આ તેલના બે ટીપા ચહેરાના તમામ ખીલ, દાગ અને કરચલી ચપટીમાં કરી દેશે ગાયબ… જાણી લ્યો લગાવવાની રીત… ચહેરો થઇ જશે એકદમ સાફ અને સુંદર….

મિત્રો ડ્રાયફ્રુટ નો રાજા ગણાતી બદામ સ્વાસ્થ્ય અને સ્વાદથી ભરપૂર હોય છે. લોકો તેને સવારમાં પલાળીને કે સ્નેક્સ ની જેમ ખાવાનું પસંદ કરે છે. પરંતુ શું તમને ખબર છે કે બદામનું તેલ પણ ત્વચા માટે અનેક રીતે ફાયદાકારક છે. તેના ઉપયોગથી તમારી ત્વચા ને જૂનામાં જૂના ડાઘ દૂર કરવામાં મદદ મળે છે. સાથે જ ત્વચાના છિદ્રો પણ ખુલી જાય છે જેનાથી સેલ્સ સુધી સારી રીતે ઓક્સિજન પહોંચી શકે છે.

બદામના તેલમાં વિટામીન એ, વિટામિન ઈ, ઓમેગા 3 ફેટી એસિડ અને ઝીંક જેવા કેટલાક વિશેષ પોષક તત્વો ઉપલબ્ધ હોય છે, જે ત્વચાને મુલાયમ અને ચમકદાર બનાવે છે. સાથે જ તેનાથી અનેક પ્રકારની ત્વચા સંબંધિત સમસ્યાઓ પણ દૂર કરવામાં મદદ મળે છે. બદામના તેલનો તમે અનેક રીતે ઉપયોગ કરી શકો છો. તેના ફાયદા અને ઉપયોગ વિશે વિસ્તારપૂર્વક જાણવા માટે આ લેખને અંત સુધી વાંચો.ચહેરા માટે બદામ ના તેલ ના ફાયદા:-  

1) ડાર્ક સર્કલ અને સોજો દૂર કરે:- બદામનું તેલ ચહેરા પર લગાવવાથી સોજો અને આંખની નીચેના કુંડાળાને દૂર કરવામાં મદદ મળે છે. બદામના તેલમાં વિટામીન એ ઉપલબ્ધ હોય છે જે તમારી આંખોની નીચે ડાર્ક સર્કલને દૂર કરવામાં મદદ કરે છે. સાથે જ આંખોની રોશની  માટે પણ સારું માનવામાં આવે છે.

2) દાગ ધબ્બા દૂર કરે:- બદામનું તેલ ચહેરા પર લગાવવાથી ખીલ કે ડાઘ ધબ્બાને દૂર કરવામાં પણ મદદ મળે છે. આમાં ઝીંક ભરપૂર પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે જે ડાઘ ધબ્બાને દૂર કરીને ત્વચાને ક્લીન બનાવે છે સાથે જ તેમાં ઉપલબ્ધ ફેટી એસિડ વધારે તેલને દૂર કરે છે.

3) ત્વચાની રંગતમાં નિખાર આવે:- શિયાળામાં આપણી ત્વચા શુષ્ક નજર આવે છે. શુષ્ક ત્વચા પર બદામનું તેલ લગાવવાથી સ્કીન ચમકતી અને સાફ નજર આવે છે. તેમાં ઉપલબ્ધ એક્સીમાં અને સોરિયાસીસ શુષ્ક તત્વચાના ઈલાજ માટે ખૂબ જ અસરકારક હોય છે.

4) કરચલીઓ દૂર કરે:- બદામનું તેલ તમારી ત્વચાની સ્થિતિસ્થાપકતા જાળવી રાખે છે. તેમાં ઉપલબ્ધ ઓમેગા 3 ફેટી એસિડ સ્કિન ને સૂર્યના હનીકારક કિરણો અને કરચલીઓથી પણ બચાવે છે. વિટામીન ઈ તમારી ત્વચા ને સોફ્ટ બનાવી રાખવામાં મદદ કરે છે.5) ત્વચાની ગંદકી સાફ કરે:- બદામનું તેલ લગાવવાથી ત્વચાના છિદ્રો ખુલી જાય છે અને જામેલી ગંદકી બહાર નીકળી જાય છે. જેથી સ્કિન માં ફોલ્લી અને ખીલ થવાની સંભાવના ઓછી થઈ જાય છે. સાથે જ તેમાં એન્ટિઓક્સિડન્ટ ઉપલબ્ધ હોય છે જે સ્કીનને હેલ્થી બનાવી રાખે છે.

બદામનું તેલ ઉપયોગ કરવાની રીત:-

1) રાત્રે સુતા પહેલા તમે બદામના તેલથી ચહેરાની મસાજ કરી શકો છો. તમારી હથેળીઓ પર બદામના તેલના થોડા ટીપા લઈને તેનાથી સારી રીતે સ્કીનની મસાજ કરો. તેની મદદથી ચહેરો હંમેશા ચમકદાર બનેલો રહેશે.

2) કેટલીક વાર પોષક તત્વોની કમી અને ઊંઘ પૂરી ન થવાના કારણે આંખોની નીચે ડાર્ક સર્કલ થઈ જાય છે. ડાર્ક સર્કલ દૂર કરવા માટે તમે મધ અને બદામના તેલને મિક્સ કરીને રાત્રે ચહેરા પર લગાવો. તેના સિવાય તમે બદામનું તેલ અને ગુલાબજળને ચહેરા પર લગાવીને સુવો. સવારમાં ઊઠીને ઠંડા પાણીથી ધોઈ લો.3) બદામનું તેલ નારિયેળ તેલ અને એલોવેરા મિક્સ કરીને લગાવવાથી ચહેરા પર કરચલીઓ નથી આવતી સાથે જ સ્કીનની ડ્રાયનેસ પણ દૂર થાય છે. ધીરે ધીરે ફાઈનલાઇન્સ પણ જતી રહે છે.

4) બદામનું તેલ ચહેરાના ખીલ-ફોલ્લી ને દૂર કરવા માટે પણ ખૂબ જ ઉપયોગી છે. તેમાં હાજર એન્ટિઓક્સિડન્ટ ત્વચા ના બેક્ટેરિયાનો નાશ કરે છે અને ચહેરાને ડાઘ રહિત બનાવે છે.

5) તમે મેકઅપ હટાવવા માટે પણ બદામના તેલનો ઉપયોગ કરી શકો છો. તેનાથી તમારી ત્વચામાં કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન નહીં થાય બદામના તેલને રૂમા લઈને તેનાથી મેકઅપ ને સાફ કરો. તેનાથી ચહેરો સારી રીતે ક્લીન થશે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment