સુકાય ગયેલા તુલસી ફેંકતા પહેલા જાણી લો આ શાસ્ત્રોક્ત માહિતી, શારીરિક અને આર્થિક ફાયદા સહિત થશે 8 અનોખા ફાયદા… જાણો ઉપયોગની રીત…

આપણા પ્રાચીન તેમજ પૌરાણિક ગ્રંથોમાં તુલસીના છોડ તેમજ તેના પાનનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. જેમ તુલસીના લીલા પાનનું મહત્વ છે તેમ તેના સુકા પાનનું પણ અનેરું મહત્વ રહેલું છે. જો કે મોટાભાગના લોકો સુકા પાનને ફેંકી દેતા હોય છે. પરંતુ સુકા પાનના પણ ઘણા ઉપયોગો રહેલા છે.

તુલસીના છોડને હિંદુ ધર્મમાં વધારે મહત્વ આપવામાં આવ્યું છે. આ છોડના ઔષધિય ગુણ હોવાની સાથે સાથે ધાર્મિક મહત્વ પણ છે. પુરાણોમાં આ છોડને દેવી લક્ષ્મીનું સ્વરૂપ ગણવામાં આવે છે. દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણએ તુલસીના છોડ સાથે વિવાહ કર્યા હતા અને તેમને પોતાની રાણીનો હોદ્દો આપ્યો હતો.

આટલું જ નહીં, તુલસીના છોડનો એક એક કણ સ્વાસ્થ્ય માટે કોઈ વરદાનથી ઓછું નથી. પછી ભલે તુલસીના પાંદડા હોય, ડાળી હોય કે તેના મૂળ હોય. આ બધાનો ઉપયોગ અલગ અલગ વસ્તુઓ માટે કરવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રમાં તુલસીના છોડને ઘરે લગાડવા માટે ઘણા નિયમ જણાવવામાં આવ્યા છે. એવી માન્યતા છે કે, જે ઘરમાં તુલસીનો છોડ હોય છે, તે ઘરનું વાતાવરણ સારું હોય છે.

ઘણી વખત ઋતુગત ફેરફાર અથવા સરખી સારસંભાળ ન રાખવાથી તુલસીનો છોડ સુકાઈ જાય છે. જો કે ધાર્મિક શાસ્ત્રોમાં એ જણાવવામાં આવ્યું છે કે, તુલસીનો છોડ હંમેશા હર્યોભર્યો હોવો જોઈએ. પરંતુ તે દરેક વખતે શક્ય નથી. માટે જ્યારે તુલસીનો છોડ સુકાઈ જાય તો શું કરવું જોઈએ ? તેના વિશે હંમેશા લોકો સવાલ કરે છે. સામાન્ય રીતે સૂકા તુલસીના છોડને લોકો ફેંકી દે છે, પરંતુ ધાર્મિક નજરથી જુઓ તો આવું ન કરવું જોઈએ.

ખાસ કરીને જો તમારી પાસે તુલસીના સુકાઈ ગયેલા પાંદડા હોય તો, તમે તેનો અલગ અલગ પ્રકારે ઉપયોગ કરી શકો છો. જેના 9 ફાયદા થાય છે. તો ચાલો જાણીએ એ ફાયદા વિશે…

1 ) શ્રી કૃષ્ણના ભોગમાં :  ભગવાનના કોઈ પણ ભોગમાં તુલસીના પાન ન હોય એવું બને જ નહિ. તુલસી પાન મુક્યા પછી જ ભગવાનને ભોગ ધરવામાં આવે છે. એક જ તુલસીના પાંદડાને એકધારા 15 દિવસ સુધી શ્રી કૃષ્ણના ભોગ માટે ઉપયોગમાં લઈ શકાય છે. જ્યારે આ પાંદડું સાવ સુકાઈ જાય તો તમે તેને પોતે ગ્રહણ કરી શકો છો. એ વાત બધાને ખબર છે કે, ભગવાન શ્રી કૃષ્ણનો ભોગ તુલસી વગર ચડાવાતો નથી, તેવામાં તુલસી તાજી હોય કે જૂની શ્રી કૃષ્ણને દરેક રૂપમાં તુલસી પ્રિય હોય છે.

2 ) પાણીમાં રાખો તુલસીના પાંદડા : શ્રી કૃષ્ણના બાળ ગોપાલ સ્વરૂપની જો તમે પુજા કરતાં હોય, તો તમે નિયમિત તેમને સ્નાન કરાવતા હશો. તેવામાં તુલસીના સૂકા પાંદડા તમે લડ્ડુગોપાલના સ્નાન માટેના પાણીમાં રાખી શકો છો. પછી તે પાણીથી તમારે તેમને સ્નાન કરાવવું જોઈએ અને પછી તે પાણીને પોતે ગ્રહણ કરી લેવું જોઈએ.

3 ) ખાવામાં કરો ઉપયોગ : જો તમારી પાસે તુલસીના ઘણા બધા સૂકા પાન ભેગા થયા હોય તો, તમારે તેનો પાવડર બનાવીને ખાવામાં ઉપયોગમાં લેવો જોઈએ. તેનાથી રસોઈનો સ્વાદ તો સારો થાય જ છે. સાથે જ તે સ્વાસ્થ્ય માટે પણ સારું ગણવામાં આવે છે.

4 ) ખાતર : જો તુલસીના ઘણા બધા પાંદડા તમારી પાસે ભેગા થયેલ હોય અને તમે તેનો ઉપયોગ ન કરવા માંગતા હોય તો તમે તુલસીના કુંડામાં જ તે પાંદડા દાટી શકો છો. તે ખાતર બની જાય છે.

5 ) સ્નાન : તુલસીના પાંદડાને સ્નાન કરવાના પાણીમાં રાખી દેવા. પરંતુ તે પાણીથી જ્યારે તમે સ્નાન કરો તો પહેલા તે પાંદડા કાઢી લેવા. આ પાણીથી સ્નાન કરવાથી શરીરમાં સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે.

6 ) સકારાત્મક : તમે તુલસીના સૂકા પાંદડાને તમારી નોટબુકની વચ્ચે પણ રાખી શકો છો. તેનાથી પણ તમારા કાર્યો સકારાત્મક રૂપથી પૂરા થાય છે.

7 ) આર્થિક લાભ : તુલસીના સૂકા પાંદડાને લાલ કપડામાં બાંધીને તિજોરી અથવા પર્સમાં રાખવાથી આર્થિક લાભ થાય છે.

8 ) છંટકાવ : સુકા તુલસીના પાંદડા ગંગાજળમાં રાખીને તે પાણીનો ઘરમાં છંટકાવ કરવાથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા નષ્ટ થાય છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment