આખી રાત પલાળી સવારે ખાઈ લ્યો આ ફળ, આ 5 બીમારીઓ થશે હંમેશા માટે દુર…. ફાયદા જાણીને ચોંકી જશો…

મિત્રો આપણા દેશમાં મળતા વિવિધ પ્રકારના ફળ આપણા સ્વાસ્થ્ય માટે અનેક રીતે લાભદાયક હોય છે. તેવી જ રીતે એક ફળ સૂકું જરદાળુ પણ પોષક તત્વોથી ભરપૂર હોય છે. આ ખાવામાં જેટલું સ્વાદિષ્ટ હોય છે તેટલું જ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. સૂકા જરદાળુ નું સેવન શારીરિક સ્વાસ્થ્યથી લઈને ત્વચા અને વાળ માટે ખૂબ જ લાભદાયક માનવામાં આવે છે. સૂકા જરદાળુ નું સેવન લોકો અનેક રીતે કરે છે. કેટલાક લોકો તેને સીધી રીતે ખાવાનું પસંદ કરે છે તો કેટલાક લોકો સ્મુધી માં નાખીને તેનું સેવન કરે છે.

ન્યુટ્રિશિયન ના જણાવ્યા પ્રમાણે સૂકા જરદાળુ ને આખી રાત્રે પાણીમાં પલાળીને રાખવામાં આવે અને સવારમાં ઉઠીને તેનું સેવન કરવામાં આવે તો તેનાથી સ્વાસ્થ્યને અનેક પ્રકારના લાભ પ્રાપ્ત થાય છે. તેનાથી લોહીની કમી દૂર થાય છે અને ઇમ્યુનિટી મજબૂત બને છે. તેની સાથે જ આ વજન ઘટાડવામાં પણ ખૂબ જ મદદરૂપ થાય છે. સૂકા જલદાળુ ને આખી રાત્રે પાણીમાં પલાળીને ખાવાથી થતા ફાયદા વિશે જાણવા માટે સંપૂર્ણ લેખ વાંચો.1) એનિમિયા થી બચાવે:- સૂકા જોરદાળુ ને આખી રાત પાણીમાં પલાળીને ખાવાથી એનીમિયા થી બચાવ થાય છે. સૂકા જરદાળુ માં આયર્ન હોય છે. દરરોજ તેનું સેવન કરવાથી શરીરમાં લોહીની કમી દૂર થાય છે.

2) હાડકા મજબૂત બને:- સૂકુ જલદાળું  કેલ્શિયમનો એક સારો સોર્સ માનવામાં આવે છે. તેના સિવાય તેમાં બોરોન પણ હોય છે. જો તમે દરરોજ પાણીમાં પલાળેલું જરદાળું ખાશો તો તેનાથી તમારા હાડકા મજબૂત બનશે. 

3) આંખો માટે ફાયદાકારક:- સૂકું જરદાળું આખી રાત પાણીમાં પલાળીને ખાવાથી આંખોની રોશની વધી શકે છે. વળી સૂકા જરદાળુ માં ભરપૂર પ્રમાણમાં વિટામીન એ અને બીટા કેરોટીન ઉપલબ્ધ હોય છે, તેના સેવનથી આંખોની અનેક સમસ્યાઓ દૂર થાય છે. દરરોજ પલાળેલુ સુકું જરદાળું ખાવાથી ડ્રાય આઇ સિન્ડ્રોમ અને રાતાંધળાપણાની સમસ્યાથી બચી શકાય છે.4) ઇમ્યુનિટી મજબૂત બનાવે:- સૂકું જરદાળુ પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેમાં વિટામિન એ, વિટામિન સી, પ્રોટીન, કેલ્શિયમ, મિનરલ, ફાઇબર, આયર્ન વગેરે પોષક તત્વો ઉપલબ્ધ હોય છે. તેમાં એન્ટિઓક્સિડન્ટ પણ હોય છે. એવામાં જો તમે દરરોજ પાણીમાં પલાળેલું સૂકું જરદાળું ખાશો તો તેનાથી તમારી ઇમ્યુનિટી બુસ્ટ થશે. તેથી તમે સંક્રમણ અને બીમારીઓ થી પણ બચી શકો છો.

5) વજન ઘટાડવામાં કાયદા કારક:- સવારમાં ખાલી પેટે પલાળેલા સૂકા જરદાળુ ને ખાવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. સૂકા જલદાળુ માં ફાઇબર હાજર હોય છે, જે ભૂખને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તેનું સેવન કરવાથી બ્લડ સુગર લેવલ પણ નિયંત્રિત રહે છે.તેનાથી તમારું વજન ઘટવામાં સરળતા રહે છે. 

રાત્રે પલાળેલું જરદાળુંનું કેવી રીતે સેવન કરવું ?:- તેના માટે રાત્રે ત્રણથી ચાર સૂકા જોરદાળુ ને એક ગ્લાસ પાણીમાં પલાળીને રાખી દો. બીજા દિવસે ઊઠીને પલાળેલા જરદાળુ ને ખાઓ. તમે તેનું પાણી પણ પી શકો છો. જો કે ધ્યાન રાખવું કે વધુ પ્રમાણમાં તેનું સેવન કરવાથી સ્વાસ્થ્યને નુકસાન પહોંચી શકે છે તેથી તેનું સેવન પ્રમાણસર જ કરવું.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment