ચહેરા પર આવી રીતે લગાવી દો રસોડામાં રહેલી ખાંડ. ખીલ, દાગ સહિત ચામડીની તમામ સમસ્યા કરી દેશે ગાયબ… ચહેરો બની જશે એકદમ સુંદર અને ચમકદાર…

જો તમે પણ એક ચમકતો ચહેરો ઇચ્છતા હો તો આજે અમે આ લેખમાં એક એવો ફોર્મ્યુલા જણાવશું જે તમને ખુબ જ મદદરૂપ થઈ શકે છે. હેલ્થ એક્સપર્ટ આખે છે કે ખાંડનું વધુ પડતું સેવન હેલ્થ માટે નુકશાનકારક છે, પરંતુ તેને ચહેરા પર લગાવવાથી ત્વચાને ખુબ જ લાભ થાય છે. તેના ઉપયોગથી તમે ચહેરા પરના દાગ સહિત ખીલને દુર કરી શકો છો, સાથે જ ત્વચાને ચમકાવી શકો છો.

તો ચાલો જાણીએ કે ત્વચા માટે ખાંડનો કેવી રીતે ઉપયોગ કરી શકાય, જેનાથી આપણી સ્કીનને લગતી સમસ્યા દુર થાય. માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો.

પહેલી રીત : સૌથી પહેલા તો તમે ખાંડના અને દહીંને એક સાથે મિક્સ કરો. પછી સારી રીતે પેસ્ટ તૈયાર થઈ જાય તો તેને ચહેરા પર લગાવીને 15 મિનીટ માટે છોડી દો. ધ્યાન રાખો કે તમારે આ પેસ્ટ માટે મોટી સાઈઝ વાળી ખાંડનો ઉપયોગ કરવાનો છે. પેસ્ટ લગાવ્યા બાદ ધીમે ધીમે ચહેરાની મસાજ કરો. 15 મિનીટ થઈ જાય પછી ચહેરાને પાણીથી સાફ કરી લો. આવું કરવાથી બંધ પોર્સમાં છુપાયેલી ગંદકી નીકળી જશે અને ચહેરો ચમકવા લાગશે.

બીજી રીત : લીંબુનો રસ ખાંડમાં મિક્સ કરીને ચહેરા પર લગાવી શકો છો. લીંબુ ચહેરાની ત્વચાને સાફ કરવામાં મદદ કરે છે. તેના માટે તમે એક ચમચી દહીંમાં અડધી ચમચી લીંબુનો રસ મિક્સ કરો. તેને ચહેરા પર એપ્લાય કરો અને મસાજ કરો. હવે ચહેરાને પાણીથી સાફ કરી લો. લગાતાર આ પેસ્ટને લગાવવાથી ત્વચા પરના દાગ અને ખીલ દુર કરી દેશે. આ સિવાય આ ઉપાયથી સ્કીન પર ગ્લો પણ આવશે.

ત્રીજી રીત : શુગર સ્ક્રબથી ચહેરા પર મસાજ કરવાથી ત્વચા પર જામેલી ડેડ સ્કીન સેલ્સ નીકળી જાય છે. આ સિવાય તેનાથી ચહેરાની રોનક ખીલી ઉઠે છે. તેના માટે ખાંડમાં લીંબુનો રસ અને ઓલિવ ઓઈલ અડધી ચમચી નાખો. હવે આ બંને વસ્તુને બરોબર મિક્સ કરો. 2 મિનીટ સુધી માલીશ કરો અને પછી ચહેરાને સાફ કરી લો. ચહેરો બની જશે એકદમ ક્લીન અને નીટ.

ચોથી રીત : ચહેરા પર દાગ અથવા કોઈ નિશાન છે, તો મોટા દાણા વાળી ખાંડની 1 ચમચી લો, હવે તેમાં થોડી માત્રામાં બદામનું તેલ, મધ, કોફી મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. તેને નિશાન પર લગાવીને 10 મિનીટ માટે છોડી દો. સ્ટ્રેચ માર્ક્સ હોય તો તેને પણ આ ઉપાય દ્વારા દુર કરી શકાય છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment