નાળીયેર તેલમાં આ દાણા ઉમેરી લગાવો તમારા સફેદ વાળમાં… 15 દિવસમાં વાળ થઇ જશે કાળા ભમ્મર જેવા… જાણો લગાવવાની રીત…

જેમ કે આપણે જાણીએ છીએ કે શિયાળામાં આપણા વાળ ખુબ જ બેજાન અને રફ થઇ જતા હોય છે. તેમજ શિયાળામાં ખોડાની તકલીફ પણ વધુ રહે છે. આ સમયે આપણે વાળને તંદુરસ્ત રાખવા માટે કેટલાક ઉપાયો કરીએ છીએ. આ સિવાય તમારા વાળ સમય પહેલા જ સફેદ થવા લાગ્યા છે તો તમે તેના ઈલાજ રૂપે મેથીના દાણા અને નાળિયેર તેલનો ઉપયોગ કરી શકો છો. આ હેર પેક વાળના સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભકારી માનવામાં આવે છે. 

આજકાલ નાની ઉંમરમાં જ વાળ સફેદ થવાની સમસ્યા થઈ રહી છે. ઘણા લોકો સફેદ વાળને કાળા કરવા માટે ઘણા પ્રકારની હેર ડાઈ અને હેર કલર વગેરેનો ઉપયોગ કરવા લાગે છે. આ પ્રોડક્ટસનો ઉપયોગ કરવાથી વાળ થોડા સમય માટે કાળા તો થઈ જાય છે, પરંતુ તેમાં નાખવામાં આવતું કેમિકલ વાળ માટે ખૂબ જ નુકસાનદાયક હોય છે. વધારે હેર કલરનો ઉપયોગ કરવાથી આંખોના તેજ પર પણ અસર પડે છે. અને વાળ પણ નબળા થઈને તૂટવા લાગે છે.એવામાં વાળને કાળા કરવા માટે ઘરમાં રહેલ મેથીના દાણાનો ઉપયોગ કરી શકાય છે. એ તો તમે હજારો વખત સાંભળ્યુ હશે કે, મેથીના દાણા વાળ માટે વરદાન છે. પરંતુ શી તમે જાણો છો કે, નારિયેળ તેલમાં મિક્સ કરીને તેનું હેર પેક પણ બનાવી શકાય છે.આ હેર પેક વાળને સફેદ થતાં અટકાવે છે અને વાળને મજબૂત પણ કરે છે. આવો જાણીએ, મેથીના દાણા અને નારિયેળ તેલના હેર પેક વિશે.

મેથીના દાણા અને નારિયેળ તેલનું હેર પેક:- સામગ્રી:- 4-5 ચમચી મેથીના દાણા, 1-2 ચમચી નારિયેળ તેલ. 

હેર પેક બનાવવાની રીત:- મેથીના દાણા અને નારિયેળ તેલનું હેર પેક બનાવવા માટે મેથીના દાણાને ગેસ પર હળવા શેકી લેવા. શેકયા પછી તે ઠંડા થાય એટલે તેને પીસીને તેનો પાવડર બનાવી લેવો. હવે આ પાવડરમાં નારિયેળ તેલ મિક્સ કરીને ઘટ્ટ મિશ્રણ તૈયાર કરો. હવે આ મિશ્રણને વાળના મૂળમાં 20-30 મિનિટ સુધી લગાડેલું રહેવા દો. ત્યાર બાદ વાળને નોર્મલ પાણીથી વોશ કરી લો. 15 દિવસે એક વખત આ હેરપેકને સરળતાથી વાળમાં લગાડી શકાય છે. આ પેક લગાડવાથી સફેદ વાળની સમસ્યા દૂર થાય છે. મેથીના દાણા અને નારિયેળ તેલનું હેર પેક:- સામગ્રી:- 3 ચમચી- મેથીના દાણા, 5 ચમચી- નારિયેળ તેલ, ½ ગ્લાસ- પાણી 

હેર પેક બનાવવાની રીત:- આ હેર પેકને બનાવવા માટે આખી રાત મેથીના દાણાને પાણીમાં પલાળેલા રાખો. બીજા દિવસે સવારે મેથીના દાણા કાઢીને મિક્સરમાં પીસી લો. પીસીને પછી તેમાં નારિયેળ તેલ મિક્સ કરો. હવે આ મિશ્રણને વાળ અને સ્કેલ્પ પર અડધો કલાક માટે લગાડીને રાખો. ત્યાર બાદ વાળ નોર્મલ પાણીથી વોશ કરી લેવા. આ હેર પેક વાળને મજબૂત કરીને સફેદ વાળની સમસ્યા દૂર કરે છે.મેથીના દાણાના આ હેર પેક વાળ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. પરંતુ ધ્યાન રહે આ હેર પેક લગાડતા પહેલા પેચ ટેસ્ટ જરૂર કરવો. જો તમે વાળમાં કોઈ ટ્રીટમેંટ કરાવેલી હોય, તો બ્યુટિ એક્સપર્ટની સલાહ પછી જ તેનો ઉપયોગ કરવો જોઈએ. આમ જો તમે પોતાના વાળને કાળા કરવા માંગતા હો તો તમે આ હેર પેકનો ઉપયોગ જરૂરથી કરી શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment