કાળા મરીનું સેવન કરતા પહેલા જાણી લેજો આ ખાસ માહિતી, મોટાભાગના લોકો નથી જાણતા આ હકીકત અને નિયમો….

મિત્રો આપણનો ભારત દેશ એ સમગ્ર વિશ્વમાં મરી મસાલા માટે ખુબ જ પ્રખ્યાત છે. દેશવિદેશથી લોકો અહીંથી મરી મસાલાઓ લઈ જાય છે. આવા જ એક મસાલામાં મરીનો સમાવેશ થાય છે. તેનું સેવન કરવાથી તમારા સ્વાસ્થ્યને અનેક લાભો મળે છે. તેમાં રહેલ પોષક તત્વો તમારા શરીરને જરૂરી પોષણ પૂરું પાડે છે.

જ્યારે પણ મસાલાની વાત આવે છે તો તેમાં મરીનું નામ પણ લેવામાં આવે છે. તમને જણાવી દઈએ કે મરીનો ઉપયોગ શાકભાજી સિવાય સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી કેટલીક સમસ્યાઓમાં પણ કરી શકાય છે. ઉદાહરણ તરીકે, શરદી-ઉધરસમાં મરીની બનાવેલી ચા ખુબ ઉપયોગી છે. તેમજ વાઇરલને દૂર કરવા માટે પણ મરીમાંથી બનાવેલો ઉકાળો ઔષધિના રૂપમાં ઉપયોગમાં લેવાય છે. મરીના પોષકતત્વોની વાત કરવામાં આવે તો તેની અંદર ઉર્જા, પ્રોટીન, ફાઈબર, શુગર, કેલ્શિયમ, આયરન, મેગ્નેશિયમ, ફૉસ્ફરસ, પોટેશિયમ, સોડિયમ, ઝીંક, કોપર, વિટામિન બી6, વિટામિન એ, વિટામિન ઇ, વિટામિન કે વગેરે પોષકતત્વો જોવા મળે છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી બની રહે છે.

પરંતુ મરીથી જોડાયેલા કેટલાક સવાલ જવાબ લોકોના મનમાં આવે છે, જેના વિશે લોકોને ખબર હોવી જરૂરી છે. આજનો અમારો લેખ પણ આ સવાલ જવાબ પર જ છે. મરીની તાસીર કેવી હોય છે ? શું ખાલી પેટ મરીનું સેવન કરી શકાય છે ? એવા બીજા ઘણા સવાલોના જવાબ આગળ આ લેખમાં તમને જણાવશું માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો.

મરીની તાસીર કેવી હોય છે ? : તમને જણાવી દઈએ કે, મરીની તાસીર ખુબ જ ગરમ હોય છે. આજ કારણ હોય છે કે તેનો વધારે ઉપયોગ શિયાળાની ઋતુમાં કરવામાં આવે છે. પરંતુ લોકો સીમિત માત્રામાં તેનો ઉપયોગ ઉનાળાની ઋતુમાં પણ કરી શકે છે.

શું ખાલી પેટ મરીનું સેવન કરી શકાય છે ? : જી હા મિત્રો, ખાલી પેટ મરીનું સેવન કરી શકાય છે. જણાવી દઈએ કે આવું કરવાથી પાચનમાં સુધારો લાવવાની સાથે સાથે જે લોકો પોતાના વધતાં વજનથી પરેશાન હોય તે પણ વજન ઘટાડવા માટે ખાલી પેટ મરીનું સેવન કરી શકે છે.

ખાલી પેટ મરીનું સેવન કેવી રીતે કરવામાં આવે છે ? : ખાલી પેટ મરીનું સેવન ચાના રૂપમાં કરી શકાય છે. જો કે અમુક લોકો એવા પણ હોય છે કે જે ખાલી પેટ મરીના સેવન પછી પેટમાં બળતરા અનુભવતા હોય. એવામાં ડોક્ટરની સલાહથી તેને પોતાની ડાયેટમાં જોડવું જોઈએ.

સ્વાસ્થ્ય માટે મરીનું પાણી કેટલું ફાયદાકારક છે ? : સ્વાસ્થ્ય માટે મરીનું પાણી ખુબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. જણાવી દઈએ કે, જે લોકો પેટની સમસ્યાથી પરેશાન રહેતા હોય તેઓ પોતાની ડાયટમાં મરીના પાણીનો સમાવેશ કરી શકે છે. તેનાથી પેટ સાફ થઈ શકે છે અને પેટથી જોડાયેલી સમસ્યાઓ પણ દૂર થાય છે.

ગર્ભાવસ્થા દરમિયાન મરીનું સેવન કરી શકાય છે ? : ગર્ભાવસ્થા દરમિયાન મરીનું સેવન કરી શકાય છે પરંતુ કોઈ પણ વસ્તુની વધુ માત્ર સ્વાસ્થ્ય માટે નુક્શાનકારક હોય છે. તેવામાં ગર્ભવતી મહિલાઓએ એક વખત એક્સપર્ટની સલાહ જરૂર લેવી જોઈએ.

મરીના વધારે સેવનથી સ્વાસ્થ્યને શું નુકશાન થઈ શકે છે ? : જો વ્યક્તિ મરીનું સેવન જરૂર કરતાં વધારે કરે તો તેને પેટથી જોડાયેલી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પેટમાં બળતરાનો પણ સામનો કરવો પડે છે.

મરીનું સેવન કેવી રીતે કરવું ? : તમને જણાવી દઈએ કે બજારમાં મરી આખી તેમજ પાવડર બંને રૂપમાં મળી રહે છે. તેવામાં પાવડરની બદલે આખી મરીનું સેવન કરવું જોઈએ. એવું  એ માટે કારણ કે તેમાં ભેળસેળ હોવાના ચાન્સ ઓછા રહે છે.

મરીને લાંબા સમય સુધી કેવી રીતે સુરક્ષિત રાખી શકાય છે ? : જો તમે લાંબા સમય સુધી મરીને સુરક્ષિત રાખવા માંગતા હોય તો તેને કાંચના જારમાં રાખી શકો છો, જેનાથી હવાના સંપર્કમાં મરી ન આવી શકે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment