આત્મજ્ઞાન મેળવવાના પાંચ મુખ્ય ઉપાયો… ખુદ યમરાજે જણાવ્યા છે….. જાણો કેવી રીતે કરી શકાય આત્મજ્ઞાન…..
મિત્રો આજે અમે એવા પાંચ પ્રશ્નો અને જવાબ જણાવશું જેના દ્વારા કળીયુગમાં પણ આપણે આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરી શકીએ છીએ. નચિકેતા દ્વારા યમરાજને પાંચ એવા પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા, જેના દ્વારા તેને આત્મજ્ઞાનની પ્રાપ્તિ હતી. તો મિત્રો તમે પણ આ લેખ દ્વારા આત્મજ્ઞાન મેળવી શકો છો. તો જાણો ક્યાં છે એ પ્રશ્નો અને શા માટે યમરાજને નચિકેતાએ પૂછ્યા હતા.
મિત્રો હિંદુધર્મ ગ્રંથ કઠોપનિષદ અનુસાર એક વાર શ્રવચ નામના ઋષિના પુત્ર નચિકેતાએ યમરાજને મનુષ્ય જન્મ અને મૃત્યુ સંબંધિત અનેક પ્રશ્ન કર્યા. જેના જવાબ આપવાની યમરાજને બિલકુલ ઈચ્છા ન હોવા છતાં પણ યમરાજે તેના જવાબ આપવા પડ્યા. તો ચાલો જાણીએ તે પ્રસંગની પૂરી જાણકારી વિશે.
એક વાર શ્રવચ ઋષીએ એક વિશ્વદીપ નામનો ખુબ જ મોટો યજ્ઞ કર્યો. આ યજ્ઞ જે કોઈ પણ વ્યક્તિ કરે તેણે પોતાની બધી જ વસ્તુ દાન કરી દેવી પડે છે. તો ત્યારે શ્રવચ ઋષિ ગાયોનું દાન કરી રહ્યા હતા. પરંતુ નચિકેતા જોતા હતા કે ઋષિ સ્વસ્થ ગયોની જગ્યાએ બધી બીમાર અને અસ્વસ્થ, પીડિત ગાયોનું દાન કરી રહ્યા હતા. ત્યારે નચિકેતા સમજી ગયા કે તેના પિતાને હજુ પણ મોહ છે. જેના કારણે તે આવું કરી રહ્યા છે.
તો ત્યારે નચિકેતાએ ઋષિ પાસે જઈને પ્રશ્ન કર્યો કે, “તમે તમારા પુત્રનું દાન કોને કરશો ?” ત્યારે શ્રવચ ઋષીએ આ પ્રશ્નનો ઉત્તર આપવો યોગ્ય ન સમજ્યું. પરંતુ આ પ્રશ્ન નચિકેતાએ વારંવાર પૂછ્યો. તો શ્રવચ ઋષિ ક્રોધિત થયા અને કહ્યું કે હું તને યમરાજને દાનમાં આપું છું. આ સાંભળીને નચિકેતાને ખુબ જ દુઃખ થયું. અને તે યમરાજની ખોજમાં નીકળી ગયા.
યમરાજને શોધતા શોધતા યમલોક પહોંચી ગયા. પરંતુ ત્યાં પહોંચીને નચિકેતા યમપુરીમાં પ્રવેશ ન કરી શક્યા. કેમ કે મૃત્યુ પહેલા જ યમલોક પહોંચી ગયા હતા. એટલા માટે નચિકેતા માટે યમપુરીના દ્વારા બંધ હતા. પરંતુ નચિકેતા ત્યાંથી પાછા ન આવ્યા અને ત્યાં જ ભૂખ્યા અને તરસ્યા યમપુરીના દરવાજા બહાર યમરાજની પ્રતીક્ષા કરી. ત્રણ દિવસની એક બાળકની તપસ્યાથી પ્રસન્ન થઈને સ્વયં જ નચિકેતાને મળવા માટે આવ્યા. યમરાજ બહાર આવ્યા અને નચિકેતાને ત્રણ વર માંગવા માટે કહ્યું.
ત્યારે નચિકેતાએ પહેલું વર પિતાનો સ્નેહ, બીજું અગ્નિ વિદ્યાનું જ્ઞાન અને ત્રીજું વર આત્મજ્ઞાન અને મૃત્યુના રહસ્ય વિશે હતું. પરંતુ મિત્રો યમરાજ નચિકેતાના ત્રીજા વરને ટાળી રહ્યા હતા અને નચિકેતાને સંસારિક સુખ આપવાનો લોભ આપ્યો. પરંતુ નચિકેતા પોતાના વર પર અડગ રહ્યા, લોભની અસર તેના પર બિલકુલ ન થઇ. ત્યારે યમરાજે તેના પ્રશ્નોના જવાબ વિવશ થઈને આપવા જ પડ્યા.
તો ચાલો જાણીએ શું હતા એ પ્રશ્ન.
પ્રશ્ન એક, “શરીર થી કેવી રીતે બ્રહ્મ જ્ઞાન અને તેના દર્શન થાય છે ?” યમરાજે ઉત્તર આપ્યો કે, “મનુષ્ય શરીર એક બ્રહ્મ નગરી છે, જેમાં બે આંખ, બે નાકના છિદ્ર, બે કાન, મુખ બ્રહ્મરંધ્ર, નાભી, ગુદા, અને શિશ્નના રૂપમાં અગિયાર દરવાજા છે. બ્રહ્મ મનુષ્યના હૃદયમાં નિવાસ કરે છે. આ રહસ્યને જે સમજી જાય છે તે વ્યક્તિ દરેક પ્રકારના સુખ અને દુઃખથી પર હોય છે અને તેને જન્મ અને મૃત્યુના બંધનથી પણ મુક્તિ મળે છે.
પ્રશ્ન બીજો, “આત્માનું સ્વરૂપ શું છે, શું આત્મા મરે છે ?” યમરાજે ઉત્તર આપ્યો કે આત્માનું કોઈ સ્વરૂપ ન હોય, મનુષ્ય શરીરનો નાશ થયા પછી આત્માનો નાશ નથી થતો. આત્મા સંસારિક સુખ, દુઃખ, ભોગ, વિલાસ બધાથી પર હોય છે. આત્માનો ન કોઈ જન્મ થાય છે અને મૃત્યુ પણ નથી થતું. એ સદા આઝાદ અને અમર હોય છે.
પ્રશ્ન ત્રીજો, “જો કોઈ વ્યક્તિને આત્મા પરમાત્માનું જ્ઞાન ન હોય તો તેણે કેવું પરિણામ ભોગવવું પડે છે ?” યમરાજ જણાવે છે કે, “એક વ્યક્તિનું પરમાત્માના પ્રતિ સમર્પણ અનુસાર જ અલગ અલગ યોનીઓમાં જન્મ મળે છે. જો કોઈ પરમાત્મામાં વિશ્વાસ નથી કરતુ, તે અલગ અલગ યોનીઓમાં ભટક્યા કરે છે. જે લોકો ખુબ જ વધારે પાપ કરે છે તે મનુષ્ય અને પશુઓ સિવાય વૃક્ષ અને જીવજંતુ જેવી યોનીઓમાં જન્મ લે છે.”
પ્રશ્ન ચાર, “શરીરમાંથી આત્મા નીકળ્યા બાદ શરીરમાં શું રહી જાય છે?” યમરાજે જણાવ્યું કે આત્મા નીકળ્યા બાદ શરીરમાંથી પ્રાણ અને ઇન્દ્રિય જ્ઞાન પણ આત્માની સાથે નીકળી જાય છે. મૃત શરીરમાં એ પર બ્રહ્મ રહી જાય છે જે દરેક પ્રાણીમાં વિદ્યમાન હોય.
પ્રશ્ન પાંચ, “આત્મજ્ઞાન અને પરમાત્માનું સ્વરૂપ શું છે ?” ત્યારે યમરાજે જણાવ્યું કે ઓમ પરબ્રહ્મના પ્રતિકનું સ્વરૂપ છે. ઓમકાર જ પરમાત્માને પ્રાપ્ત કરવામાટેનો સર્વોત્તમ ઉપાય છે.
મિત્રો અંતમાં યમરાજ નચિકેતાને જણાવે છે કે પૃથ્વી પર જ કંઈ પણ થઇ રહ્યું છે તે મનુષ્યના કર્મના આધારે જ થાય છે. પરંતુ જો સત્ય માર્ગ પર જે વ્યક્તિ ચાલે છે તેને જીવનમાં ક્યારેય મુશ્કેલી નથી આવતી. જે લોકો ભ્રષ્ટ જીવન વ્યતીત કરે છે તેમણે પૃથ્વી પર પણ પાપનો સામનો કરવો પડે છે અને મૃત્યુ બાદ પણ તેણે કષ્ટોને સહન કરવા પડે છે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ Image Source: Google