બંગાળી મહિલાઓ શા માટે પહેરે છે આવી સાડી… 99% સ્ત્રીઓને આ રહસ્ય ખબર જ નથી.

મિત્રો આપણાં ભારતમાં નવરાત્રીનો માહોલ ખુબ જ જામેલો જોવા મળતો હોય છે. દરેક લોકો પોતાની શક્તિ ભક્તિ અને શ્રદ્ધાથી દેવીની આરાધના કરે છે. જ્યારે નવરાત્રીમાં આપણાં ગુજરાતમાં ગરબે ઘૂમીને દેવીની નવ દિવસ પુજા કરવામાં આવે છે. તો દેશના બીજા રાજ્યમાં પણ જુદી-જુદી રીતે નવરાત્રીનું મહત્વ રહેલું છે. જ્યારે આપણે બંગાળની વાત કરીએ તો ત્યાં નવરાત્રીના આ નવદિવસનું વિશેષ મહત્વ રહેલું છે. જેમાં બંગાળી મહિલાઓ સફેદ અને લાલ રંગની જામદાની સાડી પહેરીને દેવીની પુજા કરે છે. તો આજે તેની પાછળ રહેલા રહસ્યને જણાવશું.

મિત્રો જણાવી દઈએ કે દર વર્ષે નવરાત્રીના દિવસે બંગાળમાં માતા દુર્ગાની ભવ્ય પૂજા-અર્ચના કરવામાં આવે છે. બંગાળમાં ચારેબાજુ ખુબ જ સુંદર પંડાલ નાખી તેને શણગારવામાં આવે છે. આ સમય દરમિયાન ત્યાંની મહિલાઓ સફેદ અને લાલ રંગની સાડીમાં જ જોવા મળે છે. જો કે, ફેશન સ્પર્ધામાં તો  ઘણી મહિલાઓ હવે સાડી અને તમામ રંગોના કપડાંઓ પહેરે છે. પરંતુ અહીં ફેશન હોવા છતાં અહીંની મહિલાની પહેલી પસંદ લાલ બોર્ડરવાળી સફેદ સાડી હોય છે. તો ચાલો આપણે આ સફેદ અને લાલ બોર્ડર વાળી સાડી વિશે જાણી લઈએ કે, ત્યાંની મહિલાઓ શા માટે દુર્ગા પૂજા સમયે લાલ અને સફેદ રંગની સાડી પહેરવાનું પસંદ કરે છે.

આ સાડી વિશે વિશેષમાં વાત કરીએ તો સફેદ અને લાલ રંગની આ સાડી ખાસ કાપડથી બનાવવામાં આવી હોય છે. જેને જામદાની કહેવામાં છે. આ જામદાની સાડીઓ હાથ વણાટની બનાવટ છે. આ સાડી કપાસની બનેલી હોય છે. પરંતુ હવે ધીરે ધીરે તેમાં રેશમ પણ ઉમેરવામાં આવે છે. આ સાડીની સૌથી મોટી વિશેષતા એ છે કે આ સાડીના ફેબ્રિકનું વજન ખુબ જ ઓછું હોય છે. જે બંગાળના ભેજવાળા હવામાન માટે યોગ્ય છે.

જામદાની સાડીનું વજન ઓછું હોવાને કારણે બંગાળની મહિલાઓ આ સાડીને ખુબ જ પસંદ કરે છે. સમય જતાં વધુ ફેશનને જોતા જામદાની સાડીઓ પણ એક કરતા વધારે ડિઝાઇનમાં મળવાની શરૂઆત થઇ ગઈ છે. જે મહિલાઓથી લઈને છોકરીઓ સુધી દરેકને પસંદ આવે છે.જ્યારે આ સાડીના લાલ અને સફેદ રંગની વાત કરીએ તો, સફેદ અને લાલ રંગ બંગાળનો પરંપરાગત રંગ છે. પરિણીત મહિલાઓ આ સાડી નવરાત્રી દરમિયાન મોટા લાલ ટપકાના સિંદૂર અને સોનાના ઝવેરાત પહેરીને દુર્ગા પૂજા કરે છે.

આ ઉપરાંત વિશેષમાં અમે તમને જણાવી દઈએ કે અષ્ટમીના દિવસે, બધી જ બંગાળી મહિલાઓ પરંપરાગત રીતે માં દુર્ગાને પુષ્પાંજલિ અર્પણ કરે છે. આ પછી, તે દશેરાના દિવસે તે જ સાડી પહેરે છે અને માતા દુર્ગાને સિંદૂર ચડાવે છે અને સિંદૂરથી રમે છે. પરંતુ બંગાળી મહિલામાં આ સાડી પહેરવાની પરંપરા ખુબ જ જૂની છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment