અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી.
અનોખી દુલ્હન બજાર જ્યાં પૈસા આપીને મેળવી શકો છો મનપસંદ દુલ્હન…
મિત્રો અત્યાર સુધી તમે સારી સાડી, ડ્રેસ, શાકભાજી કે અન્ય વસ્તુઓની બજાર જોઈ હશે વધીને પ્રાણીઓ અને પશુઓની પણ બજાર જોઈ હશે. પરંતુ આવી બજાર વિશે તમે લગભગ નહિ સાંભળ્યું હોય. હા મિત્રો, એક એવી અનોખી બજાર છે કે જેના વિશે સાંભળીને તમને નવાઈ લાગશે કે આવી રીતે પણ કોઈ બજાર હોઈ શકે !
મિત્રો તમને એવું કહેવામાં આવે કે જે રીતે બજારમાં વસ્તુઓ વહેંચાય છે તેવી જ રીતે બજારમાં દુલ્હનો વહેંચાય છે. તો આ વાત પર તમને આશ્ચર્ય થશે કે ભાઈ અહીં દુલ્હન શોધતા પણ નથી મળતી જ્યારે દુલ્હાનો બજારમાં કંઈ રીતે મળે પરંતુ આ વાત સત્ય છે. એક એવી બજાર પણ અસ્તિત્વમાં છે કે જ્યાં વસ્તુ નહિ પરંતુ દુલ્હનો વહેંચાય છે. તે બજાર વિશે જાણવા માટે અમારો આ લેખ વાંચો ત્યાર બાદ તમને વિશ્વાસ આવી જશે કે ખરેખર દુલ્હનો પણ બજારમાં વહેંચાય છે.
આજે અમે તમને એક એવી અનોખી બજાર વિશે માહિતી આપવા જઇ રહ્યા છીએ કે જ્યાં દુલ્હનો વહેંચાય છે અને તે પણ લીગલ. જ્યાં પૈસા આપીને ખરીદી શકાય છે મનપસંદ દુલ્હન. કદાચ તમને આ વાત પર વિશ્વાસ ન આવે પરંતુ આ હકીકત છે. બલ્ગેરિયામાં સ્ટારા જાગોર નામની જગ્યા આવેલી છે જ્યાં દર ત્રણ વર્ષમાં એક વખત દુલ્હનોની બજાર લગાવવામાં આવે છે.
આ બજારમાં છોકરાઓ આવે છે અને તે પોતાની મનપસંદ દુલ્હન ખરીદીને તેને પત્ની બનાવી પોતાની ઘરે લઇ જાય છે. આ દુલ્હન મેળો એવા લોકો દ્વારા લગાવવામાં આવે છે કે જેની આર્થિક પરિસ્થિતિ સારી નથી એટલે કે જે લોકો પોતાની દીકરીના લગ્નનો ખર્ચો ઉઠાવી શકે તેટલા પૈસા પણ તેમની પાસે હોતા નથી તે લોકો અહીં પોતાની દીકરીઓને દુલ્હન બજારમાં લાવે છે.
અહીં છોકરીઓને દુલ્હનનો પોષાક પહેરાવામાં આવે છે અને ત્યાં આવનાર દરેક દુલ્હન દરેક ઉમરની મહિલાઓ સમીવિષ્ટ હોય છે. અહીં દુલ્હન ખરીદવા માટે માત્ર છોકરો જ નથી આવતો પરંતુ છોકરાની સાથે તેના પરિવારના સભ્યો પણ આવે છે. છોકરાને જે છોકરી પસંદ આવે તેની સાથે તેને વાત કરવાની એક તક આપવામાં આવે છે ત્યાર બાદ જો છોકરાને છોકરી પસંદ આવી જાય પછી છોકરાના પરિવારજનો દીકરીના માતાપિતાને પૈસા ચુકવે છે અને ત્યાર બાદ છોકરો તેને પોતાની પત્ની સ્વીકાર કરે છે.
દુલ્હન વહેંચવાનું આયોજન ગરીબ પરિવારો દ્વારા ઘણા વર્ષોથી ચાલ્યું આવે છે અને અહીં કોઈ કાનૂની રોકટોક પણ નથી કરવામાં આવતી. આ દુલ્હન બજાર બુલ્ગારિયાના એક સમુદાય કલાઈદજી સમુદાય દ્વારા લગાવામાં આવે છે. આ સમુદાય સિવાય કોઈ બહારનો વ્યક્તિ આ બજારમાં આવીને કોઈ દુલ્હન ખરીદી શકતો નથી.
બજારમાં એ જ પરિવારો હોય છે જે પોતાની દીકરીના લગ્ન કરવા માટે સક્ષમ નથી હોતા. બજારમાં છોકરી એકલી નથી હોતી તેની સાથે તેના પરિવારનું કોઈ સદસ્ય પણ હોય છે. સામાન્ય રીતે એવું હોય છે કે દીકરીના લગ્ન થાય ત્યારે કન્યા પક્ષ વાળા દીકરીને ઘણી બધી કિંમતી અને મોંઘી વસ્તુઓ આપતા હોય છે. પરંતુ અહીં રીવાજ ઊંધો છે. છોકરાવાળાઓએ છોકરીના પરિવારને પૈસા આપવા પડે છે.
અહીં છોકરા દ્વારા પસંદ કરાયેલી છોકરીને છોકરાના પરિવાર જનોએ પણ વહુના રૂપમાં સ્વીકાર કરવો આવશ્યક છે. આ નિયમનું ચુસ્ત પણે પાલન કરવામાં આવે છે.
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Very helpful