હાડકાને મજબુત કરી વજન, ડાયાબિટીસને રાખશે આજીવન કાબુમાં… કબજિયાત મટાડી હૃદયરોગનું જોખમ કરશે ઓછું… જાણો કયું છે આ ફળ..

મિત્રો ઘણા એવા ફળ હોય છે જે ખાવામાં પણ સ્વાદિષ્ટ હોય છે અને શરીર માટે પણ ફાયદાકારક હોય છે. તો એવા જ એક ફળ વિશે આજે અમે તમને જણાવશું. એ ફળનું નામ છે આલૂબુખારા. આલૂબુખારા પોષકતત્વોથી ભરપુર હોય છે અને શરીર માટે ખુબ જ ફાયદાકારક ફળ છે.

આલૂબુખારામાં ઘણા એવા વિટામીન રહેલા હોય છે. ગરમીમાં આ ફળ બજારમાં મળતું હોય છે. જે ખુબ જ સ્વાદિષ્ટ હોય છે, એટલું જ નહિ શરીર માટે પણ લાભકારી હોય છે. આલૂબુખારાને પ્લામ ફળ પણ કહેવાય છે. તેમાં ફાયબર, કોપર, મેગેનિઝ, વિટામીન-એ, વિટામીન-સી, વિટામીન-કે  ખુબ જ માત્રામાં મળી રહે છે. સાથે જ તેમાં ફોસ્ફરસ, વિટામીન-બી અને મેગ્નેશિયમ પણ મળી આવે છે. તો ચાલો જાણીએ આલૂબુખારા ખાવાથી થતા ફાયદા વિશે.

1 ) હાડકા : એક રિપોર્ટ અનુસાર આલૂબુખારામાં ઘણા પોષકતત્વો રહેલા હોય છે, જે શરીરના હાડકાને મજબુત બનાવવા માટે મદદ કરે છે. મહિલાઓ માટે વિટામીન કે ના સેવનથી ખુબ જ ફાયદાકારક હોય છે. આલૂબુખારામાં વિટામીનની ભરપુર માત્રા મળી આવે છે . આ ફળનું સેવન નિયમિત કરવામાં આવે તો હાડકા ખુબ જ મજબુત બને છે.

2 ) બ્લડ શુગર : આલૂબુખારામાં ઘણા એવા તત્વ મળી આવે છે જે બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરી શકે છે. આલૂબુખારા ખાવાથી અમુક હોર્મોન્સ રિલીજ થાય છે જે બ્લડ શુગરને તરત જ કંટ્રોલ કરે છે અને રેગ્યુલર કરે છે. બ્લડ શુગરના દર્દી માટે આ ફળ દવા સમાન જ ગણવામાં આવે છે.

3 ) કબજિયાત : આલૂબુખારાનું સેવન કરવાથી આપણું પાચનતંત્ર મજબુત બને છે. તેનાથી કબજિયાત પણ દુર થાય છે. આલૂબુખારા ખાવાથી પેટમાં બ્લોટિંગ, એસિડીટીની સમસ્યા નથી થતી. માટે રોજ આલૂબુખારા ખાવાથી પેટ સારી રીતે સાફ થાય છે.

4 ) એન્ટીઓક્સીડેંટ : આલૂબુખારામાં પર્યાપ્ત માત્રામાં એન્ટીઓક્સીડેંટ રહેલું હોય છે. તે શરીરમાં કોઈ પણ પ્રકારના ઇન્ફ્લામેશનને દુર કરે છે. તેમાં રહેલું પોલીફેનોલ એન્ટીઓક્સીડેંટ બોનને મજબુત બનાવે છે. તેમજ આ ફળ વજન ઘટાડવામાં પણ મદદરૂપ બને છે.

5 ) હૃદય : આલૂબુખારાનું રોજ સેવન કરવાથી હૃદય ખુબ જ હેલ્દી બને છે. તે બ્લડ પ્રેશરને પણ ઓછું કરે છે. આ ફળમાં મળી આવતા પોષકતત્વો હૃદયને મજબુત રાખવામાં મદદ કરે છે અને હાર્ટએટેકનો ખતરો પણ ઓછો થાય છે. માટે આ ફળ હૃદયની બીમારીઓ માટે ખુબ જ સારું છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment