જાણો સુખ-સમૃદ્ધિ માટે ઘરની કંઈ દિશામાં મૂકવા જોઈએ પૂર્વજોના ફોટા, મોટાભાગના લોકોથી થાય છે આવી ભૂલો અને પછી…

આપણા ઘરમાં આપણા પિતૃઓ એટલે કે મૃત પૂર્વજોના ફોટા આપણે જરૂર મૂકીએ છીએ. એવું માનવામાં આવે છે કે પૂર્વજોના ફોટા આપણા ઘરની સુખ-સમૃદ્ધિનું કારણ તો બને  જ છે અને તેની સાથે જ ઘરના લોકો ઉપર પૂર્વજોના સંપૂર્ણ આશીર્વાદ પણ મળતા રહે છે. આ જ કારણથી પૂર્વજોના ફોટા ઘણા લોકો પોતાના ઘરના લિવિંગ રૂમમાં મૂકે છે અને અમુક લોકો બેડરૂમ અથવા પૂજાસ્થાન પાસે રાખે છે. પૂર્વજોને લોકો નિયમિત રૂપથી યાદ પણ કરે છે.

પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ઘરમાં પૂર્વજોના ફોટા મુકવા માટે પણ એક યોગ્ય દિશામાં હોય છે અને યોગ્ય દિશામાં પૂર્વજોના ફોટા મૂકવામાં આવે તો ઘરમાં સુખ-શાંતિ આવવાની જગ્યાએ તમારા ઘરમાં ઝઘડાનો સામનો પણ કરવો પડે છે. આવો જાણીએ એસ્ટ્રોલોજી દ્વારા કે આપણે પૂર્વજોના ફોટાને કયા યોગ્ય સ્થાને મુકવું જોઇએ, અને તેની માટે વાસ્તુશાસ્ત્રના કયા નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે.

ફ્રેમમાં લગાવીને સેલ્ફ પર મુકો : જો તમે પૂર્વજોના ફોટા તમારા ઘરમાં ક્યાંય પણ મુકો છો તો તમારે ધ્યાન રાખવું પડશે કે તે તસવીરોને હંમેશા ફ્રેમમાં લગાવીને કોઈપણ સેલ્ફ અથવા તિજોરીમાં રાખવા જોઈએ. એવું માનવામાં આવે છે કે પૂર્વજોના ફોટા ક્યારે પણ દીવાલ પર લટકાવીને રાખવા જોઇએ નહીં. આમ કરવાથી પૂર્વજોનું અપમાન થાય છે અને તેમની કૃપા દ્રષ્ટિ પ્રાપ્ત થતી નથી અને તે પિતૃદોષનું કારણ પણ બની શકે છે.

એકથી વધુ ફોટા ન લગાવો : લગભગ જોવા મળે છે કે આપણે પિતૃઓનો ફોટા લગાવતી વખતે એક જ પૂર્વજના ઘણા બધા ફોટા અલગ અલગ જગ્યા ઉપર લગાવીએ છીએ, જ્યારે એક જ પૂર્વજના ફોટા એકથી વધુ લગાવવા જોઈએ નહીં. આમ કરવાથી પિતૃઓ રિસાઈ જાય છે અને ઘરમાં કંકાશ ઊભો થાય છે.

આ જગ્યા ઉપર ભૂલથી પણ ન લગાવવો પૂર્વજોના ફોટા : વાસ્તુશાસ્ત્ર અનુસાર પિતૃઓના ફોટા હંમેશા એવા સ્થાન પર મુકવા જોઈએ જ્યાં બહારના લોકોની નજર તેમની ઉપર ન પડે, એવું માનવામાં આવે છે કે કોઈ પણ બહારના લોકોની નજર જો પૂર્વજોના ફોટા ઉપર પડે છે તો ઘરમાં નકારાત્મક ઊર્જા વધે છે, તેથી જ ઘરના લિવિંગ રૂમમાં પિતૃઓના ફોટા મૂકવા જોઈએ નહીં, તે સિવાય ઘરના બેડરૂમમાં પણ પૂર્વજોના ફોટા લગાવવા જોઈએ નહીં બહારના વ્યક્તિની નજર પડવાથી તેમાં નકારાત્મકતા ઉત્પન્ન થાય છે.

પૂજાના સ્થાન ઉપર પિતૃઓના ફોટા ન મૂકો : એવું માનવામાં આવે છે કે પૂર્વજોનું સ્થાન ભગવાન સમાન હોય છે, પરંતુ આપણે ભગવાનની સાથે ક્યારેય પણ પૂર્વજોના ફોટાની પૂજા કરવી જોઈએ નહીં. વાસ્તુશાસ્ત્રમાં દેવ અને પિતૃઓના સ્થાન અલગ-અલગ હોય છે તેથી ભગવાન અને પિતૃઓના ફોટા એક જ જગ્યાએ મૂકવા જોઈએ નહીં. પૂજાના સ્થાનમાં પિતૃઓના ફોટા લગાવવાથી આપણા જીવનમાં બાધાઓનો સામનો કરવો પડી શકે છે અને એટલું જ નહીં આમ કરવાથી ઘર-પરિવારમાં અશાંતિનું વાતાવરણ થાય છે. વાસ્તુશાસ્ત્રમાં પિતૃઓના ફોટાની સાથે ક્યારેય પણ જીવિત લોકોના ફોટા લગાવવા જોઈએ નહીં આમ કરવાથી જીવિત લોકોની ઉંમર ઓછી થઇ શકે છે અને તેમનું જીવન સંકટમાં આવી શકે છે.

કઈ દિશામાં લગાવવા જોઈએ પૂર્વજોના ફોટા : વાસ્તુશાસ્ત્ર અનુસાર પિતૃઓના ફોટા હંમેશા ઉત્તર દિશા તરફ લગાવવા જોઈએ. દક્ષિણ દિશાને પિતૃઓની દિશા માનવામાં આવે છે, તેથી ઉત્તર દિશામાં તેમના ફોટા લગાવવાથી તે પોતાનું મોં દક્ષિણ દિશા તરફ હોય છે. તેથી પિતૃઓના ફોટા એવી રીતે લગાવો કે પોતાનું મુખ દક્ષિણ દિશા તરફ રહે, ત્યાં જ ફોટાને ક્યારેય પણ દક્ષિણ અને પશ્ચિમની દિવાલ ઉપર લગાવવા જોઈએ નહીં, આમ કરવાથી ઘરની સુખ સમૃદ્ધિને હાનિ પહોંચે છે.

આ રીતે જો તમે ઘરમાં પિતૃઓનો અથવા મૃત પૂર્વજોના ફોટા લગાવવા માંગો છો તો, અહીં આપેલ દરેક વાતનું ધ્યાન રાખવું જોઈએ.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment