ઉનાળામાં રોજ ખાવ આ ચાર ધાન, ડાયાબિટીસથી લઈને કોલેસ્ટ્રોલ જેવી બીમારીઓ ભાગશે ગોળી કાઢે, શરીર રહેશે એકદમ ઘોડા જેવું મજબુત…

થોડા દાયકા પહેલાની જો વાત કરીએ તો મોટા અનાજને નીચલી કક્ષાનું અનાજ માનીને ઘણા લોકો તેનું સેવન કરવાથી દૂર રહેતા હતા. જેને ગરીબોના ભોજન તરીકે ઓળખવામાં આવતું હતું. વિજ્ઞાને પણ આ અનાજને સુપરફૂડ તરીકે ઘોષિત કર્યું છે. જેથી કરીને બાજરી, જવ, રાગી જેવા મોટા અનાજને ઊંચી કિંમતે વેચવામાં આવે છે.

વર્ષ 2023 ને સંયુક્ત રાષ્ટ્ર સંઘે આંતરરાષ્ટ્રીય પોષક અનાજ વર્ષ તરીકે ઘોષણા કરી છે. હાલ ચાલી રહેલા આ વર્ષ ને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકેની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ગના એટલે કે મિલેટ વર્ગના અનાજમાં કથલી, રાગી, બાજરી, સવા, જવા, કંગની ચણા અને કોદરીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. અનેક મોટા અનાજો પણ મિલેટ જ છે. આવા મોટા અનાજમાં ભરપૂર પ્રમાણમાં ડાયટરી ફાઇબર ઉપલબ્ધ હોય છે. તેમાં બિલકુલ પણ ફેટ નથી હોતી. આ કારણ થી અનાજ પેટ માં ઠંડક પહોંચાડે છે અને હૃદય રોગ, ડાયાબિટીસ જેવી બીમારીઓથી બચાવે છે.100 ગ્રામ મોટા અનાજમાં 3.51 ગ્રામ પ્રોટીન, 23.7 ગ્રામ કાર્બોહાઈડ્રેટ, 1.3 ગ્રામ ડાઈટ્રી ફાઈબર, 44 મિલીગ્રામ મેગ્નેશિયમ, 100 મિલીગ્રામ ફોસ્ફરસ સાથે અનેક વિટામિન્સ અને મિનરલ્સ ઉપલબ્ધ હોય છે. મિલેટનું સેવન કરવાથી જો સૌથી વધારે ફાયદો થતો હોય તો તે પેટ છે. જેના કારણે પાચનશક્તિ પણ મજબૂત બને છે અને વજન ઘટાડવામાં મદદ મળે છે.

ગરમીમાં કરો આ 4 મિલેટનું સેવન:- 

1) રાગી:- રાગીને ફિંગર મિલેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. એનસીબીઆઈ ના સંશોધન પ્રમાણે રાગીમાં પોલીફેનોલ, ફોટોકેમિકલ અને ડાઈટ્રી ફાઈબર હોય છે, જે અનેક બીમારીઓ સામે લડવામાં મદદરૂપ થાય છે. આ મિલેટ લાલ દાણેદાર હોય છે અને તેમાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ હોય છે. સંશોધનમાં સાબિત થયા પ્રમાણે રાગી એન્ટી-ડાયબેટીક, એન્ટી ટ્યૂમરજેનિક છે. રાગીની રોટલી બનાવીને પણ તેનું સેવન કરી શકાય છે. 2) જુવાર:- પહેલા લોકો એવું માનતા હતા કે જુવાર એટલે જાનવરોને ખવડાવવાનું અનાજ. પરંતુ જુવારને સુપર ફુડના લિસ્ટ માં સામેલ કરવામાં આવ્યું છે. આ મીલેટ ની તાસીર ઠંડી હોય છે. તેથી આ અનાજનું સેવન કરવાથી પેટને ઠંડક મળે છે. જુવારમાં સૌથી વધુ પ્રમાણમાં વિટામીન બી-કોમ્પલેક્ષ, એન્ટીઓક્સિડેન્ટ્સ હોય છે. નિયમિત રૂપે જુવારનું સેવન કરવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે અને બ્લડ શુગર પણ નિયંત્રિત રહે છે.જુવાર ના સેવન થી હૃદય રોગના જોખમને દૂર કરી શકાય છે.

3) બાજરી:- બાજરીની ગણતરી મિલેટમાં કરવામાં આવે છે. બાજરીનો રોટલો અત્યંત સ્વાદિષ્ટ હોવા છતાં તેનું સેવન વધુ પ્રમાણમાં કરવામાં આવતું નથી. બાજરીમાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ, પ્રોટીન, આયર્ન, ફાઈબર, મેગ્નેશિયમ, થિયામિન, નિયાસીન, રાઈબોફ્લોબિન, અનેક પ્રકારના વિટામિન્સ અને મિનરલ્સ હોય છે.બાજરીનું સેવન કરવાથી ડાયાબિટીસ નિયંત્રિત કરવામાં મદદ મળે છે. હ્રદયની સમસ્યામાં ફાયદો થાય છે. જો નિયમિતરૂપે બાજરીના રોટલાનું સેવન કરવામાં આવે તો હાર્ટ અટેકના જોખમને મહદઅંશે દૂર કરી શકાય છે.4) ચણા:- WHOએ ચણાને મિલેટમાં શામેલ કર્યું નથી, પરંતુ આની પણ એક મોટા અનાજમાં ગણતરી થાય છે. ચણામાં ભરપૂર પ્રમાણમાં પોષકતત્ત્વો ઉપલબ્ધ હોય છે. ચણામાં સૌથી વધુ પ્રોટીન રહેલું હોય છે. આ કારણથી એક્સપર્ટ ચણાના લોટને અન્ય લોટમાં મેળવીને તેનું સેવન કરવાની સલાહ આપે છે. ચણાની તાસીર ઠંડી હોય છે અને પેટને ઠંડક પહોંચાડે છે. ચણા કોલસ્ટ્રોલ, બ્લડ શુગર અને ટ્રાઈગ્લિસેરાઈડ્સ જેવા રોગોના જોખમને દૂર કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. 

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment