મિત્રો આપણે આપણા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે, પણ હાલમાં આપણો ખોરાક એટલો ખરાબ થઇ ગયો છે કે લોકોને હાલતા ચાલતા હાર્ટ એટેકની ઘટના બનતી હોય છે, આથી જો તમે પોતાના ખાનપાનનું ધ્યાન રાખો તો હાર્ટ એટેકની ગંભીર સમસ્યાને ટાળી શકો છો. આ માટે તમારે થોડી કાળજી રાખવાની જરૂર છે.
હાર્ટને હેલ્દી રાખવા તમારે શિયાળામાં પોતાના શરીરને પુરતી હુંફ મળી રહે એ માટેની વ્યવસ્થા કરવી જોઈએ. જો કે શિયાળામાં લોહી ધીમી ગતિએ કામ કરે છે આથી શરીરમાં લોહીના ગઠ્ઠા થઇ જાય છે અને તે હાર્ટ એટેક માટેનું કારણ બની શકે છે.
ઠંડીની ઋતુ ખૂબ જ સોહામણી લાગે છે પરંતુ તે પોતાની સાથે ઘણા પ્રકારની બીમારીઓ લઈને આવે છે. ખાસ કરીને હ્રદયના દર્દીઓ માટે શિયાળાની ઋતુ ખતરનાક માનવામાં આવે છે. સ્ટડી અનુસાર આ ઋતુમાં હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર અને સંધિવા થવાનું જોખમ વધી જાય છે. આ ઋતુમાં આપણાં શરીર અને હ્રદયને શરીરનું તાપમાન જાળવી રાખવા માટે વધારે મહેનત કરવી પડતી હોય છે. આના કારણે આપણા હ્રદય પર વધારે દબાણ લાગે છે અને નબળા હ્રદય વાળા વ્યક્તિઓમાં હાર્ટ ફેલિયરનું જોખમ વધી જાય છે.
હ્રદયના દર્દીઓ માટે શિયાળો કેમ ખતરનાક ગણાય છે ? : હેલ્થ એક્સપર્ટના મત મુજબ, ઠંડી ઋતુમાં તાપમાન નીચું જાય છે અને મનોવૈજ્ઞાનિક રૂપથી શરીરને ગરમ રાખવાનો સંકેત મળે છે. નીચું તાપમાન નર્વસ સિસ્ટમને એક્ટિવ કરે છે જેનાથી કૈટેકોલામાઈનનું સ્તર વધી જાય છે. તે રક્ત વાહીનીઓને સંકુચિત કરે છે જેનાથી હ્રદયની ગતિ, બ્લડપ્રેશર અને કોલેસ્ટ્રોલનું સ્તર વધી જાય છે. રક્ત વાહીનીઓ સંકુચિત થવાને કારણે લોહીના ગઠ્ઠા પણ થઇ જાય છે. આ બધી વસ્તુઓ હાર્ટ એટેકનું જોખમ વધારે છે. જો તમારી નર્વસ સીસ્ટમ નબળી બને છે તો તમારી ઈમ્યુન સીસ્ટમ પણ નબળી બને છે. આથી હૃદયના દર્દીઓ માટે શિયાળો ખતરનાક સાબિત થાય છે.
અન્ય કારણો : હાર્ટ એટેક થવાના અન્ય કારણો સમજાવતા આ વિશે હેલ્થ એક્સપર્ટના કહે છે કે વાયુ પ્રદૂષણ, ફિઝિકલ એક્ટિવિટીમાં અછત, માનસિક દબાણ, ખાવા-પીવાની ખરાબ આદતો અને વાતાવરણમાં થતાં વાઇરલ ઇન્ફેકશનને કારણે પણ હાર્ટ એટેક અને હાર્ટ ફેલિયરની સંભાવનાઓ વધી જાય છે.
જે વ્યક્તિઓનું હ્રદય નબળું હોય અથવા જેને પહેલાથી જ કોઈ બીમારી હોય તેમને આ ઋતુમાં સૌથી વધારે જોખમ હોય છે કારણ કે આ સમયે શ્વાસ લેવામાં પણ મુશ્કેલી થઈ શકે છે. આ સિવાય ફ્લૂ અને ન્યુમોનિયા જેવી બીમારીઓ થવાની સંભાવના પણ આ ઋતુમાં વધારે રહેલી છે. જો તમારી શારીરિક ક્રિયા ઓછી હશે તો તમારા હાર્ટને તકલીફ થઇ શકે છે.
ઠંડી ઋતુમાં આ રીતે લેવી હ્રદયની સંભાળ : જો તમે તમારા હૃદયની યોગ્ય અને સાચી દેખભાળ કરવા માંગતા હો તો તમે આ માટે હેલ્થ એક્સપર્ટની મદદ લઇ શકો છો. આ વિશે હેલ્થ એક્સપર્ટ જણાવે છે કે શિયાળાની ઋતુમાં ગરમ કપડાં, મોજા અને ટોપી પહેરીને શરીરને ગરમ રાખવું જોઈએ.
ખુબ જ વધારે માત્રામાં ધૂમ્રપાન કે દારૂનું સેવન ન કરવું જોઈએ, યોગા કે મેડિટેશન કરવું જોઈએ. ફિઝિકલ એક્ટિવિટી વધારવી અને પૂરી ઊંઘ કરવી જેથી હ્રદયને સ્વસ્થ રાખી શકાય. એક્સપર્ટ ડાયેટ પર વધારે ધ્યાન રાખવાની સલાહ આપે છે. વધારે માત્રામાં મીઠું તેમજ ગળી વસ્તુઓથી બચવું, ફળ ફ્ળાદી વધારે ખાવું જોઈએ. ટાઈમ ટુ ટાઈમ હેલ્થ ચેકઅપ કરાવતું રહેવું અને કોઈ પણ પ્રકારની મુશ્કેલી અનુભવાય એટ્લે તરત જ ડોકટરનો સંપર્ક કરવો જોઈએ.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી