વારા વૃદ્ધિ પામેલો માનવામાં આવે છે.
🐄 ગાયથી થતા પુણ્યો.
ધાર્મિક રીતે પૂજનીય હોવાને કારણે ગાયનું દાન પ્રાચીન સમયથી મહાદાન માનવામાં આવે છે. અમુક વૃદ્ધ લોકો એવું પણ કહેતા હોય છે કે, મરણ પથારીએ સુતેલા વ્યક્તિના હાથમાં ગાયનું પૂછડું પકડાવવામાં આવે તો તેની સ્વર્ગમાં જવાની પુષ્ટિ થઇ જાય છે. ઘણા લોકો એટલા માટે ગૌદાનને સૌથી મોટું અને પુણ્ય માને છે.
🐄 ગાયનું આર્થિક મુલ્ય.
ધાર્મિક હોવાની સાથે સાથે ગાયનું દરેક ઉત્પાદન પોતાનામાં જ સ્વાસ્થ્ય કારી અને લાભ દઈ રહેલું છે. યનું દુધ અને તેમાંથી બનાવેલી ચીજ વસ્તુઓમાં કોઈ શંકા નથી. એટલું જ નહિ પણ દુધ સિવાય ગૌમુત્ર આયુર્વેદીક દવાઓ બનાવવા માટે અને છાણ કૃષિ સંબધિત કામ માટે ઉપયોગી છે. આમ ગાય આર્થિક રીતે પણ ઘણી બધી લાભદાયક છે.
🐄 ગાયના વૈજ્ઞાનિક લાભ.
ગાયનું છાણ ભારતીય ખેતી માટે એક અમૃત સમાન ગણવામાં આવ્યું છે. તેમાં વિટામીન બી 12, તેમાં રેડીયોધર્મીતા શોષવાની શક્તિ અને ચર્મ રોગોના ઉપચાર છે. ગાયના છાણને દીવાલ પર લાગવાથી દીવાલ મજબુત બને છે અને માખી મચ્છરથી પણ રાહત આપે છે.
ગૌમૂત્રમાં પોટેશિયમ, સોડીયમ, ફોસ્ફેટ, યુરીયા, યુરિક એસીડ જેવા ન્યુટ્રીએન્ટસ રહેલા હોય છે. અને દૂધ દેતી વખતે થયેલા ગૌમુત્રમાં લેક્ટોઝનું પ્રમાણ વધારે માત્રામાં હોય છે. ગૌમુત્ર થી અનેક લાભ થાય છે. ગૌમુત્ર પવિત્ર તો છે પણ સાથે સાથે કીટનાશક પણ છે. ગાયના દુધની જેમ તેના ગૌમુત્ર માં પણ અનેક ફાયદાઓ છે તો મિત્રો એ પણ આપને જાણી લઈએ.
ગૌમુત્ર ની અસર ગળાનું કેન્સર, અન્નનળી નું કેન્સર, તેમજ પેટના કેન્સર પર ખુબજ સારી અસર કરે છે. શરીરમાં કરકયુંમીન નામના તત્વની ઉણપથી કેન્સર થાય છે. ગૌમુત્ર માં તે ભરપુર માત્રામાં હોય છે.
🐄 એક ગ્લાસ પાણીમાં ચાર ટીપા ગૌમુત્રના અને ૧ ચમચી મધ, એક ચમચી લીંબુ નો રસ નાખી પીવાથી ચરબી ઘટે છે.
🐄ગાળામાં કફ અને ખરાશ થાય ત્યારે ગૌમૂત્ર ગરમ કરી તેમાં એક ચમચી મધ અને એક ચમચી હળદર નાખી તેના કોગળા કરવાથી રાહત મળે છે.
🐄ગૌમૂત્ર લોહીને શુદ્ધ કરે છે. જેના કારણે શરીરમાંથી બીમારીઓ દુર થાય છે અને લીવરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
🐄 આ ઉપરાંત ગૌમૂત્ર પેટ સંબધિત સમસ્યાઓ, મોઢામાં ચાંદા તેમજ યકૃતને લગતી સમસ્યાઓ માં પણ લાભદાયી છે.
🐄ભારતમાં લગભગ ૨૮ પ્રકારની ગાય જોવા મળે છે તે દેશી ગાય છે. જયારે વિદેશી ગાય પણ લોકો રાખતા હોય છે. પરંતુ દરેક વ્યક્તિની દ્રષ્ટિએ મૂળ ભારતીય ગાય જ પૂજનીય છે.
તો મિત્રો આ રીતે દરેક દરેક લાભદાયી અને પૂજનીય ગાયની સેવા , સંરક્ષણ, જતન અને સમ્માન કરતા રહીએ. અને ભારતીય પ્રાચીન પરંપરાને સન્માન આપતા રહીએ.
Hello,
Good article.
But people of India prefer the Bhens Milk items.?!?!?!
Here the cows are roaming on the roads and the Bhens are in proper care????
Still for the articles in the media, cows are sacred and to be worshiped with respect.
Please promote as much possible and let the Bhens take the course towards their future.
Thanq.