મોંઘી દવાઓ ખાધે પણ ન મટતી શરીરની જૂનામાં જૂની બીમારી પણ ચાલવાથી મટશે…દરેક સ્ત્રીઓ ખાસ વાંચે.

શું તમે સાંધાના દુઃખાવાથી પરેશાન છો અથવા હૃદયની સમસ્યા, તણાવ, વધારે વજન જેવી સમસ્યાથી પીડિત છો? જો તેવું હોય તો તમારે દરેક સ્વાસ્થ્ય સમસ્યાથી છુટકારો મેળવવા માટે ચાલવાનો પ્રયાસ કરવો જોઈએ. એક રીચર્સ પ્રમાણે ચાલવાથી જૂની બીમારીઓના જોખમને ટાળવામાં મદદ કરે છે. હકીકતમાં વધારે પડતા હેલ્થ પ્રોફેશનલ્સ દોડવાની બદલે ચાલવાની સલાહ આપે છે. કારણ કે, તે ઓછા પ્રભાવ વાળો વ્યાયામ છે જો તમારા હૃદય અને સાંધા માટે સારામાં સારો વ્યાયામ છે.

ચાલવાથી ઘણા બધા લાભો મળે છે. જે વાંચીને તમે ચોકી જશો કે એક માત્ર ચાલવાથી આટલી બીમારીઓથી દુર રહી શકાય છે.  મોટા ભાગના પ્રોફેશનલ્સના અને ડોકટરોના કહેવા મુજબ ચાલવાથી તમને મુખ્ય 6 બીમારીઓ જેવી કે, ૧. ,મેદસ્વીતા, ૨. ડાયાબીટીસ, ૩.હાર્ટ એટેક,  4. સાંધાનો વા, 5. હાર્ટ બ્લોકેજ અને 6. કબજિયાત અને અન્ય પણ ઘણી બીમારીઓ થી તમને દુર રાખશે.

ચાલવાથી નીચે મુજબના શરીરના પાર્ટ પર ખુબ સારી અસર પડે છે અને તે કામ પણ વ્યવસ્થિત રીતે કરી શકે છે. તો જાણો રોજ ચાલવાથી કે વોકિંગ કરવાથી શરીરના ક્યાં પાર્ટ પર સારી અસર પડે છે. અને બીજા ક્યાક્યા ફાયદા આપણને ચાલવાથી થાય છે.

🚶‍♀️ હૃદય માટે વોકિંગ એ ખુબ સારી કસરત છે. વોકિંગ તમારા હૃદયના સ્વાસ્થ્યને સારું બનવવામાં મદદ કરે છે. વૈજ્ઞાનિકોના કહેવા અનુસાર હૃદય અને હૃદય રોગનું જોખમ ઓછું કરવા વોકિંગ સારો વ્યાયામ છે. ખાસ કરીને વધારે ઉંમરના લોકો માટે. દરેક અઠવાડિયામાં ઓછામાં ઓછું ૪ કલાક વોકિંગ કરવું જોઈએ. તેનાથી હાર્ટ એટેક અને અન્ય હૃદય સંબંધી રોગોના જોખમને ઘટાડી શકાય છે.

🚶ચાલવાથી વજન ઘટે છે. ચાલવું તે એક ખુબ જ સારી એક્સેસાઈઝ છે. જે તમારા વજન ઘટાડવામાં મદદ કરે છે. તમે તમારા શરીરમાંથી ૭૦ થી ૭૫ કેલેરીને ૪ કિલોમીટર ચાલીને ઓગળી નાખે છે. માટે રોજ તમે ઓછામાં ઓછું ૨ કિલોમીટર ચાલીને તમારો વજન ઘટાડી શકો છો.

🚶‍♀️ જો તમ્રે બ્લડપ્રેશરનું સ્તર યોગ્ય રાખવું હોય તો રોજે ઓછામાં ઓછું ૬૦ મિનીટ ચાલવું હિતાવહ છે. આમ સતત ચાલવાથી હાઈ બ્લડપ્રેશર કંટ્રોલમાં આવે છે. પરંતુ જો રોજ તે નિયમનું પાલન કરવામાં આવે તો બ્લડપ્રેશરથી સાવ મુક્તિ પણ મળી શકે છે. પણ તેને નિત્ય ક્રમ બનાવવો પડે.

🚶 દર વર્ષે કેન્સરથી દસ લાખથી વધારે લોકોના મૃત્યુ થાય છે. તેનું મુખ્ય કારણ છે, અનિયમિત જીવનશૈલી. તે કેન્સરના ઘણા કારનો માનું એક એક કારણ છે. ચાલવાથી વજન ઘટી શકે છે. જેનાથી કેન્સરનું જોખમ ઓછું થાય છે. આ ઉપરાંત કેમોથેરેપીની સાઈડ ઈફેક્ટ ને ઓછી કરવા માટે ચાલવું લાભદાયી નીવડે છે. ચાલવાથી સ્તન કેન્સરનું જોખમ ઘટાડી શકાય છે.

🚶‍♀️ ગતિહીન જીવનશૈલી એ એક સૌથી સામાન્ય રોગને જન્મ આપે છે. જેનું નામ છે. ડાયાબીટીસ. ટાઇપ ૨ ડાયાબીટીસના ઈલાજ માટે રોજ ૩૦૦૦ થી ૭૫૦૦ મીટર જેટલું ચાલવું જોઈએ. રોજ ચાલવાથી શુગરનું સ્તર નિયંત્રણમાં આવી શકે છે. જેના કારણે તે ટાઇપ ૨ ડાયાબીટીસને રોકવામાં મદદ કરે છે.

🚶આપણા હાડકા ઉંમર વધવાની સાથે નબળા પડવા લાગે છે. પરંતુ ખાસ વાત એ છે ,કે જો તમે નિયમિત રૂપે ચાલવાનું શરુ કરી દે. તો તે તમારા હાડકાને મજબુત બનવી શકે છે. ચાલવાથી સંધિવાના રોગ ને રોકી શકાય છે. તેમજ સાથે સાથે તેના દુઃખાવાને પણ ઘટાડી શકાય છે.

🚶‍♀️માંસપેશીઓ માટે નિયમિત વોકિંગ ખુબ સારું રહે છે. હાડકાની જેમ ઉપર વધવાની સાથે આપણી માંસપેશીઓનું પણ નુકશાન થાય છે. તેમાં પણ આપણે ચાલીને માંસપેશીઓને મજબુત બનાવી શકીએ છીએ. નિયમિત રૂપે ચાલવાથી આપણા પગ અને પીઠની માંસપેશીઓ મજબુત કરી શકાય છે.

🚶 ખરાબ પાચનતંત્ર જઠર સંબંધી સમસ્યા, સોજો, કબજિયાત, જેવી સમસ્યાનું કારણ છે. માટે મહત્વ પૂર્ણ એ છે કે, તમારું પાચનતંત્ર સ્વસ્થ રહે. સારું પાચનતંત્ર સુધારવા માટે ચાલવું જોઈએ તે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. તેમજ તમારા પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

🚶‍♀️ રોજનું વોકિંગ રોગ પ્રતિકારક શક્તિ મજબુત બનાવે છે.  બધી બીમારીઓના આક્રમણથી બચવા માટે આપણા શરીરમાં રોગ પ્રતિકારક શક્તિની આવશ્યકતા હોવી જરૂરી છે. તેનો સૌથી સરળ અને શાનદાર ઉપાય છે ચાલવું. રોજ ઓછામાં ઓછુ 30 મિનીટ સુધી ચાલવાથી પ્રતિરક્ષા કોશિકાઓ, બી કોશિકાઓ અને ટી કોશીકોની ગતિવિધિ ને સારી બનાવી શક્ય છે. તેમાંથી સફેદ રક્ત કોશિકાઓ ઝડપથી રીલીઝ કરવામાં સહાય મળે છે. જેનાથી શરીરને ઝડપથી ઠીક કરવામાં મદદ મળે છે.

🚶 વોકિંગથી ફેફસાની ક્ષમતામાં સુધાર ચોક્કસ આવે છે કારણ કે, ચાલવાથી ફેફસાની ક્ષમતા વધારી શકાય છે. જયારે ચાલીએ છીએ ત્યારે વધારે ઓક્સિજન મળે છે. ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ વધારે માત્રામાં આદાન પ્રદાન તમારા ફેફસાની ક્ષમતામાં વધારો થાય છે. તેનાથી તમારી તાકાત પણ વધી શકે છે.

🚶‍♀️ ચાલવાથી તણાવનું સ્તર પણ ઓછું થાય છે. તેની સાથે સાથે કોશિકાઓને પોષકતત્વઅને ઓક્સિજન પ્રદાન કરે છે. તેનાથી તંત્રિકા તંત્ર ઉત્તેજિત થાય છે. અને તણાવ હોર્મોન્સનું ઉત્તપાદન ઓછું થાય છે. ચાલતા સમયે શ્વાસ બહાર અને અંદર લેવાથી તણાવ પણ બહાર અંદર નીકળે છે.

🚶 જાપાનના વૈજ્ઞાનિકોના મત મુજબ ચાલવાથી આપણી યાદશક્તિ પણ સુધરે છે. શારીરિક વ્યાયામ હિપ્પોકેમ્પસના આકારને વધારો આપવામાં મદદ કરે છે. હિપ્પોકેમ્પસના ઓછા થવાથી યાદશક્તિ નબળી થઇ જાય છે. તો તમારી યાદશક્તિ વધારવા માટે રોજ ચાલવું જોઈએ.

🚶‍♀️ ડિમેન્શિયા એક તંત્રિકા સંબંધી સમસ્યા છે. જેનાથી ધીરે ધીરે યાદશક્તિ નબળી થવા લાગે છે. અને સંજ્ઞાત્મક કાર્ય કરવામાં મુશકેલી ઉભી થાય છે. અંતે તે તમને રોજ બરોજના કાર્ય કરવામાં અસમર્થ બનાવે છે. નિયમિત રૂપે ચાલવાથી ડિમેન્શિયા રોકી શકાય છે. તેમજ યાદશક્તિ સુધારી શકાય છે. અને વૃદ્ધ વ્યક્તિઓમાં આત્મવિશ્વાસ વધારમાં મદદ કરે છે.

મિત્રો ચાલવાથી અનેક લાભો થાય છે. બીમારીનો શિકાર થઈને દવાઓ લેવા કરતા, ચાલીને બીમારીથી બચી શકાતું હોય તો ચાલવું જોઈએ. આથી રોજ ચલાવું જોઈએ અને ન ચાલતા હોય તો હવે ચાલવાનું ચાલુ કરી દો. કારણ કે, હવે એક માત્ર ઉપાય છે આપણા શરીરને તંદુરસ્ત રાખવાનો કે આપણે પોતે પોતાની કાળજી રાખવી. માટે રોજ થોડો સમય લઈને ચાલવાનું શરુ કરો અને તમારી શારીરિક જીવનની તંદુરસ્તી મેળવો.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment