મહિલાઓએ રસોડામાં આ વસ્તુઓ ભૂલથી પણ ખાલી ન થવા દેવી, નહિ તો આવી શકે છે મોટી ખોટ અને ગંભીર નુકશાન… મોટાભાગની મહિલાઓ નથી જાણતી…

મિત્રો તમે જાણો છો કે અમુક વસ્તુઓ ઘરના રસોડામાં ખાલી થઇ જાય ત્યારે આપણે તરત જ તેને લેવા દોડવું પડે છે. આ સમયે આપણો સમય પણ વેસ્ટ જાય છે અને કામમાં પણ મોડું પૂરું થાય છે. રસોડાની ઘણી એવી વસ્તુઓ છે જેને તમારે ક્યારેય પણ ખાલી ન થવા દેવી જોઈએ. જો એવું બને છે તો નુકશાન વેઠવું પડે છે. 

ઘરના રસોડામાં માત્ર ઘરના લોકો માટે જમવાનું જ નથી બનતું પરંતુ રસોડામાં સમાયેલી હોય છે ઘરમાં રહેતા લોકોની સમૃદ્ધિ. વાસ્તુ શાસ્ત્રમાં ઘરના રસોડાની દિશા માટે દક્ષિણ-પૂર્વ દિશાને શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેમજ વાસ્તુના નિયમ અનુસાર દક્ષિણ-પશ્ચિમ દિશામાં રસોડુ ભૂલથી પણ બનાવવું ન જોઈએ. આ દિશામાં રસોડુ હોવું એ એક ભારે વાસ્તુ દોષનો સંકેત છે, જેના કારણે ઘરના લોકોને ઘણા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

જે રીતે વાસ્તુના નિયમોથી રસોડાની દિશા નક્કી કરવામાં આવે છે તેવી જ રીતે રસોડામાં શું હોવું જોઈએ અને શું ન હોવું જોઈએ તેનો વિચાર પણ વાસ્તુ શાસ્ત્ર દ્વારા કરવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ રસોડામાં આ 4 વસ્તુઓ ભૂલથી પણ ખાલી થવી જોઈએ નહીં. જો આ વસ્તુ ખાલી થાય તો વાસ્તુદોષ થાય છે અને ઘરની સુખ સમૃદ્ધિ પર અસર પડે છે.  

રસોડામાં માતા અન્નપૂર્ણાનો વાસ હોય છે. વાસ્તુશાસ્ત્ર મુજબ, રસોડામાં અમુક વસ્તુઓ ક્યારેય સાવ ખાલી ન થવા દેવી જોઈએ નહિતર અપશુકન થાય છે અને માતા અન્નપૂર્ણા રિસાઈ જાય છે. 

1) રસોડામાં મીઠાનું ખાલી થવું એ જીવલેણ બની શકે છે : રસોડામાં મીઠાનું સ્થાન ખુબ જ મહત્વનું છે. મીઠાનો ઉપયોગ રસોઈમાં સ્વાદ માટે કરવામાં આવે છે. તેનો સમાવેશ રસોડાની જરૂરી સામગ્રીમાં કરવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર મુજબ રસોડામાં મીઠું ખાલી થવા દેવું જોઈએ નહીં. વાસ્તવમાં રસોડામાં મીઠું ખૂટી જવું એ એક અશુભ સંકેત દર્શાવે છે. વાસ્તુનો નિયમ કહે છે કે ઘરમાં મીઠું ખૂટી જવું તે ઘર પર વાસ્તુદોષ પેદા કરે છે.

2) રસોડામાં હળદર ખૂટી જવી અશુભ મનાય છે : હળદરને અનેક રોગોની દવા માનવામાં આવે છે. આથી જ હળદરનો ઉપયોગ રસોઈમાં રંગ અને સ્વાદ માટે કરવામાં આવે છે. હળદર શુભ કાર્યોમાં પણ ઉપયોગી બની રહે છે. વાસ્તુશાસ્ત્ર મુજબ રસોડામાં હળદર ખૂટી જવી એ અશુભ માનવામાં આવે છે. વાસ્તવમાં હળદરનો સંબંધ દેવગુરુ બૃહસ્પતિ ગ્રહ સાથે છે. રસોડામાં હળદરનું ખૂટી જવું એ ગુરુ ગ્રહનું અશુભ થવાનો સંકેત દર્શાવે છે, ઘરની સમૃદ્ધિ અટકી જાય છે. 

3) રસોડામાં લોટ ક્યારેય ખુટવા ન દેવો જોઈએ : વાસ્તુશાસ્ત્રના નિયમ અનુસાર રસોડામાં લોટ ક્યારેય ખૂટવો ન જોઈએ. વાસ્તુમાં લોટનું ખૂટી જવું એ ખૂબ જ અશુભ મનાય છે, તે વાસ્તુદોષ પેદા કરે છે. જેના કારણે સમાજમાં માન-સમ્માન ઘટી જાય છે અને પદપ્રતિષ્ઠા પણ ઘટે છે.

4) ચોખાનો શુક્ર ગ્રહ સાથે સંબંધ હોય છે : મોટા ભાગે લોકોની ટેવ હોય છે કે ચોખા સાવ ખૂટી ગયા બાદ જ બજારથી મંગાવે છે, પરંતુ આવું કરવું એ ખોટી વાત છે. ચોખાનો સંબંધ શુક્ર ગ્રહ સાથે હોય છે. શુક્ર ગ્રહ ભૌતિક સુખનું કારણ દર્શાવે છે. ઘરમાં ચોખા ખૂટે તે પહેલા જ ખરીદી લેવા જોઈએ નહિતર ભૌતિક સુખ સુવિધાઓથી વંચિત રહેવું પડે છે.

આમ આ ચાર વસ્તુઓ એવી છે જે ઘરના રસોડામાં ક્યારેય પણ ખૂટવા દેવી જોઈએ નહીં. કારણ કે આ વસ્તુઓનું ખૂટી જવું એ વાસ્તુશાસ્ત્રના નિયમ અનુસાર અપશુકન પેદા કરે છે. તો આવા અપશુકનોથી બચવા માટે આ વસ્તુઓ રસોડામાં ક્યારેય પણ ખાલી થવા દેવી જોઈએ નહીં.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment