આ શાકભાજી અને ફળોની છાલ ઉતારી ખાવાની ભૂલ ન કરતા, નહિ તો શરીરને નહિ થાય ફાયદા… જાણો ક્યાં ક્યાં ફળો અને શાક છાલ સાથે ખાવા….

મિત્રો આપણે જાણીએ છીએ કે ફળ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ફળમાં અનેક પ્રકારના પોષક તત્વો ઉપલબ્ધ હોય છે જે આપણને અનેક બીમારીઓથી બચાવે છે અને એજિંગ ની અસરને પણ ઘટાડે છે. પરંતુ કેટલાક લોકો ફળની છાલ ઉતારીને ખાવાનું પસંદ કરે છે. જ્યારે વિજ્ઞાન કહે છે કે મોટાભાગના ફળોની છાલમાં વધારે પોષક તત્વો ઉપલબ્ધ હોય છે. જોકે અનાનસ, તરબૂચ જેવા ફળો ની છાલને પચાવવી મુશ્કેલ છે. તેથી તેની છાલને કાઢવી જરૂરી છે. પરંતુ સફરજન, જરદાળું, બેરી, ગાજર વગેરેને છોલીને ખાવાથી તેમાં હાજર પોષક તત્વો પ્રાપ્ત નથી થઈ શકતા.

સફરજનને છાલની સાથે ખાવાથી 332 ટકા વધારે વિટામીન કે મળે છે. જ્યારે 142% વધારે વિટામીન એ અને 115% વધારે વિટામિન સી અને 20 ટકા વધારે કેલ્શિયમની પ્રાપ્તિ થાય છે. આ જ પ્રકારના ફાયદા બટાકા જેવા કેટલાક શાકભાજીમાં પણ મળે છે. 1) કેટલાક ફળોને છાલ ઉતાર્યા વગર કેમ ખાવા જોઈએ:- એક ખબર પ્રમાણે ફળની છાલમાંથી વધારે પોષક તત્વોની પ્રાપ્તિ થાય છે. તેમાં વધારે પ્રમાણમાં ફાઇબર ઉપલબ્ધ હોય છે, જે આખો દિવસ તમારું પેટ ભરેલું હોવાનો અહેસાસ કરાવે છે. આ કારણે કેટલાક ફળ વજન ઘટાડવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. કેટલાક અધ્યયનો માં જાણવા મળ્યું છે કે ફાઇબરને પચાવવામાં પેટને ખૂબ જ સમય લાગે છે. જેના કારણે જલ્દી ભૂખ નથી લાગતી.

તેની સાથે જ છાલમાં અનેક પ્રકારના એન્ટિઓક્સિડન્ટ ઉપલબ્ધ હોય છે. એક અધ્યયન પ્રમાણે જો ફુટને છાલની સાથે ખાવામાં આવે તો તેમાંથી 31% ફાઈબર મળે છે. તેવી જ રીતે છાલની સાથે ફ્રુટ ખાવામાં એન્ટિઓક્સિડન્ટનું પ્રમાણ 328% વધી જાય છે. તેના સિવાય કેલ્શિયમ, વિટામિન, ફોલેટ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ વગેરેનું પ્રમાણ પણ વધી જાય છે.2) છાલ સાથે ફળ અનેક બીમારીઓથી બચાવે છે:- છાલના કારણે એન્ટિઓક્સિડન્ટ નું પ્રમાણ વધી જાય છે, તેથી આ અનેક બીમારીઓથી લડવામાં આપણી મદદ કરે છે. એન્ટિઓક્સિડન્ટ શરીરમાં ફ્રી રેડીકલથી બચાવે છે. ફ્રી રેડીકલ્સ વધારે હોવાથી શરીરમાં ઓક્સિડેટિવ સ્ટ્રેસ વધારે થઈ જાય છે. જેના કારણે આ શરીરની કોશિકાઓને નુકસાન પહોંચાડે છે અને શરીર અનેક પ્રકારની બીમારીઓ નું ઘર થવા લાગે છે.

એન્ટિઓક્સિડેન્ટ આ ફ્રી રેડીકલને બનવા નથી દેતું. સંશોધનકારોએ પોતાના અભ્યાસમાં જાણ્યું કે એન્ટિઓક્સિડેન્ટ હાર્ટ ડીસીઝ અને કેન્સરના જોખમને ખૂબ જ ઓછું કરી દે છે. એક અધ્યયનમાં જાણવા મળ્યું કે ફળની છાલમાં 328% વધારે એન્ટિઓક્સિડન્ટ ઉપલબ્ધ હોય છે.3) છાલની સાથે ખાવામાં આવતા ફળો ની યાદી:- સફરજન, જરદાળુ, શતાવરીનો છોડ, કેળા, જાંબુ, ગાજર, ચેરી, ખાટા ફળો (છીણેલા અથવા રાંધેલા), કાકડી, રીંગણા, દ્રાક્ષ, કીવી, મશરૂમ,બીટ, પીચીસ, ​​નાસપતી, આલુ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment