આ ચમત્કારિક દાણા ડાયાબિટીસ, લોહીની કમી અને ત્વચાના રોગોને કરી દેશે ગાયબ… ઉનાળામાં રોજ ખાવ ઘડપણમાં પણ દેખાશો યુવાન જેવા….

મિત્રો જે લોકોને ડાયાબિટીસ છે તેઓએ પોતાની ડાયટ નું વિશેષ ધ્યાન રાખવું પડે છે. આમ જો તમારું ડાયાબિટીસ લેવલ કંટ્રોલમાં નથી તો તમે જાંબુડા નું સેવન કરી શકો છો. જેનાથી તમારું ડાયાબિટીસ ઉનાળામાં જે વધઘટ થાય છે તે કંટ્રોલમાં રહે છે. આથી તમારે ઉનાળામાં જાંબુનું સેવન જરૂરથી કરવું જોઈએ. 

ગરમીની ઋતુમાં ઘણા એવા ફળ માર્કેટમાં ઉપલબ્ધ હોય છે, જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હેલ્થી હોય છે. ઋતુગત ફળોમાં કેરી, લીચી, તરબૂચ સિવાય તમે કાળા રંગના જાંબુડાના ફળનું પણ સેવન કરી શકો છો. આ ફળ બહારથી તો કાળું દેખાય છે, પરંતુ અંદરથી રીંગણી કલરનું અને તેને ખાતા જ આખી જીભ જાંબલી રંગની થઈ જાય છે. છતાં પણ લોકો તેને ખૂબ જ રસથી ખાવાનું પસંદ કરે છે. કારણ કે આ રસિલા ફળનો સ્વાદ જ ખાટો-મીઠો હોય છે, જે બાળકોથી લઈને મોટાઓને પણ ખૂબ પસંદ હોય છે. જાંબુડાના ફળની સાથે જ તેના પાંદડા, છાલ, બીજ બધુ જ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. જાંબુડામાં પાણીની માત્રા સૌથી વધુ હોય છે. માટે જ ગરમીમાં તેને ખાવાથી ડિહાઈડ્રેશન, હોટી સ્ટ્રોકથી બચાવ થાય છે. આ ઋતુમાં પરસેવો વધારે થવાથી શરીરમાં પાણીની ઉણપની સાથે જ ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ પણ બગડી જાય છે. એવામાં જાંબુડા ખાવા ફાયદાકારક છે. આવો જાણીએ, ગરમીની ઋતુમાં જાંબુડા ખાવાના ક્યાં-ક્યાં ફાયદાઓ થાય છે. 

જાંબુડામાં રહેલ પોષકતત્વો ન્યુટ્રિશનિસ્ટ અને ધ ઇમ્યુનિટી ડાયેટની લેખિકા કહે છે કે, જાંબુડા ગરમીમાં જરૂરથી ખાવા જોઈએ, કારણ કે તે ઘણા એવા પોષકતત્વોથી ભરપૂર હોય છે જે, જે તમને આ ઋતુમાં થતી સમસ્યાઓથી બચાવે છે. તેમાં કેલ્શિયમ, આયરન, મેગ્નેશિયમ, ફૉસ્ફરસ, સોડિયમ અને વિટામિન સી, વિટામિન બી6, ફોલિક એસિડ વગેરે ભરપૂર માત્રામાં જોવા મળે છે. સાથે જ જાંબુડામાં કેલરી ખૂબ જ ઓછી જોવા મળે છે. 100 ગ્રામ જાંબુડામાં માત્ર 62 કેલરી હોય છે. જાંબુડાના ફાયદા:- જાંબુડાના ફાયદાઓ જણાવતા એક્સપર્ટ કહે છે કે, તેમાં આયરનના તત્વો ખૂબ વધારે હોય છે. એવામાં જાંબુડાનું સેવન એ લોકોએ જરૂરથી કરવું જોઈએ. જેમને સામાન્ય રીતે એનીમિયાની તકલીફ થતી હોય. દરરોજ જાંબુડા ખાવાથી શરીરમાં લોહીની ઉણપ થતી નથી. 

જાંબુડામાં વિટામિન સી હોય છે. જે રોગપ્રતિકારક ક્ષમતા વધારે છે. તેનાથી તમે ઘણા પ્રકારના ઇન્ફેક્શન, ઋતુગત બીમારીથી પણ બચી શકો છો. વિટામિન સી ત્વચાને પણ લાભ પહોંચાડે છે, સ્કિનમાં નિખાર લાવે છે. સાથે જ તેમાં એંટીઓક્સિડેંટ, એન્ટિ-ઇમ્ફ્લેમેટરી તત્વો પણ હોય છે. જે ઇમ્ફ્લેમેશન અને ઘણા પ્રકારના રોગોથી લડવામાં મદદ કરે છે.

જાંબુડામાં એન્ટિ એજિંગ તત્વો પણ રહેલા હોય છે. જે ઓછી ઉંમરમાં જ વૃદ્ધાવસ્થાના લક્ષણોથી તમને બચાવે છે. આ ફળના સેવનથી તમારી ઉંમર પણ લાંબી થાય છે.

જેમકે, તેમાં કેલ્શિયમ, આયરન, પોટેશિયમ, વિટામિન સી હોય છે. માટે જ તે હાડકાં માટે પણ ખૂબ જ ફાયદાકારક ગણવામાં આવે છે. ડાયાબિટીસના રોગીઓ માટે આ બેસ્ટ ફળ છે. તેમાં રહેલ તત્વ શરીરમાં બ્લડ શુગર લેવલ જાળવી રાખવામા મદદ કરે છે. 

મૂળ રૂપથી આ રીંગણી કલરનું ફળ તમારી અનહેલ્થી જીવનશૈલી, એકસરસાઈઝની ઉણપ અને શુગરી ફૂડ્સના વધારે સેવનથી થતાં નુકસાનને ઘટાડે છે. 

ગરમીમાં પાચન બગાડવાથી પણ ઘણા લોકો પરેશાન રહેતા હોય છે એવામાં, જાંબુડા ખાવાથી પાચનતંત્ર તંદુરસ્ત રહે છે. પેટ સંબંધી સમસ્યાઓ થતી નથી.    

આમ તમે જાંબુનું સેવનકરીને શરીરની અનેક બીમારીઓ સામે રક્ષણ મેળવી શકો છો. સાથે તમને અન્ય રોગો સામે લડવાની ક્ષમતા પણ મળે છે. આમ સંપૂર્ણ સ્વાસ્થ્ય  માટે જાંબુડા નું સેવન સારું માનવામાં આવે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment