ચોમાસાની ઋતુમાં આ સાત પ્રકારના તેલમાંથી કોઈ એક અપનાવીને કરો વાળની માવજત, જાણો કયું છે સૌથી શ્રેષ્ઠ

ચોમાસાની ઋતુ વાળની વધુ કાળજી માંગી લે છે. આ ઋતુમાં વાતાવરણ ભેજવાળું હોવાથી તેની અસર વાળ અને તમારી સ્કિન પર પડે છે. ચોમાસાની ઋતુમાં ભેજને કારણે તમારા વાળ શુષ્ક, ગુંચાયેલા અને નિર્જીવ બની જાય છે. ચોમાસામાં ભેજ તમારા વાળના ફોલીકલ્સને કમજોર બનાવે છે. ભેજ વધવાના કારણે વાળના ફોલિકલ્સ બંધ થઈ જાય છે. તેના કારણે તમારા વાળ તૂટવા લાગે છે, તેમાં શુષ્કતા નજર આવે છે અને ખંજવાળ કે સ્કેલ્પમાં ઇન્ફેક્શનની સમસ્યા વધી જાય છે. આ સમસ્યાઓને દૂર કરવા માટે તમે યોગ્ય હેર ઓઇલનો ઉપયોગ કરોશો તો ચોમાસામાં વાળની સમસ્યાઓથી બચી શકો છો. આજે આપણે એવા સાત પ્રકારના તેલ વિશે જાણીશું જેનો તમે ચોમાસાની ઋતુમાં ઉપયોગ કરી શકો છો.

3) આમળાનું તેલ:- વાળને હેલ્ધી રાખવા માટે આમળાનું તેલ ફાયદાકારક છે. ચોમાસાની ઋતુમાં તેની ગુણવત્તા વધારે વધી જાય છે. આમળાના તેલમાં એન્ટી-ઇન્ફલેમેટરી ગુણો હોય છે. ચોમાસાની ઋતુમાં સ્કેલ્પમાં ઇન્ફેક્શન કે ખંજવાળની સમસ્યા થાય છે, જેને દૂર કરવા માટે તમે આમળાના તેલનો ઉપયોગ કરી શકો છો.4) નારિયેળ તેલ:- ચોમાસાની ઋતુમાં તમે નારિયેળ તેલનો ઉપયોગ કરી શકો છો નારિયેળ તેલમાં ફેટી એસિડ અને પ્રોટીન હાજર હોય છે, જેનાથી વાળને મજબૂતી મળે છે. ચોમાસાની ઋતુમાં વાળ વધારે તૂટે છે. વાળને મજબૂતી આપવા માટે તમે નારિયેળ તેલનો ઉપયોગ કરી શકો છો.

5) ચા ના વૃક્ષનું તેલ:- ચોમાસાની ઋતુમાં તમે ચા ના વૃક્ષનું તેલ વાળમાં લગાવી શકો છો. આ તેલમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણો હોય છે. આ તેલનો ઉપયોગ કરવાથી શુષ્ક વાળની સમસ્યા દૂર થાય છે. ટી ટ્રી ઓઇલ ને સીધું વાળ પર લગાવી શકાતું નથી. કોઈપણ કેરિયર ઓઈલ સાથે ટી ટ્રી ઓઈલ મિક્સ કરીને લગાવો.6) બદામનું તેલ:- ચોમાસાના દિવસોમાં તમે વાળમાં બદામનું તેલ લગાવી શકો છો. બદામના તેલમાં વિટામિન ઈ હાજર હોય છે. ચોમાસાની ઋતુમાં વાળમાં ચિકાશ નો અહેસાસ થાય છે અને વાળ ડ્રાય થઇ જાય છે. ડ્રાય વાળની સમસ્યાથી બચવા માટે તમે બદામના તેલનો ઉપયોગ કરી શકો છો.

7) લવંડર તેલ:- તમે લવંડર તેલ ને પણ ચોમાસાના દિવસોમાં વાળને હેલ્ધી રાખવા માટે ઉપયોગ કરી શકો છો. લવંડર તેલમાં એન્ટીબેક્ટેરિયલ, એન્ટી વાયરલ, એન્ટી-ઇન્ફલેમેટરી ગુણ હોય છે. ચોમાસાના દિવસોમાં સ્કેલ્પમાં ખંજવાળની સમસ્યા થઈ શકે છે જેને દૂર કરવા માટે તમે વાળમાં લવંડર તેલ લગાવો. તમે લવંડર તેલને બદામ કે નારિયેળ તેલ સાથે  મિક્સ કરીને લગાવી શકો છો.તમે તમારા વાળના પ્રકાર અને વાળથી જોડાયેલી સમસ્યા પ્રમાણે પણ હેર ઓઇલ ને પસંદ કરી શકો છો. એ વાતનું ધ્યાન રાખવું કે વાળમાં તેલ લગાવીને આખી રાત ન રાખવું. વાળમાં તેલ 15 મિનિટ સુધી લગાવીને પણ રાખી શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment