મિત્રો બોલીવુડના સુપરસ્ટાર ઋત્વિક રોશનની ફિલ્મ ક્રિશ લગભગ બધા જ લોકોએ જોઈ હશે. તેમાં ઋત્વિક રોશન પાણીમાંથી જીવતી માછલી પકડીને પકડી લેતો. એવો એક સીન આવે છે. તો આજે અમે તમને એક એવા વ્યક્તિ વિશે જણાવશું. જે ઉત્તર પ્રદેશના હમીરપુર જીલ્લાનો છે. જે યમુના નદીમાં છલાંગ લગાવીને નદીમાંથી બંને હાથમાં જીવતી માછલી પકડી લે છે. એટલું જ નહિ મિત્રો એક માછલી તે પોતાના મોંમાં પણ દબાવીને લેતો આવે.
આ એક ખુબ જ અલગ વ્યક્તિ છે. જેનું નામ છે સુગર નિષાદ. સુગરે ફિલ્મી અંદાજમાં કેમેરાની સાથે યમુના નદીમાં ડૂબકી મારી અને બંને હાથમાં જીવતી માછલી પકડીને બહાર આવ્યો. સુગરે પાણીમાં છલાંગ લગાવી અને ડૂબકી મારીને બહાર આવ્યો તો તેના બંને હાથમાં એક એક માછલી હતી અને સાથે સાથે એક માછલી તેણે મોં માં પણ દબાવી રાખી હતી. આ વ્યક્તિની કળા જોઇને કોઈ પણ વ્યક્તિ દંગ રહી જાય. કેમ કે આ વ્યક્તિએ માછલીને પકડવી એ શોખ બનાવી લીધો છે. આ વ્યક્તિ એવો છે કે તે લોકોની ફરમાઇશ અનુસાર તેની પસંદની માછલીને નદીમાંથી લાવી આપે છે. યમુના અને બેતવા બંને નદીઓની વચ્ચે મુખ્યાલયના મેરાપુર વિસ્તારનો રહેવાસી છે. જેની ઉમર 24 વર્ષની છે. પરંતુ બાળપણમાંથી જ સુગર તરવાનો ખુબ જ શોખ હતો.
પરંતુ સુગર જેમ જેમ યુવાન થવા લાગ્યો તેમ તેમ પાણીની અંદરથી જાળ અને કાંટા વગર જ હાથ વડે માછલી પકડતા સીખી લીધું હતું. જેના કારણે આજે તે દુનિયાનો એક અજુબો છે, જે નદીના પાણીમાં જઈને તેમાંથી બંને હાથમાં અને એક મોં માં જીવતી માછલી પકડીને બહાર આવે છે.
સુગર નિષાદ જ્યારે નદીના ઊંડા પાણીમાંથી માછલી બહાર કાઢતો હોય ત્યારે તેના એક મિત્રને નદીના કિનારે ઉભો રાખે છે. સુગરનો મિત્ર કિનારે ઉભા રહીને પોતાની ફરમાઈશ કરે છે અને એ સાથે જ સુગર અંદર નદીના પાણીમાં જાય છે સુગર કોઈ પણ વ્યક્તિની ફરમાઇશને પૂર્ણ કરે છે. ઘણા લોકો તો મફતમાં માછલી મેળવીને ખુશ પણ થઇ જતા હોય છે. મિત્રો આપણે બધા જ ફિલ્મમાં આવા સીન જોતા હોઈએ છીએ. પરંતુ આપણી આસપાસ પણ આવા અનેક અજુબા હોય છે. જે ઘણું અલગ અલગ કામ કરી શકતા હોય છે. તો તેવી જ રીતે સુગર પણ એક ખાસ વિશેષતા આ કામમાં ધરાવે છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google