આજે અમે આ લેખમાં દાંપત્યજીવન એટલે કે લગ્નજીવન વિશે અમુક વાતો જણાવશું. જે લોકો પોતાના લગ્નથી, પતિથી, પત્નીથી, લગ્નસંસારથી થાકી ગયા હોય અથવા કંટાળી ગયા હોય તેમને માટે આ લેખ ખુબ જ ઉપયોગી છે. અને જે લોકોના લગ્ન બાકી છે અથવા થવાના છે તેમણે પણ આ લેખને ખાસ વાંચવો જોઈએ. કેમ કે આ લેખ વાંચ્યા બાદ ક્યારેય પણ લગ્નજીવનમાં કોઈ પણ સમસ્યા નહિ આવે. અને ઝગડાઓ પણ નહિ થાય, જો થતા હશે તો પણ અટકી જશે. તો મિત્રો આ લેખને વાંચો અને શેર કરો…. ઘણા લોકોનું જીવન બરબાદ થતા અટકી જશે.
મિત્રો આપણે બધા એ તો જાણીએ જ છીએ કે પતીઅને પત્ની વચ્ચેના સંબંધોને ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. પતિપત્ની વચ્ચે એવો ધર્મ સંબંધ હોય છે જે કર્તવ્ય અને પવિત્રતા પર આધારિત હોય છે. આ સંબંધ એવો છે જેમાં જેટલી કોમળતા રાખવામાં આવે એટલો જ એ સંબંધ મજબુત બને છે. જીવનની સાચી સાર્થકતા જાણવા માટે ધર્મ અને આધ્યત્મના માર્ગ પર ચાલવા માટે બે સાથે, સહયોગીની પ્રતિજ્ઞા લઈને આગળ વધવું તે જ દાંપત્ય અને વૈવાહિક જીવનનું મકસદ છે. હોય છે.
આ એક વૈજ્ઞાનિક તથ્ય છે કે શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્તરો પર સ્ત્રી અને પુરુષ બંને એકબીજા કરતા અધૂરા હોય છે. અને બંનેના મળ્યા બાદ જ તે અધુરપનોનો અંત આવે છે. બંનેની અપૂર્ણતા જ્યારે પૂર્ણતામાં બદલી જાય, તો આધ્યાત્મના માર્ગ પર ચાલવું આસાન અને આનંદ પૂર્ણ રહે છે. દાંપત્યજીવન મુખ્ય સાત મુદ્દા અને વાત પર ટકેલું હોય છે. જે રામાયણમાં રામ અને સીતાજી વચ્ચેના દાંપત્ય જીવનમાં જોવા મળે છે. તો ચાલો આપણે પણ જાણીએ.
સૌથી પહેલા છે સંયમ. એટલે કે આપણે જોતા હોઈએ છીએ કે માણસનો સહજ સ્વભાવ હોય છે કે સમય સમય પર માનસિક ઉત્તેજનાઓ થતી હોય છે. જેમ કે કામવાસના, ક્રોધ, લોભ, અહંકાર અને મોહ પર હંમેશા લગ્નજીવન દરમિયાન નિયંત્રણ રાખવું જોઈએ. તેનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ ભગવાન શ્રી રામ અને સીતાજી છે. જેમના જીવનમાં ખુબ જ સંયમ અને પ્રેમ રહેલો હતો. લગ્નજીવનને સુખદ બનાવવા માટે ક્યારેય પણ શારીરિક રૂપે અનિયંત્રિત નહી થવાનું. કામવાસના, ક્રોધ, લોભ, અહંકાર અને મોહ જો કાબુ મેળવી લેવામાં આવે તો લગ્નજીવન ક્યારેય પણ તૂટતું નથી.
સંતૃષ્ટિ. એટલે કે એકબીજા સાથે રહેતા હોઈએ તો સમય અને પરિસ્થિતિ અનુસાર જે પણ સુખ અને સુવિધા પ્રાપ્ત થાય તેમાં જ સંતોષ રાખવો જોઈએ. જો બંનેમાં સંતોષ હોય તો ક્યારેય પણ સામેના પાત્રમાં આપણને તેની ખામી નથી દેખાતી. એટલા માટે લગ્નજીવનને ટકાવી રાખવા માટે સૌથી મહત્વનું છે સંતૃષ્ટિ.
ત્રીજું છે સંતાન. મિત્રો દાંપત્યજીવનમાં સંતાનનું ખુબ જ મહત્વપૂર્ણ સ્થાન રહેલું હોય છે. પતિ અને પત્નીના સંબંધોને વધારે મજબુત બનાવવા માટે બાળકોની ભૂમિકા ખુબ જ અહેમ હિસ્સો હોય છે. જેનું પણ સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ છે રામ અને સીતા. કેમ કે જ્યારે રામ વનવાસ પૂર્ણ કરીને પરત આવ્યા ત્યારે સીતાજીની પવિત્રતાને સાબિત કરવામાં માટે લવ અને કુશની ખુબ જ મહત્વપૂર્ણ ભૂમિકા હતી. અને આજે પણ આપણે જોઈએ જ છીએ કે લગ્ન બાદ જો સંતાન થઇ જાય તો પણ ઘણા લગ્નજીવન તૂટતા અટકી જતા હોય છે. આજે પણ સમાજમાં એવું બને છે.
ચોથું છે સંવેદનશીલતા. પતિ પત્નીના રૂપમાં બંનેને એકબીજા પ્રત્યેની ભાવનાઓને સમજવી જોઈએ અને તેની કદર કરવી જોઈએ. જો બંને એકબીજાની ભાવના અને કદર કરવા લાગે અને સમજવા લાગે તો બંનેમાં સંવેદનાઓ આવે છે. અને જો બંનેમાં સંવેદનાઓ આવી જાય તો બંને એકબીજાની વાતને કહ્યા વગર જ સમજી જાય છે. એટલા માટે લગ્નજીવનને આજીવન ટકાવી રાખવા માટે સંવેદનશીલતા ખુબ જ મહત્વની છે.
સંકલ્પ. પતિ અને પત્નીના રૂપમાં બંને વચ્ચેના ધર્મ સંબંધને નિભાવવા માટે પોતાના કર્તવ્યને સંકલ્પપૂર્ણ કરવું જોઈએ. જો બંને એકબીજાના કાર્ય અને કર્તવ્યને સંકલ્પપૂર્ણ કરે વૈવાહિક જીવન એક સુખદ અને સરળતા તરફ વળે છે. જેના આધાર પર લગ્નજીવન નામની ઈમારત કાયમ ઉભી રહે છે.
સક્ષમતા. એટલે કે આપનામાં સામર્થ્ય હોવું. દાંપત્યજીવનને સફળતા અને ખુશીથી ભરપુર બનાવવા માટે પતિ અને પત્ની બંનેએ શારીરિક, આર્થિક અને માનસિક રૂપથી મજબુત હોવું ખુબ જ જરૂરી છે. જેનાથી જીવનમાં આધ્યાત્મતા આવે છે અને લગ્ન જીવન રસપ્રદ બને છે.
સમર્પણ. દાંપત્ય એટલે કે વૈવાહિક જીવનમાં પતિ અને પત્ની એક બીજા પ્રત્યે પૂરી રીતે સમર્પણ અને ત્યાગની ભાવના હોવી ખુબ જ જરૂરી છે. કેમ કે જો સામેના પાત્રની ખુશી માટે તમે તમારી ઈચ્છા અને આવશ્યકતાને વશ કરી શકો તો એવું લગ્નજીવન ક્યારેય તૂટતું નથી.
તો મિત્રો આ હતા લગ્નજીવનને ટકાવી રાખવાના સાત સ્તંભ. જેના પર લગ્નજીવન નામનું મંદિર સદા અકબંધ ઉભું રહે છે. તો મિત્ર તમારું શું કહેવું છે આ બાબત વિશે અમને કોમેન્ટ કરીને ખાસ જાણવો અને આ લેખને શેર અવશ્ય કરો કદાચ ઘણા લોકોના લગ્નજીવન તૂટતા અટકી જાય…..
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
વેરી હેલ્પ ફૂલ
3good
Very Helpful…. Superb…
Respect and what is given, satisfy, Trust and treet is also element of happy marriage.