કેળા સાથે કરો આ ચમત્કારિક ઔષધીનું સેવન, તાવ, શરદી, વાયરલ ઇન્ફેકશન દુર કરી, વજન અને કોલેસ્ટ્રોલ આવી જશે કંટ્રોલમાં…

કેળા અને મધ સાથે લેવાથી ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે કે કેળામાં ખૂબ જ પ્રમાણમાં ફાયબરની માત્રા જોવા મળે છે. એક સર્વે મુજબ કેળામાં 90 ટકા કેલેરી હોય છે. આયુર્વેદમાં પણ કેળા ને ખૂબ જ ફાયદાકારક માનવામાં આવ્યું છે. કેળા અને મઘ ને એક સાથે ખાવામાં આવે તો તમને બમણો ફાયદો થઈ શકે છે. કેળા અને મધ લેવાથી શરીરની એનર્જીમાં વધારો કરવામાં ખૂબ જ ફાયદાકારક છે.

કેળાને વિટામિન, આયર્ન અને ફાઈબરનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. આ સિવાય મધમાં રહેલા ગુણ શરીરની અનેક સમસ્યાઓ અને દૂર કરવાનું કામ કરે છે. મધને લેવાથી ત્વચા સંબંધિત સમસ્યાઓમાં ખૂબ જ ફાયદો થાય છે. આ સિવાય રોગ પ્રતિકારક શક્તિ વધારવા અને ઈન્ફેક્શનને દૂર કરવા માટે પણ મધને લેવાથી આપણને ખૂબ જ ફાયદો થાય છે. તેમાં હાજર એન્ટિસેપ્ટિક ગુણો અને એન્ટિબેક્ટેરિયલ ગુણો ઘણી સમસ્યાઓ દૂર કરવાનું કામ કરે છે. કેળા અને મધ એક સાથે ખાવાથી હાર્ટ એટેક અને બ્લડ પ્રેશરની સમસ્યાઓમાં પણ આપણને ખૂબ જ ફાયદાકારક રહે છે.કેળા અને મધ એક સાથે ખાવાના ફાયદા:- કેળામાં રહેલા ગુણો શરીરને શક્તિ આપવા તે એન્ટી એજીંગ માટે ફાયદાકારક માનવામાં આવે છે. કેળા અને મધ એક સાથે ખાવાથી  અનેક રોગોમાં ફાયદો તો થાય છે, ઉપરાંત તે શરીરને સ્વસ્થ અને ઇન્ફેક્શન મુક્ત રાખવામાં પણ ફાયદાકારક છે.

1) ત્વચા માટે ફાયદાકારક:- ત્વચાને વધુ સારી બનાવવા અને વધતી ઉંમર સાથે લડવા મધ અને કેળા એક સાથે ખાવાથી ખૂબ જ ફાયદો થાય છે. કેળામાં હાજર વિટામીન સી અને તેમાં રહેલું વિટામિન બી ત્વચાને તણાવ, અનિન્દ્રા અને ખીલને કારણે થતા નુકશાનને બચાવે છે અને પૂરતી માત્રામાં કેરોટીન વૃદ્ધત્વની પ્રક્રિયાને ધીમી કરે છે. મધમાં એવા બધા ગુણ હોય છે જે ત્વચાને ખૂબ જ ફાયદાકારક હોય છે. તમે દરરોજ મઘ અને કેળા એક સાથે લેવાનું શરૂ કરો તો થોડાક દિવસમાં તમને તેની અસર ખૂબ જ સારી જોવા મળશે.2) શરદી ઉધરસ અને ઇન્ફેક્શનને દૂર કરવામાં ઉપયોગી:- કેળાને પૂરતી માત્રામાં વિટામિન સી જોવા મળે છે. જે શરીરની ઇમ્યુનિટી વધારવામાં ખૂબ જ ફાયદાકારક હોય છે. તદુપરાંત મધમાં સંક્રમણ વિરોધી ગુણ જોવા મળે છે. જેના કારણે મધનો ઉપયોગ આયુર્વેદમાં શરદી, ઉધરસ અને ઇન્ફેક્શનની સમસ્યાઓમાં કરવામાં આવે છે. કેળા અને મધ એક સાથે ખાવાથી તમને શરદી, ઉધરસ અને સંક્રમણની સમસ્યાઓમાં ખૂબ જ રાહત થાય છે.

3) વજનને નિયંત્રિત કરવા માટે ફાયદાકારક:- વજન ઓછું કરવા માટે કેળા અને મધ બંને ફાયદાકારક છે. થોડાક દિવસો સુધી કેળા અને મધ એક સાથે ભેળવીને ખાવાથી તમને વજન નિયંત્રિત કરવામાં ખૂબ જ ફાયદો થાય છે. કેટલાક લોકોનું એવું માનવું છે કે કેળા ખાવાથી વજન વધી શકે છે પરંતુ એવું જરૂરી નથી. મધ અને કેળા એક સાથે ખાવાથી તમારા વજનને નિયંત્રિત કરવામાં ફાયદો થાય છે.4) શરીરની ઇમ્યુનિટી વધારવા માટે ફાયદાકારક:- મઘ અને કેળા એક સાથે ખાવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. તેના સેવનથી શરીરની ઇમ્યુનિટીને બુસ્ટ કરવામાં મદદ મળે છે. કેળામાં વધારે પડતી માત્રામાં વિટામીન સી જોવા મળે છેઅને મધમાં શરીરને ફાયદાકારક એન્ટિ ઓક્સિડન્ટ અને એન્ટિ ફંગલ ગુણ જોવા મળે છે. આ બંનેમાં રહેલા પોષક તત્ત્વો એકસાથે મળીને શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે.

5) શરીરના કોલેસ્ટ્રોલના સ્તરને સંતુલિત રાખવામાં ઉપયોગી:- કેળા અને મધ એક સાથે ખાવાથી તમારા શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર વ્યવસ્થિત કરવા માટે ખૂબ જ ફાયદો મળે છે. કેળા માં જોવા મળતા પોષક તત્વો જેવા કે પોટેશિયમ અને કેલ્શિયમ હાર્ટ માટે ખૂબ જ ફાયદાકારક છે. હ્રદયની સાથે જોડાયેલી સમસ્યાઓનું જોખમ દૂર કરવા માટે કેળા અને મધ એક સાથે ખાવાથી ખૂબ જ ફાયદાકારક છે.

6) પાચનની સાથે જોડાયેલી પરેશાનીઓમાં ફાયદાકારક:- પાચનતંત્રને મજબૂત કરવા અને સમસ્યાઓને દૂર કરવા માટે કેળા અને મધ એક સાથે ખાવાય છે. કેળામાં સારી એવી માત્રામાં ફાયબર જોવા મળે છે, જે ગંભીર સમસ્યાઓમાં ફાયદાકારક છે. કબજિયાત અને અપચાની સમસ્યા દૂર કરવા માટે કેળા અને મઘ એક સાથે લેવાથી દૂર કરી શકો છો. ઉપર જણાવેલા ફાયદાઓ આ સિવાય કેળા અને મધ એક સાથે ખાવાથી કેટલાક અન્ય ફાયદાઓ પણ મળે છે. તમે કેળા અને મધને કેટલીક બીજી રીતે થી પણ લઈ શકો છો. કેળાની ચાટ બનાવી તેમાં બે ચમચી મધ મેળવી અને બપોર કે સવાર ના સમયે નાસ્તાના રૂપમાં ખાવું જોઈએ. જો તમને કેટલીક પ્રકારની બીમારી કે સમસ્યા હોય તો તેનું સેવન કરતા પહેલાં તમારે ડોક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment