હાથોની જકડન અને દુખાવો મટાડો ઘરે બેઠા, અજમાવો આ 5 માંથી કોઈ પણ 1 ઉપાય… ઈન્સ્ટન્ટ મળી જશે રાહત…

મિત્રો આપણા શરીરમાં જયારે અમુક અંગ જકડાઈ જાય છે ત્યારે ખુબ જ દુખાવો થાય છે. અને આ સમયે આપણે રાહત મેળવવા માટે અનેક ઘરેલું ઉપાયો અપનાવીએ છીએ. આવું જ જયારે તમારા હાથ જકડાઈ જાય છે ત્યારે થાય છે. જો કે તમે હાથ જકડાઈ જવાના ઈલાજ રૂપે અનેક ઉપાયો જાણતા હશો. આજે અમે તમને આ લેખમાં એવા ઉપાય વિશે જણાવીશું જે તમને તરત જ રાહત આપશે. 

હાથના જકડાઈ જવાથી આપણા કામકાજ પર ઘણી અસર થાય છે. માટે આ પ્રકારની સમસ્યાઓ દૂર કરવી ખૂબ જરૂરી છે. શિયાળામાં હાથ જકડાઈ જવાની સમસ્યા ખૂબ જોવા મળે છે. ખાસ કરીને સવારના સમયે આ સમસ્યા વધારે જોવા મળે છે. વાસ્તવમાં, ઠંડીના કારણે બ્લડ સર્ક્યુલેશન પર અસર થાય છે જેના કારણે તમારા હાથ જકડાઈ જાય છે. જો તમને હાથ જકડાઈ જવાની સમસ્યા વધારે જોવા મળતી હોય તો એક્સપર્ટની સલાહ જરૂરથી લેવી જોઈએ. તે સિવાય અમુક ઘરેલુ ઉપાયોની મદદથી પણ હાથ જકડાવાની સમસ્યા દૂર કરી શકાય છે. આવો જાણીએ તેના વિશે.હાથની જકડન કઈ રીતે દૂર કરવી?:- હાથની જકડન દુર કરવા માટે દેશી ઉપાયો અપનાવી શકો છો. હાથની જકડન દૂર કરવા માટે તમે ઘણા પ્રકારના ઘરેલુ ઉપાયોની મદદ લઈ શકો છો. આ ઘરેલુ ઉપાયોમાં ગરમ તેલનો શેક, સિંધાલું મીઠું અને ગરમ પાણી વગેરે સમાવિષ્ટ છે. આવો જાણીએ આ ઘરેલુ ઉપાયો વિશે વિસ્તારથી-આનાથી તમને તરત જ રાહત મળે છે. 

1) ગરમ તેલથી માલિશ:- ગરમ તેલથી શેક કરવાથી તમારા હાથમાં જામેલ લોહી ઢીલું થવા લાગે છે અને બ્લડ સર્ક્યુલેશન ઝડપથી થાય છે. શિયાળાની ઋતુમાં જો તમને ખૂબ વધારે હાથ જકડાવાની સમસ્યા થતી હોય તો આવી સ્થિતિમાં તમે ગરમ તેલથી માલિશ કરો. તેનાથી હાથની જકડન અને દુખાવાથી રાહત મળી શકે છે. તેનો પ્રયોગ કરવા માટે 2 ચમચી તેલ (સરસોનું તેલ, તલનું તેલ, નારિયેળ તેલ કે ઓલિવ ઓઇલ) લેવું. ત્યાર બાદ તેલને હળવું ગરમ કરો. હવે આ તેલથી પોતાના હાથની માલિશ કરવી. તેનાથી ઘણો આરામ મળે છે.2) સિંધાલું મીઠું અને ગરમ પાણીનો શેક:- મીઠાના શેકથી પણ તમે હાથ જકડાઈ જવાની સમસ્યા દુર કરી શકો છો. તેમજ ગરમ પાણીના શેકથી પણ આ સમસ્યા દુર થાય છે. સવારના સમયે જો તમારા હાથ ખૂબ જકડાઈ ગયા હોય તો, એવી સ્થિતિમાં તમારા માટે સિંધાલું મીઠું અને ગરમ પાણી લાભદાયી થઈ શકે છે. તેનો ઉપયોગ કરવા માટે એક મોટા વાસણમાં નવશેકું પાણી લેવું. હવે તેમાં થોડું સિંધાલું મીઠું મિક્સ કરો. ત્યાર બાદ તે પાણીમાં પોતાના હાથ થોડી વાર માટે ડૂબાડીને રાખવા. તેનાથી હાથની જકડન દૂર થઈ શકે છે. 

3) એકસરસાઈઝ જરૂરી છે:- હાથની જકડન કે દુખાવો દૂર કરવા માટે તમે એકસરસાઈઝ કરી શકો છો. એકસરસાઈઝ કરવાથી તમારા હાથનું બ્લડ સર્ક્યુલેશન સરખું થઈ શકે છે, જેનાથી હાથની જકડન દૂર થઈ શકે છે.4) આદુંનો કરવો ઉપયોગ:- હાથોની જકડન ઓછી કરવા માટે આદુંનું પાણી પીવું. આદુંના પાણીનું સેવન કરવાથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન સરખું થાય છે. જે હાથના સાંધામાં થતી સમસ્યાને દૂર કરે છે. 

5) ડાયેટમાં ફેરફાર:- શરીરમાં કોઈ પણ પ્રકારની સમસ્યાનું કારણ ખરાબ ડાયેટ હોય શકે છે. માટે તમારી ડાયેટમાં ફેરફાર કરો. શિયાળામાં આવા આહારનું સેવન કરવું જે તમારા શરીરને ગરમ રાખી શકે તેનાથી શરીરના સાંધા અકડાવાની સમસ્યા ઓછી થાય છે. હાથની જકડનની સમસ્યાને દૂર કરવા માટે તમે આ સરળ ઉપાયોની મદદ લઈ શકો છો. જોકે, તમારી સમસ્યા જો ખૂબ વધી રહી હોય તો એવી સ્થિતિમાં ડોક્ટરની સલાહ જરૂર લેવી.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment