મિત્રો બાળકને ખોવું એ દુનિયાનું સૌથી મોટુ દુઃખ હોય છે. તેનું સૌથી વધારે દુઃખ પણ માતા જ જાણતી હોય છે, કેમ કે બાળકને નવ મહિના સુધી માતા ગર્ભમાં જ મોટું કરે છે. તો આજે અમે તમને એક એવી જ ઘટના વિશે જણાવશું જે કોઈ પણ વ્યક્તિને હેરાન કરી નાખે તેવી છે. એક માતા સાથે એવું જ બન્યું હતું અને તે ઘટના સામે પણ આવી છે.તે માતાએ જે બાળકને મૃત સમજ્યું હતું તે લગભગ 30 વર્ષ બાદ માતાને જીવંત મળ્યું. તો ચાલો જાણીએ આખી ઘટના વિશે આ લેખમાં. આ સત્ય કહાની ખુબ જ અદ્દભુત છે દરેક લોકોએ એક વાર અવશ્ય વાંચવી જોઈએ.
આ ઘટના કેલીફોર્નીયામાં બની છે. કેલીફોર્નીયાની ટીના બેજાર્નોએ 17 વર્ષની ઉમરે એક બાળકીને જન્મ આપ્યો હતો. જેનું રાખવામાં આવ્યું હતું ક્રિસ્ટીન. પરંતુ બીજા જ દિવસે ટીનાના જણાવવામાં આવ્યું કે તેના બાળકનું મૃત્યુ થઇ ગયું છે. જન્મના થોડા સમય બાદ જ તેનું મૃત્યુ થઇ ગયું છે એવું ટીના જણાવવામાં આવ્યું હતું.
પરંતુ તેમ છતાં દુઃખી માં પોતાની બાળકીની યાદમાં દર વર્ષે તેનો જન્મ દિવસ મનાવતી હતી. ત્યાર બાદ ટીના ઈરિક ગાર્ડેરે નામના એક શખ્સને ડેટ કરવા લાગી. પરંતુ 30 વર્ષ બાદ ટીનાને એક મેલ મળ્યો. તે મેલ ન્યુજર્સીના એક શખ્સ દ્વારા મોકલવામાં આવ્યો હતો. તે શખ્સે એવો દાવો કર્યો કે ટીના તેની માતા છે.
મેલ ઓનલાઈન મુતાબિક ટીના અને ક્રિસ્ટીને પોતાનો DNA ડેટાબેઝ કંપનીને આપ્યો. જે મેચ થઇ ગયો. DNA મેચ થયા બાદ ક્રિસ્ટીને ટીનાને મેલ કર્યો. તેમાં જણાવ્યું કે આપણે બંનેએ મળવું જોઈએ અને વાત કરવાનું જરૂર છે. તે જણાવે છે કે, આપણે એકબીજાથી સંબંધિત છીએ અને તમે મારી માતા છો.
DNA ટેસ્ટમાં એ સાબિત થયું કે, બાળપણમાં ટીનાના બાળકનું મૃત્યુ થયું ન હતું, પરંતુ તે બાળકે હવે પોતાનું ટ્રાંસજેન્ડર પુરુષના રૂપમાં બદલી નાખ્યું હતું. ટીના જ્યારે પ્રેગ્નેન્ટ હતી ત્યારે તેની માતા ટીનાને સપોર્ટ કરતી ન હતી અને તેની સાથે સારો વ્યવહાર પણ ન કરતી. પરંતુ બાળકના જન્મ બાદ ક્રિસ્ટીનને દત્તક લઇ લેવામાં આવી હતી અને લાસવેગાસમાં તેનું લાલન પાલન કરવામાં આવતું હતું. પરંતુ તે એક છોકરી માંથી ક્રિસ્ટીન તરત જ આદમીના રૂપમાં બદલી ગઈ. અત્યારે હાલ તેની ઉમર 29 વર્ષ છે. સાથે તેની પત્ની પણ રહે છે અને તેના બાળકો પણ છે. પરંતુ હવે ટીનાનું કહેવું છે કે તેને હવે કોઈ ફર્ક નથી પડતો, તેનું બાળક પુરુષના રૂપમાં છે. મહિલાના રૂપમાં નથી. પરંતુ તે માત્ર એટલું જ જાણે છે કે તેનું બાળક હાલ આ દુનિયામાં છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google