રાશિ અનુસાર જાણી લો કેવા છે તમારા જીવન સાથી….. જાણો આ લેખ દ્વારા તમારા જીવન સાથીનું રહસ્ય…
મિત્રો જ્યોતિષ શાસ્ત્રના આધારે આપણું ભવિષ્ય કેવું રહેશે, આપણા લગ્ન કંઈ ઉમરે થશે વગેરે તો જાણી જ શકીએ છીએ. પરંતુ જ્યોતિષ શાસ્ત્રમાં અમુક એવી વાતોનો પણ ઉલ્લેખ છે કે જેના દ્વારા તમે એ પણ જાણી શકો છો કે તમારા જીવનસાથી કેવા રહેશે, તેનો સ્વભાવ અને વ્યક્તિત્વ કેવું રહેશે, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તમારી કુંડળીનો સપ્તમ ભાવ જણાવે છે કે તમારા જીવનસાથી કેવા હશે. દરેક લોકો એ વાત માટે હંમેશા વિચારતા હોય છે કે તેમના જીવનસાથી કેવા હશે ? તેનો સ્વભાવ કેવો હશે ? તેના વિચારો કેવા હશે ? વગેરે બાબતોને જાણવા માટે લોકો ઉત્સુક હોય છે. તો તે વાત જાણવા માટે અમારો આ લેખ પુરેપુરો વાંચો.
સૌથી પહેલા મેષ રાશિના જાતકોના જીવનસાથીની વાત કરીએ તો મેષ રાશિના જાતકોની કુંડળીમાં સપ્તમ ભાવનો સ્વામી શુક્ર હોય છે અને શુક્રને વિવાહનો કારક માનવામાં આવે છે. મેષ રાશિના જાતકોને સુંદર અને શિક્ષિત જીવનસાથી મળે છે અને તેઓ પોતાના લગ્ન જીવનથી ખુબ જ ખુશ રહે છે.
વૃષભ રાશિની વાત કરીએ તો વૃષભ રાશિની કુંડળીમાં સપ્તમ ભાવનો સ્વામી મંગળ હોય છે. આ રાશિના સ્ત્રી કે પુરુષના જીવનસાથીની રૂચી અભ્યાસમાં ઓછી હોય છે. તેમજ ઘણી વખત તેમણે સંઘર્ષનો પણ સામનો કરવો પડતો હોય છે. પરંતુ આવા જીવનસાથી દરેક પરિસ્થિતિ અનુસાર પોતાને અનુકુળ બનાવા માટે સક્ષમ હોય છે.
મિથુન રાશિની કુંડળીમાં સપ્તમ ભાવનો સ્વામી ગુરુ હોય છે. જેના આધારે એવું સાબિત થાય છે કે મિથુન રાશિના જાતકોના જીવનસાથી સુંદર અને ગૌરવશાળી હોય છે. તેમજ તેમને અવગણના કરતા લોકો પણ પસંદ નથી હોતા.
કર્ક રાશિ વિશે વાત કરીએ તો કર્ક રાશિના લગ્નનો સ્વામી ચંદ્ર છે. જ્યારે તેની કુંડળીનો સપ્તમ ભાવનો સ્વામી શનિ હોય છે. માટે તેમના જીવનસાથી અભ્યાસ કરવાના ખુબ જ શોખીન હોય છે. તેમજ આત્મ સમ્માની પણ હોય છે.
સિંહ રાશિ વિશે જાણીએ કે સિંહ રાશિના જાતકોનો જીવન સાથી કેવો રહેશે. તો સિંહ રાશિની કુંડળીમાં સપ્તમ ભાવનો સ્વામી શનિ હોય છે. આ રાશિના જીવનસાથી ખુબ જ મહેનતુ હોય છે અને મોટાની સેવા તેમજ બીજાનું ભલું કરવા વાળા હોય છે.
કન્યા રાશિના જાતકોનો સપ્તમ ભાવનો સ્વામી ગુરુ હોય છે અને તેમના જીવનસાથી દેખાવમાં ખુબ જ સુંદર હોય છે. તેમજ ધાર્મિક વૃત્તિ વાળા પણ હોય છે અને સાથે સાથે ભાગ્યશાળી પણ હોય છે. તેથી તે જીવનની દરેક ઊંચાઈઓ પ્રાપ્ત કરે છે.
તુલા રાશિના જીવનસાથીની વાત કરીએ તો તુલા રાશિના જાતકોની કુંડળીમાં સપ્તમ ભાવનો સ્વામી ગ્રહ મંગળ હોય છે. આ જાતકોના જીવનસાથી થોડા ક્રોધી સ્વભાવના હોય છે. પરંતુ તેમનું લગ્ન જીવન ખુબ જ સફળ રહે છે. તેમજ તેઓ પોતાના લગ્ન જીવનથી ખુબ જ ખુશ પણ રહે છે.
વૃષિક રાશિની કુંડળીમાં સપ્તમ ભાવનો સ્વામી શુક્ર હોય છે. તેમના જીવનસાથી ખુબ જ શાંત સ્વભાવના અને ભાવનાત્મક હોય છે. વૃષિક રાશિના જાતકોના જીવનસાથી પોતાના દાંપત્ય જીવનમાં મધુરતા જાળવી રાખે છે અને વૈવાહિક જીવનને સફળ બનાવવાના પ્રયત્નો કરતા રહે છે.
ધન રાશિના જાતકોના સપ્તમ ભાવનો સ્વામી ગુરુ હોય છે.આ લોકોના જીવન સાથી ખુબ જ ઉચ્ચ વિચારો ધરાવનારા હોય છે. તેમજ સુંદર અને ભાગ્યશાળી પણ હોય છે.
મકર રાશિના જાતકોની કુંડળીમાં સપ્તમ ભાવનો સ્વામી ચંદ્ર હોય છે. તેમના જીવનસાથી મધુર વાણી ધરાવતા હોય છે. તેમજ ભાવનાત્મક વૃત્તિ વાળા પણ હોય છે. આ ઉપરાંત તે અનુશાસન પ્રિય હોય છે.
કુંભ રાશિના જાતકોના જીવનસાથીની વાત કરીએ તો કુંભ રાશિના જાતકોના જીવનસાથી બીજા પાસે પોતાની વાત મનાવવા વાળા હોય છે. તેમજ અન્ય લોકો સાથે મિલનસાર સ્વભાવ ધરાવનાર હોય છે.
મીન રાશિના જાતકોની કુંડળીમાં સપ્તમ ભાવનો સ્વામી બુધ હોય છે. આ રાશિના જાતકોના જીવનસાથી દેખાવમાં સુંદર હોય છે અને ઓછું બોલવાવાળા હોય છે. આ ઉપરાંત આ રાશિના જાતકોના જીવનસાથી પોતાના મનમાં ઘણી બધી ઈચ્છાઓ ધરાવતા હોય છે અને સાથે સાથે પોતાના લગ્ન જીવનને સફળ બનાવવાના પ્રયત્નો પણ કરતા હોય છે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ Image Source: Google