જીવનમાં સમૃદ્ધિ અને પ્રતિષ્ઠામાં થશે બેહદ વધારો, કરો પાણીના પાંચ દિવ્ય પ્રયોગ… ગમે તે કરી શકશે આ પ્રયોગ.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

દરેક વ્યક્તિના જીવનના મુખ્ય પાંચ દુઃખોનો આવશે અંત….. કરો પાણીના પાંચ દિવ્ય પ્રયોગ….

મિત્રો વાત પાણીની કરીએ તો આપણે બધા જાણીએ છીએ કે “જળ એ જ જીવન છે.” પાણી આપણી પ્રાથમિક જરૂરીયાત છે માટે જળ વગર પૃથ્વી પર જીવન શક્ય જ નથી. મિત્રો જળ આપણા જીવનમાં ખુબ જ ઉપયોગી છે અને જળને પૃથ્વી પર સૌથી પવિત્ર પદાર્થ માનવામાં આવે છે. તેથી જ પૂજામાં પણ પાણીનો ઉપયોગ થતો હોય છે.

પરંતુ મિત્રો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તમે પાણીના એવા અદ્દભુત પ્રયોગો કરીને તમારી સમસ્યાઓ દુર કરી શકો છો. આ પ્રયોગોથી ધન સંબંધી સમસ્યા દુર થશે અને ઘરમાં લક્ષ્મીનો વાસ થશે તેમજ ઘરમાં શાંતિનું વાતાવરણ પણ અનુભવાશે. તેમજ સમાજમાં તમારી પ્રતિષ્ઠા પણ વધશે. તો ચાલો જાણીએ પાણીના સામાન્ય પરંતુ અદ્દભુત અસરકારક પ્રયોગો.

જો મિત્રો તમારા ઘરમાં ધનનો ખુબ જ વધારે ખર્ચો થતો હોય, ધનની એવી આકસ્મિક જરૂરિયાતો ઉભી થઇ જતી હોય. જેના કારણે તમારે વધારે પૈસાનો ખર્ચ થતો હોય. ઘરમાં પૈસા ટકતા ન હોય તો તેના માટે તમારે પાણીનો આ પ્રયોગ કરવો જોઈએ. તો મિત્રો આ પ્રયોગ અનુસાર ક્યારેય તમારે પાણી પીય લીધા બાદ ગ્લાસમાં પાણી ન બચાવવું જોઈએ. કારણ કે તે પાણી કોઈ જ ઉપયોગમાં નથી આવતું.

આપણે સામાન્ય રીતે ગ્લાસમાં છેલ્લે જે પાણી બચે તેને ફેંકી દેતા હોઈએ છીએ. પરંતુ તમને જણાવી દઈએ કે પાણીનો આ રીતે જો વ્યય થાય તો ઘરમાં પણ પૈસાનો ખોટો વ્યય થાય છે. માટે ગ્લાસમાં ક્યારેય પાણીને બચાવવું નહિ. ગ્લાસનું બધું પાણી પીય જવું અથવા તો તમે પી શકો તેટલું જ પાણી લેવું. જો તમારા ઘરમાં તમે અથવા કોઈ અન્ય સભ્ય આ ભૂલ કરે છે તો તેને સુધારવામાં આવે તો પૈસાનો વ્યય અટકી જાય છે.

મિત્રો તમને સમાજમાં કે ઘરમાં માન સમ્માન કે પ્રતિષ્ઠા ન મળી રહી હોય તો તમારે આ પ્રયોગ કરવાનો છે. સ્નાન પહેલા પાણીનો સ્પર્શ કરીને પાણીનો માથાને સ્પર્શ કરાવવો અને એક મંત્ર બોલવો,

“ગંગે ચ, જમને ચ, ગોદાવરી સરસ્વતી, નર્મદે સિંધુ કાવેરી, જલે સ્વમ સિંધુમ કરુ”.

આ પ્રયોગથી દરેક જગ્યાએ તમને સમ્માન અને પ્રતિષ્ઠા મળશે. દરેક વ્યક્તિ તમારું સમ્માન કરશે.

જો તમારા ઘરમાં સભ્યો વચ્ચે વાદવિવાદો તેમજ ઝગડાઓ રહેતા હોય તો પાણીનો આ દિવ્ય પ્રયોગ કરવાથી ઘરના સભ્યોમાં અરસપરસ પ્રેમ વધશે. તેના માટે સ્ત્રીઓ જ્યારે ભોજન બનાવે ત્યારે ભોજનમાં ઉપયોગમાં લેવાતું પાણી જેમ કે રોટલીનો લોટ બાંધવા માટે કે શાકમાં તેના માટેના જળમાં પહેલા થોડા તુલસીના પાંદ ઉમેરવા. ત્યાર બાદ તે જળનો ભોજન બનાવવામાં ઉપયોગ કરવો. આવું કરવાથી ઘરમાં ઝગડાઓ નહિ થાય અને પ્રેમ વધશે. આ પ્રયોગથી પરિવારના બધા જ સભ્યોની બુદ્ધિમાં શુદ્ધતા આવશે અને પ્રેમ પણ વધશે.

ઘણા લોકોને એવી સમસ્યા રહેતી હોય છે કે આખો દિવસ મન અશાંત રહેતું હોય છે, મનમાં ચિંતા અને નિરાશા રહેતી હોય છે. તો આવી સ્થિતિને દુર કરવા માટે સવારે ઉઠ્યા બાદ હાથની દસેય આંગળીના નખને પાણીમાં ડૂબાડવા. એટલે કે આંગળીઓ એક સાથે રાખીને બંને હાથને સવારે ઉઠ્યા બાદ પાણીમાં બોળવા. આ રીતે બે મિનીટ સુધી પાણીમાં બોળી રાખવા. આવું કરવાથી આખો દિવસ મન શાંત રહેશે અને તમારા કાર્યોમાં તમારું મન ખુશ થશે.

પાંચમો જે ઉપાય છે તે સૌથી શ્રેષ્ઠ પ્રયોગ છે અને તેનું પરિણામ પણ શ્રેષ્ઠ છે. જો તામારા ઘરમાં તમારે પૈસાની બરકત જોઈતી હોય. એટલે કે લક્ષ્મીની વૃદ્ધિ જોઈતી હોય એટલે કે ધનપ્રાપ્તિ કરવી હોય તો પાણીનો આ પ્રયોગ કરવો જોઈએ. આ પ્રયોગમાં ઘરની કોઈ પણ સ્ત્રીએ સ્નાન કર્યા બાદ એક વાટકામાં સ્વચ્છ પાણી લઇ અને એક કેરીનું એટલે કે આંબાના વૃક્ષનું પાંદ લઇ તે પાંદને પાણીમાં બોળીને પાંદની મદદથી બાથરૂમ છોડીને આખા ઘરમાં પાણીનો છંટકાવ કરવો. માસિક ધર્મ દરમિયાન આ પ્રયોગ ન કરવો. આવું કરવાથી માતા લક્ષ્મીનું આગમન થશે અને ધનમાં વૃદ્ધિ થશે.

આ પ્રયોગો કરતા સમયે મનમાં ખુબ જ શ્રદ્ધા રાખવી. તેનાથી તેનું પરિણામ ખુબ જ સારું આવશે.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી?  આવી જ  બીજી જાણકારી મેળવવા લાઈક કરી  લો  SOCIAL  GUJARATI  પેજ…  અને  નીચે મુજબનું સેટિંગ કરી નાખો..  એટલે  તમામ આવા લેખ દરરોજ મળ્યા કરશે સૌથી પહેલા

 

Leave a Comment