આવી નાની નાની ભૂલના કારણે પેટમાં બનવા લાગે છે, જાણો ફસાયેલા ગેસને બહાર કાઢવાનો દેશી ઉપાય… વગર દવાએ મળશે આજીવન છુટકારો…

આપણે જોઈએ છીએ કે, ઘણી વખત ઘણા લોકોને અમુક વસ્તુનું સેવન કરવાથી ગેસ, એસીડીટી જેવી તકલીફ થઈ જતી હોય છે. આ સમયે કોઈ દવાનું સેવન કરીને તે તકલીફ દુર કરો છો. પરંતુ દર વખતે દવાનું સેવન કરવું તમારા માટે અયોગ્ય છે. પરંતુ તમે ઘણા એવા ઘરેલું ઉપચાર પણ છે જેની મદદથી ગેસની તકલીફ દુર કરી શકો છો.

પેટમાં ગેસ થવો એ સાવ સામાન્ય સમસ્યા છે. પરંતુ ઘણા લોકોએ આ સમસ્યાનો સામનો સમયે-સમયે કરવો પડતો હોય છે. પેટમાં ગેસ થવો અને બહાર ન નીકળી શકવાને કારણે ખુબ જ વધારે તકલીફ થાય છે. ગેસ થવાના ઘણા કારણો હોય શકે છે. તો આવો જાણીએ આખરે પેટમાં ગેસ શા કારણે થાય છે. તેના શું કારણ છે અને કેવી રીતે તમે તેનાથી છૂટકારો મેળવી શકો છો –

શું હોય છે પેટમાં ગેસ ફસાવાનો મતલબ : જ્યારે પેટમાં ગેસ થાય છે અને તે બહાર નીકળી ન શકે તો તેને જ ગેસ પેટમાં ફસાવો કહે છે. આવું થાય ત્યારે તમને દુખાવો, ઘસરકા આવે છે અને પેટ ફુલેલું રહે છે. ગેસ ફસાવાને કારણે પેટ માંથી અવાજ પણ આવે છે. સાથે જ તેની અસર તમારી છાતી અને ખભા પર પણ પડે છે. આમ ગેસ થવાથી પેટ ભારે ભારે અને સખ્તનો દુખાવો થાય છે.

પેટમાં ગેસ થવાના કારણ : જ્યારે પાચનતંત્ર તમે ખાધેલા ખોરાકને પચાવે છે તો ગેસ બને છે. તમારા શરીરમાં રહેલા બેક્ટેરિયા ગેસ બનાવે છે જેથી ફૂડ પાર્ટીકલ્સને તોડી શકાય.

જ્યારે તમે ખોરાક, પાણી અને થૂંક ગળો છો તો તે દરમિયાન થોડી હવા પણ તમારા શરીરમાં જાય છે. જે પાચનતંત્રમાં જઈને ભેગી થાય છે. આ હવા તમારા પેટની આસપાસ પ્રેશર આપે છે જેના કારણે તમને ગેસ અને ઓડકાર આવે છે. પરંતુ જ્યારે વધારે માત્રામાં હવા તમારા શરીરમાં જાય છે તો ગેસ બનવાની સમસ્યાનો વધારે સામનો કરવો પડે છે. અમુક એવી શાકભાજી પણ છે જે ગેસ વધારવાનું કામ કરે છે. જેમ કે, બ્રોકલી, કોબીજ, ફિઝી ડ્રિંક્સ અને કઠોળ વગેરે.

તમને જણાવી દઈએ કે, એક વ્યક્તિના પેટમાં દરરોજ કોલના 2 ગ્લાસ જેટલો ગેસ બને છે. ઘણી વખત કોઈ બીમારી કે દાવાને કારણે પેટમાં વધારે માત્રામાં ગેસ બનવા લાગે છે. આમ તો ગેસ બનવાના કારણ અને લક્ષણ ખતરનાક સાબિત થતાં નથી, પરંતુ અમુક રેર કેસમાં તે ખતરનાક સાબિત થઈ શકે છે. જેમ કે તે પેટમાં થતાં બ્લોટિંગ ઓવેરિયન કેન્સરનું એક પ્રમુખ કારણ હોય છે.

કંઈ રીતે મેળવવો પેટમાં થતાં ગેસથી છુટકારો : 1 ) તેનાથી છુટકારો મેળવવા માટે જરૂરી છે કે, તમે એવી વસ્તુઓ ન ખાઓ કે જેનાથી વધુ માત્રામાં ગેસ થતો હોય.
2 ) ઓછામાં ઓછી માત્રમાં ફિઝી ડ્રિંક્સનું સેવન કરવું.
3 ) જમતી વખતે ધ્યાન રહે કે વાત ન કરવી. તેનાથી શરીરમાં હવાને જતી રોકી શકાય છે.
4 ) એવી વસ્તુઓનું સેવન બિલ્કુલ ન કરવું જેનાથી પેટમાં ગેસ થાય જેમ કે, બ્રોકલી અને કઠોળ વગેરે.
5 ) ઘણા લોકોને ડેરી પ્રોડક્ટસના સેવનથી પણ ગેસ થાય છે તેવામાં આવી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ.

ગેસથી છુટકારો મેળવવાના ઉપાયો : 1 ) જો પેટમાં ગેસ ફસાઈ જાય અને બહાર ન નીકળે તો આદું અને ફુદીનાનું પાણી ખુબ જ કામ આવી શકે છે. વરિયાળી પણ ખુબ જ મદદગાર સાબિત થઈ શકે છે.
2 ) નવશેકું પાણી અથવા હર્બલ ટી પીવાથી પણ તમને આ સમસ્યાથી છુટકારો મળી શકે છે.
3 ) યોગની અમુક મુદ્રાઓથી પણ તમને આ સમસ્યાથી છુટકારો મળી શકે છે.

આમ તમે કેટલાક ઘરેલું ઉપચાર કરીને તમે ગેસની તકલીફને દુર કરી શકો છો. આ ઉપાયો તમને કોઈ આડઅસર પણ નથી કરતા.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment