ગઢપણમાં પણ શરીર, હાડકા અને ઇમ્યુનિટી રહેશે મજબુત, ખાવા લાગો આ ચટપટું અથાણું… વજન અને ડાયાબિટીસ પણ આવી જશે કંટ્રોલમાં…

મિત્રો લીંબુના ફાયદાઓ વિશે તમે જાણો છો. તેના સેવનથી તમારી કમજોર ઈમ્યુન સીસ્ટમ મજબુત બને છે. તેમજ લીંબુ તમારા સ્વાસ્થ્યને મજબુત બનાવવાનું કામ કરે છે. જો કે તમે લીંબુનો અનેક રીતે સેવન કરી શકે છે. આવી જ રીતે તમે લીંબુનું અથાણું બનાવીને તેનું સેવન કરી શકો છો. લીંબુના અથાણામાં તમને અનેક પોષક તત્વો પણ મળી રહે છે. 

જો કે લીંબુનું અથાણું ખાવાના ઘણા ફાયદાઓ અને લાભ હોય છે. લીંબુનું અથાણું એક ચટપટુ ભારતીય વ્યંજન છે. જે લીંબુ ની સાથે ઘણા પ્રકારના મસાલાઓ અને તેલમાં મિક્સ કરીને બનાવવામાં આવે છે. આ ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ હોય છે. લીંબુના અથાણામાં એન્ટી ઓક્સીડેંટની ભરપુર માત્રા રહેલી છે. જે તમને સ્વસ્થ રાખવામાં તમારી મદદ કરે છે.લીંબુનું અથાણું ખાવાના ફાયદાઓ:-

1) ગર્ભાવસ્થા દરમિયાન લીંબુના અથાણાનું સેવન, ગર્ભવતી મહિલા માટે ફાયદાકારક માનવામાં આવે છે. ગર્ભાવસ્થામાં સવારના સમયે લીંબુના અથાણાનું સેવન કરવાથી ગર્ભવતી મહિલામાં જોવા મળતી કમજોરી દુર કરવામાં મદદ મળે છે.

2) વજન ઓછુ કરવા માટે, લીંબુના અથાણાનું સેવન ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. લીંબુના અથાણામાં કેલરીની માત્રા ઓછી હોય છે અને અથાણામાં રહેલ મસાલાઓ આપણા શરીરના ફેટને ઓછુ કરવામાં મદદ કરે છે. જેનાથી તમે સરળતાથી વજન ઓછો કરી શકો છો.3) હૃદયને સ્વસ્થ રાખવા માટે લીંબુનું અથાણુંનું સેવન ખુબ જ ફાયદાકારક છે. લીંબુમાં મળતા વિટામીન સી આપણા હૃદય રોગના જોખમ ને ઓછુ કરવામાં તમારી મદદ કરે છે. લીંબુના અથાણામાં વિટામીન સી ની ભરપુર રહેલ હોવાના કારણે આ રક્તચાપ ને નિયંત્રિત રાખવામાં સહાયક બને છે. જે હૃદય માટે ખુબ લાભદાયક છે. 

4) રોગ પ્રતિકારક ક્ષમતા ને વધારવા માટે પણ લીંબુ અને લીંબુના અથાણાનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે. લીંબુમાં વિટામીન સી રહેલ છે. જે આપણા શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા વધારવામાં મદદ કરે છે. દરરોજ આહારમાં વિટામીન સી યુક્ત પદાર્થનું સેવન ફાયદાકારક હોય છે. કારણ કે આ તમને અનેક શારીરિક રોગોથી બચાવે છે.5) પાચન તંત્રને મજબુત રાખવા માટે પણ લીંબુના અથાણાનું સેવન ફાયદાકારક છે. વિષાક્ત પદાર્થોને કારણે પાચનને લગતી ઘણી પરેશાનીઓ થઇ શકે છે. એવામાં લીંબુના અથાણાનું સેવન કરવું ફાયદાકારક સાબિત થાય છે. કારણ કે લીંબુના અથાણામાં એન્જાઈમ રહેલ છે. જે શરીરથી વિશકત પદાર્થ ને બહાર કાઢવામાં મદદ કરે છે અને પાચન તંત્ર ને મજબુત બનાવવામાં મદદ કરે છે.

6) લીંબુના અથાણામાં ભરપુર માત્રામાં એન્ટી ઓક્સીડેંટ તત્વ રહેલ હોય છે. જે શરીરને ફ્રી રેડિકલ્સથી સુરક્ષિત રાખવામાં મદદ કરે છે. એવામાં લીંબુના અથાણાનું નિયમિત સેવન કરવામાં આવે તો આ ખુબ જ ફાયદાકારક થઇ શકે છે.7) ઘણી શોધ અનુસાર ડાયાબિટીસમાં અથાણાનું સેવન કરવું ફાયદાકારક માનવામાં આવે છે. અઠવાડિયામાં એક દિવસ અથાણાનું સેવન કરવાથી ડાયાબિટીસના રોગીઓ માટે લાભદાયક થઇ શકે છે. એવામાં એવું કહેવામાં આવે છે કે લીંબુનું અથાણું સેવન કરવાથી પણ ડાયાબિટીસ માટે ફાયદાકારક થઇ શકે છે. 

8) જો કોઈ વ્યક્તિને મુસાફરી દરમિયાન ઉલટી આવવાની સમસ્યા થતી હોય તો એવામાં લીંબુના અથાણાનું સેવન કરવાથી આ સમસ્યાને ઓછી કરી શકાય છે. આથી લીંબુનું અથાણુંનું સેવન મુસાફરી દરમિયાન કરવાથી ફાયદાકારક સાબિત થઇ શકે છે. 9) દાંતને મજબુત બનાવી રાખવા માટે લીંબુ અથવા લીંબુનું અથાણુંનું સેવન ફાયદાકારક છે. લીંબુમાં એસીડ હોય છે. જે દાંત ને મજબુત રાખવામાં મદદ કરે છે. એવામાં લીંબુના અથાણાનું સેવન દાંતને મજબુત બનાવી રાખવામાં મદદ કરે છે. 

આમ લીંબુની સાથે લીંબુનું અથાણું પણ તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. તેમાં રહેલ વિટામીન સી તમારી ઈમ્યુન સીસ્ટમ મજબુત કરવામાં મદદ કરે છે. લીંબુનું અથાણું તમને શારીરિક રીતે મજબુત બનાવવાનું કામ કરે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment