મિત્રો તમે અગાઉના આર્ટીકલ તેમજ બીજા કોઈ માધ્યમ દ્વારા જાણ્યું હશે કે મહાભારતમાં ઘણી બધી ઘટના સબંધ અને જ્ઞાન-વિજ્ઞાનના રહસ્યો છુપાયેલા છે. મહાભારતના દરેક પાત્ર જીવંત છે પછી કૌરવ હોય પાંડવ, હોય કર્ણ હોય કૃષ્ણ હોય કે પછી ધુતરાષ્ટ્ર, શિખંડી અને કૃપાચાર્ય હોય.
મહાભારત માત્ર યોદ્ધાઓની ગાથા સુધી જ સીમિત નથી. અન્ય કેટલીક માહિતીઓ પણ આમાં છુપાયેલી જોવા મળશે. તમે આગળ ના આર્ટીકલ્સ માં જોઈ ગયા તેમ શ્રાપ વચન અને આશીર્વાદના રહસ્ય પણ છુપાયેલા છે કારણકે મહાભારતમાં દરેક વ્યક્તિ રહસ્યમય હતા. મહાભારતથી જોડાયેલ એ સમયના તથ્ય મળ્યા છે કે જે બધા માનવ ઈતિહાસના રહસ્યો પરથી પડદો ઉઠાવે છે.
મિત્રો આજે અમે એવા પાત્રને લઈને આવ્યા છીએ કે જેના વિશે લોકો ઘણું ઓછું જાણતા હશે મિત્રો, આજે આપણે વાત કરવાની છે સહદેવ વિશે, અને તેની પાસે રહેલા ત્રિકાળ જ્ઞાન વિશે.
સહદેવ એટલે 5 પાંડવોમાંથી 1 પાંડવ હતા. પાંડુપુત્ર કહેવાતા પણ તમને જાણીને નવાઈ લાગશે કે ખરેખર એ પાંડુના પુત્રો નહોતા ધૃતરાષ્ટ્ર થી મોટાભાઈ પાંડુને શ્રાપ મળેલો કે, જો તે સ્ત્રી સાથે સહવાસ કરશે તો તે મૃત્યુ પામશે પાંડુના લગ્ન કુંતી સાથે થયા. કુંતીને પુત્ર પ્રાપ્તિનો મંત્ર આવડતો હતો. કુંતીએ મંત્રોચ્ચાર દ્વારા દેવોની મદદથી યુધિષ્ઠિર અર્જુન અને ભીમ ની પ્રાપ્તિ કરી. અને તેમને લગ્ન પહેલા તેમણે આ મંત્ર તપાસવા માટે સૂર્યદેવની આરાધનાથી એક પુત્ર પ્રાપ્ત થયો હતો જેનું નામ કર્ણ પડ્યું હતું.
પાંડુની બીજી પત્ની હતી માદ્રી. કુંતીએ પુત્રપ્રાપ્તિનો મંત્ર માદ્રીને પણ શીખવ્યો, અને માદ્રીએ અશ્વિનીકુમારની આરાધના કરીને બે પુત્રોની પ્રાપ્તિ કરી. તે પુત્રો હતા નકુલ અને સહદેવ. આમ કુંતીના કર્ણ સહિત ચાર પુત્રો અને માદ્રીના બે પુત્રો અને કુલ છ ભાઈઓ હતા. એમાંથી એક પુત્ર એટલે સહદેવ પાંડવોમાં સૌથી નાનો ભાઈ.
માદ્રીએ અશ્વિનીકુમારની આરાધનાથી આ બે પુત્રો મેળવ્યા હતા. પહેલા આપણે અશ્વિનીકુમારો વિષે જાણી લઈએ કે, કોણ હતા અશ્વિનીકુમારો. હિંદુ ધર્મના 33 પ્રકારના દેવતાઓ છે. તેમાંના આ દેવતાઓ એટલે અશ્વિનીકુમાર જેને અશ્વિનીના જુડવા પુત્ર માનવામાં આવતા હતા.
તેમાં પહેલાનું નામ નાસત્ય અને બીજાનું નામ દસ્ત હતું. જ્યારે નકુલ અને સહદેવ નો જન્મ થયો હતો ત્યારે આકાશવાણી થઈ કે શક્તિ અને રૂપથી ભરપૂર આ બંને ભાઈઓ સ્વયં જુડવા અશ્વિનીકુમારો થી પણ વધારે શક્તિશાળી હશે.
પાંડુ પત્ની માદ્રીના જુડવા પુત્ર માંથી એક પુત્ર સહદેવ તેમના ભાઈનું નામ નકુલ હતું. સહદેવ આકાશવાણીમાં જણાવ્યા મુજબ તેમના પિતા અને ભાઇ નકુલની જેમ જ શક્તિશાળી હતા. સહદેવ પશુપાલન શાસ્ત્રો તથા ચિકિત્સામાં નિપુણતા ધરાવતા હતા.
અજ્ઞાતવાસ દરમિયાન સહદેવે પણ વેશપલટો કરીને મહારાજ વિરાટને ત્યાં પશુઓની દેખરેખનું કામ કર્યું હતું. તેઓ ગાયો ચરાવવાનું પણ કામ કરતાં હતાં તેમજ સહદેવ એક સારા એવા રથ યોધ્ધા પણ હતા. એવું માનવામાં આવે છે કે સહદેવ તેમના મૃત્યુ સમયે ૧૦૫ વર્ષના હતા. સહદેવે ગુરુ દ્રોણાચાર્ય પાસેથી ધર્મશાસ્ત્ર ચિકિત્સા તેમજ જ્યોતિષ વિદ્યા શીખી હતી. સહદેવને કુલ ચાર પત્નીઓ હતી. દ્રોપદી, વિજ્યા, ભાનુમતિ અને જરાસંધ કન્યા.
તમને એ જાણીને નવાઇ લાગશે કે 5 પાંડવોમાંથી સૌથી વધુ ચમત્કારીક શક્તિ સહદેવ પાસે હતી. તે ત્રિકાળજ્ઞાની હતા એટલે કે તે ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ ત્રણે કાળનું જ્ઞાન ધરાવતા હતા સાથે અને ભવિષ્યમાં થનારી દરેક ઘટના પહેલેથી જાણી શકતા હતા. તે જાણતા હતા કે મહાભારત થશે, કોણ કોને મારશે. પણ તેમને શ્રાપ હતો કે તે આ જ્ઞાન વિશે કોઈને કહી શકશે નહીં.
તો ચાલો તેમના ત્રિકાળજ્ઞાની તથા શ્રાપનું રહસ્ય જાણીએ : સહદેવના પિતા પાંડુ પોતે ખૂબ જ શક્તિશાળી હતા. પરંતુ પાંડુ પોતાને મળેલા શ્રાપને લીધે એક પણ પુત્ર પોતાના સહવાસથી મેળવેલા ન હતા તેથી પાંડુ રાજાની શક્તિઓ પાંડવોમાં ન હતી. પરંતુ પાંડવો એવા ઈચ્છતા હતા કે તેમની શક્તિ પાંડવોને મળે. પાંડુ રાજા દ્વારા અમુક વિધિથી પાંડવોને અમુક શક્તિઓ મળી જેમાંથી સહદેવને પણ આ ત્રિકાળજ્ઞાન ધરાવવાની શક્તિ મળી છે તેમ કહેવાય છે.
અમુક લોકોનું એવું માનવું છે કે, પાંડવોએ તેમના પિતાના મૃત્યુ બાદ તેમના શરીરનું માંસ ખાધું હતું એટલે તેમનામાં પાંડુ રાજાની તાકાત આવી. પણ અમુક લોકોનું માનવું છે કે, તે વખતે માંસાહાર થતો ના હતો એટલે તે લોકો આ વાતને પાયા વિહોણી બતાવે છે અને તે પણ કહે છે કે, કોઈ પુત્ર આવું કૃત્ય ના કરી શકે અને તે પણ મહા જ્ઞાની યુધિષ્ઠિર, અર્જુન, ભીમ, નકુલ અને સહદેવ જેવા ધર્મના જાણકારો તો આવું કરી જ ના શકે. તેથી લોકો આ વાત માનવા તૈયાર નથી. પણ સહદેવને પાંડુ રાજા દ્વારા ત્રિકાળજ્ઞાન થયું હતું તેવી વાતને સૌ લોકો પ્રાધાન્ય આપે જ છે. પણ તે જ્ઞાન કેવી રીતે થયું તેના વિશે થોડી અસમંજસ છે,
તેથી જયારે સહદેવને ત્રિકાળજ્ઞાનનું જયારે જ્ઞાન થયું ત્યારે ભગવાન શ્રીકૃષ્ણને ખબર પડી, અને ભગવાન શ્રી કૃષ્ણે ભવિષ્ય કાળ વિશે થોડી શંકા પેદા થઇ, અને તેમને સહદેવને શ્રાપ આપેલો કે તું આ તારા જ્ઞાન વિશે જો કોઈને પણ સામેથી જણાવી શકીશ નહિ, જો તે માણસ તને પૂછે તો જ તું તેને જણાવી શકીશ. આવો શ્રાપ સહદેવ માટે ખુબ જ દુઃખ દાયી સાબિત થયેલો, કેમ કે તેને ભવિષ્યનું બધું જ્ઞાત હતું, પણ તે કોઈને કહી શકતા ના હતા. જો કોઈ સામેથી પૂછે તો જ તે કઈ કહી શકવા સમર્થ હતા.
આવો શ્રાપ મેળવીને સહદેવ ત્રીકાળજ્ઞાની હોવા છતાં તેનું જ્ઞાન કોઈને પણ જણાવી શકતા ના હતા.
આવું ભવિષ્યનું જ્ઞાન ધરાવતા હતા તો પણ તે આવું મહા વિનાશક મહાભારતનું યુદ્ધ ના રોકી શક્યા. મહાભારતનું યુદ્ધ રોકવા માટે તેનું આ ભવિષ્યનું જ્ઞાન કોઈ કામ ના આવ્યું.