પાણીમાં અડધી ચમચી નાખી સવારે ખાલી પેટ પિય આ પાણી… પેટ, હૃદય, વાળ અને ચામડીના રોગો થશે ગાયબ… જાણો બનાવવાની રીત દવા કરતા છે કારગર…

આપણે સૌ જાણીએ છીએ તેમ હળદરને સ્વાસ્થ્યની દ્રષ્ટીએ તેમજ શુભ પ્રસંગોમાં ખુબ જ સારી માનવામાં આવે છે. તેમજ હળદરને જ્યોતિષી ની દ્રષ્ટીએ પણ ખુબ જ સારી ગણવામાં આવે છે. આથી જ આપણે આ લેખમાં હળદરના સ્વાસ્થ્ય લાભો અને જ્યોતિષ મહત્વ વિશે વાત કરીશું. 

રસોડામાં રહેલ હળદર, ભોજનનો સ્વાદતો વધારે જ છે સાથે જ તે આપણાં સ્વાસ્થ્ય અને ભાગ્ય માટે પણ ગુણકારી હોય છે. હળદરમાં એન્ટિઇમ્ફ્લેમેટરી અને એંટીઓક્સિડેંટ ગુણ રહેલા હોય છે. હળદરનું સેવન પાણી સાથે કરવામાં આવે તો, ફાયદાઓ વધી જાય છે. હળદરનું પાણી સ્વાસ્થ્ય અને ત્વચા માટે લાભદાયી હોય છે. સ્વાસ્થ્ય માટે અસંખ્ય ફાયદાઓ હોવાની સાથે સાથે જ્યોતિષ દ્રષ્ટિથી પણ હળદરના પાણીને ફાયદાકારક ગણવામાં આવે છે.જે લોકોને વારંવાર શરદી-ઉધરસ કે સંક્રમણ થઈ જતું હોય તેમણે પોતાની ડાયેટમાં હળદરના પાણીને જરૂરથી સમાવિષ્ટ કરવું જોઈએ. જ્યોતિષ અને ડોક્ટર બંને એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિવાઇરલ ગુણોથી ભરપૂર હળદરને સ્વસ્થ ગણે છે. જાણો હળદરનું પાણી પીવાના ફાયદા. સાથે જ તમને જણાવીશું કે શા માટે જ્યોતિષ શાસ્ત્રમાં હળદરનું પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. 

સવારે હળદના પાણીનું સેવન કેવી રીતે કરવું?:- સવારે હળદરના પાણીનું સેવન કરવા માંગતા હોય તો, ખાલી પેટ કરી શકાય છે. હળદરનું પાણી બનાવવા માટે એક ગ્લાસ ગરમ પાણીમાં ચપટી હળદર મિક્સ કરો. આ ડ્રિંકમાં સ્વાદ માટે લીંબુ અને મધ મિક્સ કરી શકાય છે. તેના વગર પણ માત્ર હળદર અને પાણીનું સેવન કરી શકાય છે.

જ્યોતિષ શા માટે આપે છે હળદરનું પાણી પીવાની સલાહ?:- જ્યોતિષ વિશેષજ્ઞ, ન્યૂરોલોજિસ્ટ અને ટેરો કાર્ડ રીડરએ જણાવ્યુ કે જ્યોતિષ શાસ્ત્રની માનીએ તો, જે લોકોને પેટથી જોડાયેલી બીમારી હોય કે, કેન્સર તેમજ ટ્યુમરના લક્ષણો હોય, તેમણે હળદરના પાણીનું સેવન કરવું જોઈએ. શારીરિક સમસ્યાઓ દૂર કરવા માટે આપણને હળદરનું ટપકું લગાડવાની કે હળદરના પાણીથી નહાવાની સલાહ આપવામાં આવે છે. વાસ્તુની દ્રષ્ટિએ પણ હળદર ફાયદાકારક હોય છે. તેનો ઉપયોગ કરવાથી નકારાત્મક ઊર્જાથી છુટકારો મળે છે. ઘરમાં કોઈ બીમાર હોય તો, તેને ચપટી હળદર મિક્સ કરીને પાણી પીવાની સલાહ આપવી.સવારે હળદરનું પાણી પીવું શા માટે સ્વસ્થ ગણવામાં આવે છે?:- હળદરનું પાણી પીવાથી વજન ઘટે છે- વજન ઘટાડવા માંગતા હોય તો, ડાયેટમાં હળદરનું પાણી સમાવિષ્ટ કરી શકાય છે. હળદરમાં કરક્યુમીન જોવા મળે છે. ફૈટ વધારનારા ટીશૂઝને બનતા અટકાવવા માટે હળદરનું પાણી ફાયદાકારક હોય છે. શરીરમાં શુગરની માત્રા વધવાને કારણે પણ સ્થૂળતા વધવા લાગે છે. હળદરમાં રહેલ કરક્યુમીન, ઇન્સુલિનને વધારવામાં મદદ કરે છે. તેનાથી બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ મળે છે.

1) ત્વચા અને વાળથી જોડાયેલી સમસ્યાઓ થતી નથી:- હળદરના પાણીનું સેવન કરવાથી લોહી સાફ થાય છે. શરીરના ઝેરી તત્વો બહાર કાઢવામાં મદદ મળે છે. તેનાથી એજિંગ સાઇન્સ જેમકે, કરચલીઓ અને કરમાયેલ ત્વચાની સમસ્યા દૂર થાય છે. ત્વચાનો સોજો મટાડવામાં હળદર ફાયદાકારક ગણવામાં આવે છે. તેનો ઉપયોગ કરવાથી ત્વચાનો નિખાર વધે છે. હળદર વાળ માટે પણ ટોનિકની જેમ કાર્ય કરે છે. તેનો ઉપયોગ ટોનર કે હેરવોશના રૂપમાં કરવામાં આવે તો, હેર ગ્રોથ સારો થાય છે અને ડેંડ્રફની સમસ્યા દૂર કરવા માટે પણ હળદરનું પાણી ફાયદાકારક ગણવામાં આવે છે.2) પેટથી જોડાયેલી સમસ્યાઓ દૂર થાય છે:- હળદરના પાણીનું સેવન કરો તો, પેટથી જોડાયેલી સમસ્યાઓ જેમકે, ડાયેરિયા, અપચો, કબજિયાત, પેટમાં દુખાવો વગેરે સમસ્યાઓ દૂર થાય છે. હળદરનું પાણી પીવાથી શરીરમાં પિત્ત સરખી રીતે બને છે અને પાચનતંત્ર મજબૂત બને છે. હળદરમાં એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિવાઇરલ ગુણ પણ હોય છે. હળદરના પાણીનું સેવન કરવાથી ઇમ્યુનિટી મજબૂત થાય છે. તે સિવાય હળદર શરીરમાં રોગપ્રતિકારક ક્ષમતા વધારતા સેલ્સ બનાવવામાં પણ મદદ કરે છે. 

3) હ્રદયની બીમારીઓથી બચાવ થાય છે:- હળદરના પાણીનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલનું સ્ટાર નિયંત્રણમાં રહે છે. હળદરમાં એંટીઓક્સિડેંટ ગુણ રહેલા હોય છે તેનાથી કેન્સર કોશિકાઓને બનતી અટકાવવામાં પણ મદદ મળે છે. હળદરના પાણીનું સેવન કરવાથી પેટ, ત્વચા, વાળ, હ્રદય અને અન્ય અંગોથી જોડાયેલી બીમારીઓ દૂર થાય છે. દરરોજ એક ગ્લાસ હળદરના પાણીનું સેવન કરી શકાય છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment