જાણો અહીં એક રહસ્યમય શક્તિ કરે છે શિવલીંગની પૂજા…. વાંચીને તમે પણ દંગ રહી જશો….

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

જાણો અહીં એક રહસ્યમય શક્તિ કરે છે શિવલીંગની પૂજા…. વાંચીને તમે પણ દંગ રહી જશો….

મિત્રો આજે અમે ખુબ જ ર હસ્યમય અને અલૌકિક ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેને સાંભળીને કદાચ તમને વિશ્વાસ નહિ આવે. પરંતુ તે વાત સત્ય છે અને તેનો ઈતિહાસ મહાભારતકાળ સાથે જોડાયેલ છે. મિત્રો આજે અમે તમને એક એવી શિવલિંગ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેની પૂજા કોઈ વ્યક્તિ દ્વારા નથી. પરંતુ આપો આપ તેની પૂજા થાય છે. તો આવું કંઈ રીતે શક્ય છે તે જાણવા માટે આ લેખ અંત સુધી વાંચો.

img source

મધ્યપ્રદેશમાં બુરહાનપુર નામનો એક જીલ્લો છે. જેણે પોતાની અંદર ઘણા રહસ્યોને છુપાવેલા છે. જેમાંથી અમુક રહસ્યો તો એટલા વિસ્મય છે કે જેના વિશે સાંભળીને તમને કદાચ વિશ્વાસ પણ નહિ આવે. પરંતુ મિત્રો આજે અમે જે રહસ્યમય જગ્યાની વાત કરવા જઈ રહ્યા છીએ અને ત્યાં જે ઘટના બને છે તેને આપણે નકારી નથી શકતા.

img source

મધ્યપ્રદેશમાં બુરહાનપૂરથી 20km દુર અસીરગઢ નામનો કિલ્લો આવેલો છે. જે બુરાહનપૂરથી ઉત્તર દિશા તરફ સતપુડાના શિખર પર સમુદ્ર તટથી 250kmની ઉંચાઈએ સ્થિત છે. આ કિલ્લામાં એક શિવજીનું મંદિર સ્થિત છે. જે ગુપ્તેશ્વર મહાદેવના નામે ઓળખાય છે. આ મંદિરની અંદર શિવલિંગ સ્થિત છે ત્યાં એક અદ્દભુત ઘટના બને છે. અહીં નિયમિત રોજ સવારે શિવલિંગ પર તાજા ફૂલો તેમજ ગુલાલ ચડેલું હોય છે. પરંતુ મિત્રો આ કોઈ વ્યક્તિ દ્વારા નથી ચડાવાતી.

કહેવાય છે કે અહીં રોજ સવારે મહાભારતના પ્રમુખ પાત્ર અશ્વત્થામા શિવલીંગની પૂજા કરવા આવે છે. અશ્વત્થામા અષ્ટ ચિરંજીવી માંથી એક છે. એટલે કે અશ્વત્થામા, બલી રાજા, વ્યાસજી, હનુમાનજી, વિભીષણ, કૃપાચાર્ય, પરશુરામ અને ઋષિ માર્કંડેય આ આઠેય વિભૂતિઓ અમર છે.

img source

તેમાં અશ્વત્થામા કૌરવો તેમજ પાંડવોના ગુરુ  દ્રોણાચાર્યના પૂત્ર હતા. જેને ભગવાન શ્રી કૃષ્ણએ યુગો યુગો સુધી ભટકવાનો શ્રાપ આપ્યો હતો. માટે અશ્વત્થામા અમર છે. તેથી જ કહેવાય છે કે અશ્વત્થામા રોજ સવારે આ શિવલીંગની પૂજા કરવા માટે આવે છે અને રોજ સવારે શિવલિંગ પર તાજા ફૂલો તેમજ ગુલાલ ચડેલા જોવા મળે છે.

ત્યાંના કિલ્લામાં એક તળાવ સ્થિત છે. કહેવાય છે કે પૂજા કરતા પહેલા અશ્વત્થામા આ તળાવમાં સ્નાન કરે છે અને ત્યાર બાદ તેનાથી થોડે દુર મંદિર છે. જે ચારે બાજુથી ખાઈઓથી ઘેરાયેલું છે અને તેમાંથી જ એક ખાઈની અંદરથી મંદિર સુધી પહોંચવાનો ગુપ્ત રસ્તો આવેલો છે. તે ગુપ્ત રસ્તેથી જ અશ્વત્થામા મંદિરમાં આવે છે અને શિવલીંગની પૂજા કરે છે.

img source

મિત્રો આ મંદિરમાં કોઈ રોશની નથી અને કોઈ પક્ષીઓ પણ ત્યાં નથી ફરકતા. તેમ છતાં પણ અહીં રોજ સવારે તાજા ફૂલ અને ગુલાલ જોવા મળે છે. તે આ વાતની સાબિતી આપે છે કે અહીં અશ્વત્થામા પૂજા કરવા માટે આવે છે. મિત્રો અશ્વત્થામા જે તળાવમાં સ્નાન કરે છે તેની પણ એક ખાસિયત છે કે ઉનાળાની તપતી ગરમી અને તડકામાં પણ ક્યારેય સુકાતું નથી. બારેમાસ તેમાં પાણી ભરેલું હોય છે.

img source

કહેવાય છે કે મધ્યપ્રદેશના જબલપુર શહેરના ગૌરીઘાટના કિનારે અશ્વત્થામા ભટકે છે અને ત્યાંના નિવાસીઓનું તો કહેવું છે કે અંહી પોતાના મસ્તિષ્ક પરથી વહેતા રક્તને રોકવા માટે અશ્વત્થામા કોઈ લોકો પાસે તેલ તેમજ હળદર માંગે છે. આ ઉપરાંત તે લોકોનું કહેવું છે કે જે વ્યક્તિ અશ્વસ્થામાને જુએ છે તેનું માનસિક સંતુલન બગડી જાય છે.

આ ઉપરાંત ગામના લોકોએ ગૌરીઘાટની આસપાસ રહેલ વાડીઓ તેમજ સતપુડાના જંગલમાં અશ્વસ્થામાના મોટા પગલાઓના નિશાનો પણ જોયેલા છે. આ વિશે વધુ માહિતી જાણવા  તમે ઓનલાઈન માહિતી મેળવી શકો છો

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

Leave a Comment